કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/તિષ્યા (તિસ્સા)

← અન્સતરા તિષ્યા કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
તિષ્યા (તિસ્સા)
શિવપ્રસાદ દલપતરામ પંડિત
સંઘા →




२७–तिष्या (तिस्सा)

નો જન્મ કપિલવસ્તુમાં શાક્ય વંશમાં થયો હતો. રાજકુટુંબની મહિલાઓની એ બહેનપણી હતી. એમની સાથે સુખવૈભવમાં એનો સમય વ્યતીત થયો હતો. મહાપ્રજાપતિ ગોતમીએ જ્યારે રાંસાર ત્યજીને ભિક્ષુણીવ્રત લીધું ત્યારે તિષ્યા પણ એમની સાથે ભિક્ષુણી બની. ત્રણ નક્ષત્ર યુક્ત તિષ્યા અથવા પુષ્ય નક્ષત્ર ઉપરથી એનું નામ પડ્યું છે. સંસારત્યાગ કર્યા પછી એણે તત્ત્વચિંત્વનમાંજ જીવન વ્યતીત કર્યું હતું અને અંતર્મુખી વૃત્તિ રાખી હતી. ભગવાન બુદ્ધદેવે એને દર્શન આપીને જે બોધ આપ્યો હતો તે એણે પોતાની ગાથામાં ગૂંથ્યો છે.

“હે તિસ્સે ! શિક્ષણદ્વારા તું પોતાને શિક્ષિત બનાવ. તું યોગને અર્થાત્‌ શુભ ક્ષણને ફોગટ જવા દઈશ નહિ. સર્વ યોગમાંથી અર્થાત્ બંધનામાં છુટી થઈને આ લોકમાં અથવા પૃથ્વીમાં અનાસવા એટલે કે પાપશૂન્ય થઈને વિચરણ કર.”