કુસુમમાળા/કોયલનો ટહુકો
← શિયાળાનું એક સ્હવાર | કુસુમમાળા કૉયલનો ટહુકો નરસિંહરાવ દિવેટિયા |
મધ્યરાત્રિયે કોયલ → |
કૉયલનો ટહુકો
[રાગ સોરઠ, તાલ ઝંપા]
અલી કોકિલા! ટહુકો મીઠો તુજ માહરે હઈડે વશ્યો,
સુણી તેહ આ હઈડે બીજો ટહુકો ઊઠીને ધશ્યો,
અલી કોકિલા ! o
શીળી ચાંદની આલિઙ્ગતાં સ્મિત જ્ય્હાં કરે લહરી ઝીણી,
સિન્ધુ એહવો આનન્દનો ક્ષણ ઝાંખું તે ટહુકો સુણી,
અલી કોકિલા ! o
ટીકા
ફેરફાર કરોબીજો ટહુકો - કૉયલનો ટહુકો સાંભળી હૃદયમાં થતો આનંદનો પ્રતિધ્વનિ, આનંદની ઊર્મિ.
'શીળી ચાંદની' ઇત્યાદિ - જ્ય્હાં - જે સિંધુમાં.
આનંદસિંધુનું સ્વરૂપ પ્રથમ પંક્તિમાં જણાવ્યું છે.
આનંદસિંધુ ઝાંખવો - એટલે આનંદ પ્રાપ્ત કરવો. આનંદ એ વસ્તુ તો શાશ્વત છે, પણ માણસ ત્હેને કોઈ કોઈ વાર ઝંખે છે ત્ય્હારે આનંદનું ભાન થાય છે, એમ કલ્પના કરી છે.