← કુસુમ માટે પ્રાર્થના કલાપીનો કેકારવ
એક ચિન્તા
કલાપી
અસ્વસ્થ ગૃહિણી →


એક ચિન્તા

શયનો ફુલનાં કરમાઈ ગયાં!
અનિલો સુરભિ સહુ લેઈ ગયાં!
અહ ! કંટકની જ બિછાત રહી!
બસ કંટકની સહુ વાત રહી!

અમી-નિર્ગળતું ઝરણું અટક્યું!
વિષનો પરિવાહ વહ્યો જ પ્રભુ!
સઘળા પલટાય સહાઈ ગયા!
ભવ એક મહીં ભવ લાખ થયા!

મુજ નેત્ર તણું સહુ હીર બળ્યું!
મુજ વ્યર્થ ગયું સઘળું ગણવું!
પણ એ નયનો, મૃદુ એ નયનો,
હજુ શું રડતાં જ હશે નયનો?

૧૮-૧-૧૮૯૭