કલાપીનો કેકારવ/પ્રેમાધીન
← ભ્રમર | કલાપીનો કેકારવ પ્રેમાધીન કલાપી |
હસવા કહેતીને → |
પ્રેમાધીન
કાચે તાંતણલે ટાંગ્યું છે,
ભાંગે તો હૈયું ભાંગ્યું છે,
એ તો કાચ તણી જ કટોરી
તોડી દેશે એક ટકોરી !
એ ત્હારૂં તેથી તુંને શું ?
એને મન તો ના છે શું શું ?
વેચે તો વેચાયા થાશું,
આંસુડે પગ ધોતા જાશું !
૨૬-૩-૧૮૯૭