ગાંધીજીનો અક્ષર દેહ - ૧/ઍડવોકેટ તરીકે નેાંધાવા માટે અરજી

← પોતે ઈંગ્લંડ શા સારુ ગયા ગાંધીજીનો અક્ષરદેહ
ઍડવોકેટ તરીકે નેાંધાવા માટે અરજી
[[સર્જક:મોહનદાસ કરમચંદ ગાંધી|મોહનદાસ કરમચંદ ગાંધી]]
હિંદ ભણી વતનને રસ્તે →


૧૩. ઍડવોકેટ તરીકે નોંધાવા માટે અરજી
મુંબઈ,

નવેમ્બર ૧૬, ૧૮૯૧


ન્યાયની વડી અદાલતના પ્રોથોનોટરી
અને રજિસ્ટ્રાર જોગ
મુંબઈ

સાહેબ,

હાઈકોર્ટના ઍડવોકેટ તરીકે દાખલ થવાની મારી ઇચ્છા છે. ગયા જૂન માસની ૧૦મી તારીખે ઇંગ્લંડમાં હું બૅરિસ્ટર તરીકે નોંધાયો છું. ઈનર ટેમ્પલમાં મેં બાર સત્ર ભર્યા હોઈ મારો ઇરાદો મુંબઈ ઇલાકામાં વકીલાત કરવાનો છે.

બૅરિસ્ટર તરીકે નોંધાયાનો મારો દાખલો હું આ સાથે રજૂ કરું છું. મારા ચારિત્ર્ય અને શક્તિ માટેના દાખલાની બાબતમાં જણાવવાનું કે ઇંગ્લંડમાં કોઈ ન્યાયાધીશ પાસેથી મેં કોઈ પ્રકારનું સર્ટિફિકેટ મેળવ્યું નથી કેમ કે મુંબઈની વડી અદાલતમાં અમલમાં આવતા નિયમોની મને જાણ નહોતી, ઇંગ્લંડની ન્યાયની સૌથી ઉચ્ચ અદાલતમાં બૅરિસ્ટર તરીકે ધંધો કરતા મિ. ડબલ્યુ. ડી. એડવર્ડઝ પાસેથી મળેલું સર્ટિફિકેટ હું જોકે આ સાથે રજૂ કરું છું.


ઇંગ્લંડમાં ચાલતા જમીનની મિલકતના કાયદાઓના સંગ્રહના ગ્રંથના તેઓ કર્તા છે. અને તે ગ્રંથ બૅરિસ્ટર થવા માટેની છેવટની પરીક્ષા માટે મુકરર થયેલાં પુસ્તકોમાંનો એક છે.

હું છું સાહેબ, આપનો

આજ્ઞાંકિત સેવક,

મો. ક. ગાંધી


[મૂળ અંગ્રેજી]

महात्मा, ભાગ ૧; અસલની છબી પરથી