એકતારો/પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી ?
< એકતારો
← એક દિ' ઠાકર ભાન ભૂલ્યો | એકતારો પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી ? ઝવેરચંદ મેઘાણી |
આ એક જાનવર ને વિદવાન બીજો → |
પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી ?
હેરી હેરી આાંખો મેરી માનવીને ન્યાળે છે,
પશુની નકલ કરી અકલ દેખાડનારો
શકલ પોતાની દેવતાઈ હવે હારે છે. ૧.
જનાવરો કેરો આ તો જમાનાજૂનેરો ભય,
માનવ–સૃષ્ટિમાં ભીડાભીડ ભારી જામી છે !
નકલ કરીને આગે દેખાતો અકલવાન,
હવે તો એ નકલ અસલપણું પામી છે ૨.
પશુઓ પોકારે, પ્રભુ અમારી અસલીઆત,
પાશવતા અમારી તો આમ મારી જાય છે
નકલપણાનો તું ય દિસે છે ઉસ્તાદ કોક
અસલ પ્રભુને તેં ય લૂંટેલો દેખાય છે ! ૩.