ઓખાહરણ/કડવું-૨૧
< ઓખાહરણ
← કડવું-૨૦ | ઓખાહરણ કડવું-૨૧ પ્રેમાનંદ |
કડવું-૨૨ → |
રાગ:આશાવરી |
કડવું ૨૧મું
ઓખાનું ચિત્રાત્મક વર્ણન
રાગ : સામેરી
ઓખા તારે શ્રવણે ઝબુકે ઝાલ રે,
ઓખા તારા કુમકુમ રાતા ગાલ રે;
ઓખા તું ચાલે હંસની ચાલ રે,
ચોળીને રંગે ચુંદડી રે. (૧)
ઓખા તારે બાંયે બાજુબંધ રે,
ઓખા તારું મુખડું પુનમ ચંદ રે;
ઓખા તારે મન ઉપજ્યો આનંદ રે,
ઓખા તારે કસબી કોરે સાળુડો રે. (૨)
ઓખા તારા શોભીતા શણગાર રે,
ઓખા તારા તેજ તણો નહિ પાર રે;
ઓખા તને વર્ષ થયાં દસ-બાર રે;
ઓખા તારે પાવલે નેપુર વાજતા રે. (૩)