કલાપીનો કેકારવ/સ્મૃતિ
← બ્હોળો રસ | કલાપીનો કેકારવ સ્મૃતિ કલાપી |
કુસુમ માટે પ્રાર્થના → |
સ્મૃતિ
દિન એક ગયો, પછી લાખ ગયા,
શિરમાં પળિયાં પણ આવી ચૂક્યા !
ઉરનું જળવુંય શમી જ જશે,
પણ તે ચટકું ફરી ક્યાં મળશે ?
દિનરાત સદાય જળ્યાં કરવું !
સહતાં સહતાં પણ કેમ સહું ?
સહશું ! રડશું ! જળશું ! મરશું !
સહુ માલિકને રુચતું કરશું !
કંઈ બાકી રહ્યું ? હરિ ! યાચી લઉં !
ન સુકાવ ભલે જલ નેત્ર તણું !
પણ તે દિલને વિસરાવીશ ના!
સ્મૃતિ તે રહી તો દુ:ખ લાખ ભલાં !
૧૫-૧-૧૮૯૭