કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/અન્સતરા તિષ્યા

← મંડપદાયિકા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
અન્સતરા તિષ્યા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
તિષ્યા (તિસ્સા) →


२६–अन्सतरा तिष्या

બૌદ્વધર્મમાં નામાંકિત થયેલી આ એક બીજી સાધ્વી રમણી હતી. થેરી થયા પછી તે ઉપસમા પામ્યા સુધીના એના જીવન સંબંધી વિશેષ હકીકત મળી આવતી નથી. એણે રચેલી ગાથાનો ભાવાર્થ નીચે મુજબ છે.

“હે તિષ્યા ! ધર્મયુક્ત થા. ધર્મના કાર્યમાં પોતાને લગાડ. શુભ ક્ષણને તું ચાલી જવા દેતી નહિ; કારણ કે જે લોકોએ શુભ ક્ષણને નકામી ગુમાવી દીધી છે–ફોગટ જવા દીધી છે તે લોકો તેને સંભારીને શોક કર્યા કરે છે અને નરકમાં પડે છે.”