ઋતુગીતો/મિત્રવિરહના મરશિયા/સકજ સાંગણ સંભરે
← (૫) ધરણસર માતરધણી | ઋતુગીતો સકજ સાંગણ સંભરે ઝવેરચંદ મેઘાણી |
(૭) સંભરિયા → |
સકજ સાંગણ સંભરે
[આ મરસિયામાં ભાષાની વિશેષ જૂનવટભરી વાણી છે. આમાં ડિંગળી ભાષા સિવાયની બીજી કશી છાંટ નહી દેખાય. તેમ જ એમાં શબ્દાડંબર આણવાનો ખાસ પ્રયત્ન પણ નથી. ગઢવી વીભા નેણા મેહડુએ પાળિયાદ ગામના કોઈ મૂએલા કાઠી દરબારના સ્મરણમાં સંવત ૧૭૯૬માં રચેલા છે. મને એ ગઢવીશ્રી ઠારણભાઈ મધુભાઈ વળાવાળા [મૂળ પાટણાવાળા]ના ચોપડામાંથી પ્રાપ્ત થયા છે. આમાં કવિ માહ માસથી ઉપાડે છે.]
(છંદ સારસી)
માહ
(માહ મહિને લગ્ન મોકલાય છે. મંગળગીતો ગાય છે. ત્રણે પરજના કાઠી લોકો જમણમાં મળે છે. ગામડે ગામડે ઢોલ ધડૂસે છે. દુનિયા હોંશે હોંશે વિવાહ કરે છે. તે ઋતુમાં મને જગત પર ઉન્નડ, જીવો તથા સાંગણ; ત્રણ સુકૃત કરનાર પુરુષો સાંભરે છે.)
ફાગણ
[ફાગણ માસના ફાગ—ગીતો ગવાય છે. ખાખરાના ઝાડ પરથી કેસૂડાં (ફૂલ) ખરે છે. ગઢપતિઓ લહેરથી ગલાલ વતી હોળી રમે છે. સર્વે વર્ણોનાં લોક દુકાનેથી ઊંચી મીઠાઈઓ ખરીદે છે. એ ઋતુમાં....]
ચૈત્ર
[ચૈત્રમાં તરુઓ પરથી કરમાયેલાં પાન ઝરી જાય છે. નિશદિન આકાશ નિર્મળ દિસે છે. વાદળાં નીસરતાં નથી. એ ઋતુમાં...]
વૈશાખ
વૈશાખ નૌતમ પાન [૯]વરખે લગે તેખાં લૂઝળાં,
ચડ કોષ પણ વન પ્રબો સાંહે વરણ સૂકે સરવળાં!
તાપીએ અગની પાંચ તપશી, ધૂપ જોર સરવ ધરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો સકજ સાંગણ સંભરે.
[વૈશાખે વૃક્ષ પર નવલાં પાંદડાં લાગે છે. લૂ ઝરે છે તે અકારી (તીખી) લાગે છે....સરવરો સૂકાય છે. તપસ્વીઓ પાંચ જાતની ધૂણી તાપીને તપ કરે છે. તાપ અતિ જોર કરે છે.]
જેઠ
[જેઠ મહિને વન ફળે છે. મધુવનમાં પુષ્પો ખીલ્યાં છે. ચંપા, ડોલર વગેરે ફૂલોની વેલડીઓ છવાય છે. રાત્રિ કરતાં દિવસ લાંબા થાય છે. આંબેથી શાખા ઊતરે છે. એ ઋતુમાં...]
આષાઢ
[ અત્યંત બફારો ખમ્યા બાદ અષાઢની બીજે ઇંદ્નો ઘન ચડી આવ્યો છે. આંબા વેડાઈ ગયા છે. દુનિયા મલ્હાર રાગ ગાય છે. ચાતક; મોર ને દેડકાં કિલ્લોલ કરે છે. કોયલ સરવા સાદે ગાય છે. એ ઋતુમાં......]
શ્રાવણ
[શ્રાવણમાં પૃથ્વી પર વરસાદની એલી વરસે છે. તેથી કાદવ મચે છે. બગલાં પાણી પર બેસે છે. વરસાદ વિમળ જળની રેડીઓ (ઝડીઓ) નાખે છે...........આવી મહાન રચના દેખીને જ્ઞાની ઋષિ–મુનિઓ શંખ બજાવતા ચાલે છે. એ ઋતુમાં...]
