ઋતુગીતો/ઇતર પ્રાંતોની બારમાસી/હિન્દી બારમાસી
← (૨૦) પંજાબી બારમાસી | ઋતુગીતો હિન્દી બારમાસી ઝવેરચંદ મેઘાણી |
(૨૨) બંગાળી બારમાસી → |
૨
હિન્દી બારમાસી
[ રામચંદ્રનાં માતા કૌશલ્યાનું બારે માસનું કલ્પાંત કલ્પાયું છે. ગુજરાતમાં જેમ મારૂ ગીતોની માફક બહેન–ભાઈનાં ઋતુ–વિયોગનાં ગીતો નથી, તેમ આ પ્રકારનાં માતા–પુત્રનાં વિયોગ–ઋતુગીતો પણ નથી. આપણી બારમાસીઓ કેવળ દંપતીને જ ઉદ્દેશીને રચાઈ છે. આ મુરાદાબાદ જિલ્લાનું ગીત શ્રી રામનરેશ ત્રિપાઠીએ સંગ્રહેલું છે.]
ચત અયોધ્યા જનમેં રામ, ચન્દન સે લિપવાયે ધામ,
સોરન કલસ ધરે ભરવાય, ધરે ઘટમંડલ,
પઠાયે અરી બૈરન કૈકેઈ વન બાલક મેરે !
બૈસાખે રુતુ ભીષમ લાજ, પવન ચલત જૈસે બરસત આગ,
જલ બિન તડપત મીન, પિયાસે હોઈહૈ લછમન રામ,
કાઊ બિરિછ તરે, યહી દુખ દીને કૈકેઈ !–પઠાયે૦
જેઠ માસ લૂ લાગત અંગ, રામ લખમણ અરુ સીતા સંગ,
હરિકે ચરન જેસે કમલ સમાન, ન્યો પજરે ધરતી અસમાન–૫૦
અર્થ
ચૈત્રે રામ અયોધ્યામાં જનમ્યા. ચંદનથી ઘર લીંપાવ્યું. સુવર્ણના કળશ ભરાવ્યા. ઘટ–મંડલ રચાવ્યું, અરેરે ! મારી વૈરિણ કૈકેયીએ મારા બાળકોને વનમાં મોકલાવ્યા.
વૈશાખે ભીષણ ઋતુ લાગે છે. અગ્નિ વરસતી હોય તેવો પવન ફૂંકે છે. હે કૈકેયી ! તેં શાને માટે આ દુઃખ દીધું ?
જેમાં રામલક્ષ્મણ અને સીતાને લૂ લાગતી હશે. પ્રભુના ચરણો કમલ સમાન છે. અને ધરતી–આભ તો અત્યંત પ્રજ્જ્વલી રહ્યાં છે.
અષાઢ માસ ઘન ગરજે ઘોર, લટક બિહંગન કૂકત મોર,
ઠાઢી કૌશલ્યા અવધપુર ધામ, બન ભીંજૈ મેરે લછમન રામ;
કાઊ બિરિછ તરે, યહી દુખ દીને કૈકેઈ !–પઠાયે૦
સાવનમેં સર સાધે તીર, ભૈંપત ગૂંજત ફિરત ભુજંગ;
ઠાઢી કૌશલ્યા અવધપુર ધામ, બન ભીંજે મેરે લછમન રામ,
ઝીમર ઝર લાગૈ–પઠાયે૦
ભાદોં મેઘા પડે અપાર, ઘર બૈઠો સગરો સંસાર,
બડી બડી બુઁદિયા બરસત નીર, રૈન અઁધ્યારી કૈસે કરેં ગુજરાન !
મોયઁ જનમ જરી કે–પઠાયે૦
કવાર કનાગત લાગય લાગ, દાન કરે સબરી સંસાર,
આજ જો હોતે અયોધ્યામેં લછમનરામ, ન્યોતતી બામ્હનદેતી દાન
થાર ભર મોતી–પઠાર્ય૦
કાતિક માસ યક હોત દિવારી, ઘર દિવલા પજારેં ઘરનારી,
મેરી અયોધ્યા પડી અઁધ્યારી, નરિ કૈકેઈ તને–પઠાયે૦
આષાઢે ઘન ઘોર ગરજે છે. વિહંગો લટકાં કરે છે. મોરલા ટૌકે છે. કૌશલ્યા અવધપુરમાં ઊભી છે, ને મારા રામલક્ષ્મણ વનમાં ભીંજે છે.
શ્રાવણમાં ભમરા ગુંજે છે, ને સર્પો ફરે છે.
ભાદરવામાં અપાર મેઘ પડે છે. સઘળો સંસાર ઘેર બેઠો છે. મોટે છાંટે નીર વરસે છે. અંધારી રાત હું કેવી રીતે ગુજારું ?
આસોમાં શ્રાદ્ધ સરાય છે. [ ઉત્તર હિન્દ તરફ મહિના આપણાં કરતાં એક પખવાડિયું આગળ ચાલે છે.) સર્વ સંસાર દાન કરે છે. જો આજ રામ લક્ષ્મણ આંહી હોત તો બ્રાહ્મણોને નોતરીને હું થાળ ભરીને મોતીનાં દાન દેત.
કાર્તિકમાં દિવાળી આવી. સ્ત્રીઓ ઘરમાં દીવડા પેટાવે છે, પણ મારી અયોધ્યા અંધારી પડી છે.
અગહન કુઁવર કે કરતી સિઁગાર, સિમાતી બસતર સોને કે તાર;
પગ પૈંજન ઔર ખોલો કિવાડ, માથે ચીરા ઝલકતી દાર;
ગલ બૈજન્તી માલા–પઠાયે૦
પૂસ માસમેં પડે તુષાર, બિન ઓઢના મોરે લછમન રામ,
કૈસે કરેં મોં જનમ જરી કે આજ ગુજરાન–પઠાયે૦
માઘ માસ ઇત હોત વસંત, સુત વિદેશ તન તજ ગયે કંત,
બૈઠે ભરતજી ઢોરૈં ચૌંર–પઠાયે૦
આજુ જો હોતે અયોધ્યામેં લછમન રામ,
ગદ્દી સિર મૌર બસંત ધરે જી–પઠાયે૦
ફાગુલ મેં રસ રાઁચત રંગ, બૈઠે ભરતજી ઘૌરેં અબીર;
કિન છિરકુઁ નાય લછમન રામ–પઠાયે૦
માગશીર્ષમાં હું કુંવરને માટે શણગાર કરતી. સોનાતારવાળાં વસ્ત્રો સીવડાવતી. માથા પર ઝલકતી પાઘડી અને ગળામાં માળા પહેરાવતી.
પોષે હિમ પડે છે. મારા રામ-લક્ષ્મણ ઓઢણ વિના ધ્રૂજતા હશે, હું કેવી રીતે જન્મ વીતાવું ?
માહમાં વસંત આવે છે. પુત્રો વિદેશ છે ને કંથે દેહ તજ્યો છે. ભરતજી બેઠા બેઠા ( રામની પાદુકાને ) ચમ્મર ઢોળે છે.
ફાગણમાં રંગ રુચે છે. ભરતજી બેઠા બેઠા અબીલ ઘોળે છે, પણ રામ–લક્ષ્મણ રંગ છાંટવા હાજર નથી.