કલાપીનો કેકારવ/ઉંઘ લે તું નિરાંતે

← દિલને દિલાસો કલાપીનો કેકારવ
ઉંઘ લે તું નિરાંતે
કલાપી
પ્રથમ નિરાશા  →


ઉંઘ લે તું નિરાંતે


સૂ નિરાંતે ! ગડગડ થવા સિન્ધુને ટેવ જૂની !
એની ભાષા સમજી ન શક્યો કોઈ એ છે ખલાસી;
તોફાનો આ પ્રણય રચતા વ્હાણની સાથ છો ને !
સૂ નિરાંતે ! રમત કરતાં કોઈ જીતે: પડે છે !

સૂ નિરાંતે ! મગર તરતાં આવડે કૈં ત્હને છે ?
તે શીખેલું નવ ભૂલી શકે, ઊંઘ ક્યાંથી નીરાંતે !
ભૂલી જા કે હજુ વધુ જરા મ્હાવરો તું કરી લે ?
વા પી પ્યાલો હરિ હરિ કરી, ઊંઘ લે તું નિરાંતે.

૨૮-૪-૯૮