કિસા ગોતમી અને બીજાં સ્ત્રી રત્નો/સંઘા

← તિષ્યા (તિસ્સા) કિસા ગોતમી અને બીજાં સ્ત્રીરત્નો
તિષ્યા (તિસ્સા)સંઘા
શિવપ્રસાદ દલપતરામ પંડિત
ધર્મદિન્ના →


२८–संघा

ની કથા શેરી ધીરાને મળતી છે અર્થાત્‌ બુદ્ધદેવના ઉપદેશથી તેને જ્ઞાન અને વૈરાગ્ય ઊપજ્યાં હતાં અને ધર્મનું ચિંત્વન કરતાં આખરે અર્હત્‌પદ પ્રાપ્ત કર્યું હતું. એણે રચેલી ગાથામાં એ પોતાના ત્યાગનું વર્ણન નીચેના શબ્દોમાં કરે છે:—

“તજ્યું છે ગૃહ, પુત્ર પશુ આદિ સંપદ,
તજ્યાં છે વળી રાગદ્વેષ, અવિદ્યા વિપદ;
કર્યો છે સમૂળ નાશ જીવનની સમસ્ત તૃષ્ણાઓનો,
મેળવી છે શાંતિ આજે નિર્વાણમાં.”