← પ્રભુ - અનાલાપી ગાન કલાપીનો કેકારવ
વ્હાલાને
કલાપી
શાને રોવાનું →


વ્હાલાને

વ્હાલાં ! ઉર ઝાંઝાને પાજો;
થોડાંને ગાજો ને સ્હાજો;
ગાતાંને , સ્હાતાંને ચ્હાજો:
ચ્હાજો વ્હાંલાં વ્હાલાંને

વ્હાલાંમાંથી વ્હાલાં આવે:
વ્હાલું તે દેવાને લાવે:
વ્હાલું લઈ વ્હાલું સૌ દેજો:
વ્હાલાં ! વ્હાલાંને.

ઝાઝાં તો એ જાશે છોડ:
મેમાની કરજો ના થોડી:
હૈડાંનું દેજો સૌ છોડી:
એ તો વ્હાલાં વ્હાલાંને.

જેમાંથી જે તે પોતે તે:
વ્હાલાંનાં વ્હાલાંઓ જે છે:
એવાંને હૈયામાં લેજો:
વ્હાલાં વ્હાલાંને.

૨૬-૪-૧૮૯૯