ભાદરવો
પંચરૂપ ભાદ્રવ લાલ પીળા, સેત નીલં સામળા,
પંગળા મેટા લેવા પુરવણ, બણે બાદળ ચોહવળા;
સરવાણ ફૂટે નદે સરણે, નીર ઝરણે નીસરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
(ભાદરવા માસ લાલ, પીળા, શ્વેત, લીલા અને શ્યામ એવા પાંચ રંગો ધારણ કરે છે......વાદળાં ચાર થરાં જાડાં બને છે. નદીઓની અંદર સરવાણીઓ ફૂટે છે. ઝરણામાં પાણી રેલે છે. એ ઋતુમાં...)
આસો
અને પકે શીમે, માસ આસો, પંક સર બલ પોયણાં,
[૨૦]દન નવે થપનાં કળશ દશરે, હદે ગોઠ્યાં હોયણાં;
નિવેદ દેવા ચડે નવલા વડો પરબહ વાપરે
જગ તેણ ઉન્નડ રતે જીવો સકજ સાંગણ સંભરે.
[આસો માસમાં સીમોની અંદર અન્નના દાણા પાકે છે. સરોવરના કાદવમાં પોયણાં પુષ્પો ખીલે છે. એ ‘નવા દિનો’માં દશેરાને રોજ કળશની સ્થાપના થાય છે. ગોઠ (મહેફિલો) ઉજવાય છે. લોકો ચાડથી (આગ્રહથી) દેવતાઓને નૈવેદ્ય ચડાવવા માટે આ માસનાં મોટાં પર્વોનો ઉપયોગ કરે છે. આ ઋતુમાં...]
કાર્તિક
[ કાર્તિક માસમાં અંગ ઉપર બુઢાપો (થંડીને લીધે) આવે છે. બધી જાતનાં તાજાં કણ આવે છે. વસ્ત્રો પણ નવાં પ્રાપ્ત થાય છે. પશુઓનાં દૂધમાં ગળપણ અને ઘાટપ (ઘટ્ટતા) આવે છે. સર્વે રાજાઓ સાજ શેભા કરે છે. એ ઋતુમાં......]
માગશર
સર માગ હોઈજે આગ સવળી, વટ સ્ત્રીંઘણ વાપીએ,
સગડિયાં કર લે લેાક સાહેબ, તાપ ભાહુ તાપીએ;
દળ લગે નડિયાં નીર દોરા, નકે નાયણ નીસરે,
જગ તેણ ઉન્નડ રતે જીવો, સકજ સાંગણ સંભરે.
પોષ
[પોષમાં હેમન્ત ઋતુ હોય છે. ટાઢ પડે છે. વાંદરા પહાડોની માળીમાં ચાલ્યા જાય છે... નિર્ધનોને નિશા વસમી લાગે છે, ઘેનુ ઝાંખી(દૂબળી) પડી જાય છે. તે ઋતુમાં...]
- ↑ ૧. પરજ (કાઠીઓનાં ત્રણ કુળ: ખાચર, ખુમાણ ને વાળા)
- ↑ ૨. બને.
- ↑ ૧. ખાખરાનું ઝાડ.
- ↑ ૨. ગુલાલ.
- ↑ ૩. વર્ણ.
- ↑ ૪. સહુ.
- ↑ ૫. એ પંક્તિનો અર્થ નથી બેસતો.
- ↑ ૬. નિશા ને દિવસ.
- ↑ ૭. વૃક્ષે.
- ↑ ૧. વન.
- ↑ ૨. પુષ્ય.
- ↑ ૩. રેન-રાત્રિ.
- ↑ ૪. બને છે.
- ↑ પ. દિવસ.
- ↑ ૬. ઘન - વાદળું.
- ↑ ૭. વેડવું–કેરીઓ ઉતારવી
- ↑ ૮. મલાર રાગ.
- ↑ ૧. એલી (અખંડ આઠ દિવસની વૃષ્ટિ).
- ↑ ૨. રેડી-ઝડી.
- ↑ ૧. નવા દી (જુએ પાનું ૩૪)
- ↑ ૨. વૃદ્ધાવસ્થા.
- ↑ ૩. સ્ર,
- ↑ ૪. ક્ષીર (દૂધ).
- ↑ ૧. અર્થ સ્પષ્ટ નથી થતો. મહિષીઓ(ભેસો)નાં બધાં વૃંદ પાણીમાંથી પાછાં વળી નીકળે છે એટલી બધી ઠંડી પડે છે – આવો કંઈક અર્થ હોય.
- ↑ ૨. નિર્ધનો .