ઓખાહરણ/કડવું-૨૫
< ઓખાહરણ
← કડવું-૨૪ | ઓખાહરણ કડવું-૨૫ પ્રેમાનંદ |
કડવું-૨૬ → |
કડવું ૨૫મું
ગોર્યમાની પૂજા
રાગ :ઢાળ
બાઇ તું કુંવારી હું યે કુંવારી; સાંભળ સહિયર વાત;
ગોર્યમાની પૂજા કરીએ, તો પામીશું નાથ. (૧).
કોણ માસે કોણ દહાડે, ગોર્યમાની પૂજા થાય;
મને કરી આપો પૂતળાં, પૂજું મોરી માય. (૨).
ફાગણ વદ બીજના દહાડે, કરવું રે સ્થાપન;
ચૈતર સુદી ત્રીજના દહાડે, કરવું ઉત્થાપન. (૩).
ભોંય શય્યા પાથરી, સંદેસરાના ફૂલ;
પૂજી અરચી ઓખા માંગે, જે જે વસ્તુ અમૂલ્ય. (૪).