એકતારો/આ એક જાનવર ને વિદવાન બીજો
< એકતારો
← પ્રભુતાની પ્રતિમા કે પ્રતિમા પશુતા કેરી ? | એકતારો આ એક જાનવર ને વિદવાન બીજો ઝવેરચંદ મેઘાણી |
તેં જુદાઈ દીધી તો ભલે જ દીધી → |
*[૧]આ એક જાનવર ને વિદવાન બીજો,
એવા કુભેદ કરજો ન અમારી વચ્ચે;
ભાળે ન સામ્ય અમ બેઉની વચ્ચ અંધા
કાં કે અમે લઘુમતીઃ બહુસંખ્ય તેઓ ! ૧
જ્ઞાની અમો ઉભય, રે નિરખો અમારાં
ડાચાં પરે જ શું ન અંકિત દિવ્ય પ્રજ્ઞા ?
પ્રેમી અમે શું કમ એકબીજાથી ? બોલો !
સૌંદર્ય શું ઉભયને નયણે ન સ્પષ્ટ ? ર
દૂરત્વ એ જ દુ:ખ છે ! પશુને મનુષ્યો
દૂરે ધકેલી સરસાઈ બડાઈ મારે,
રે માનવી અવર માનવને હટાવી,
સૌંદર્યશીલ, બહાદુર ઠરેછ પોતે. ૩
- ↑ *'વૈજ્ઞાનિક અને વાંદરો’-બેઉના એક ચિત્ર પરથી.