ગુજરાતની ગઝલો/અગર તે ચાર શિરાઝી !

← દરકાર ગુજરાતની ગઝલો
અગર તે ચાર શિરાઝી !
[[સર્જક:|]]
૧૯૪૩
સલામતી →


૯ : અગર તે યાર શિરાઝી !


અગર તે યાર શિરાઝી મહારું મન મેળાવે !
સમર્પું હું બુખારા ને સમર તિલ શ્યામને ભાવે.

પૂરેપૂરો દેઈ દે, સાકી ! મદિરા સાર,
સરિતા રુકનાબાદનો નિર્મળ શીત કિનાર;
લતા મંદિર મુલ્લાનાં કહો ક્યાં સ્વર્ગમાં લાવે? અગર૦

પેલી છોટી ગોરીઓ ધારે પૂર્ણ ગુમાન,
કરે, અરે અફસોસ છે, બધું શહર મસ્તાન;
હરી ગઈ દિલથી ધીરજ યાર ! તુરક જ્યમ લૂંટ લુંટાવે. અગર૦

અમારી પ્રીત અપૂર્ણની પિયુ ખૂબી બેદરકાર,
રસ સુગંધી તોય તિલ કેરી શી દરકાર ?
સહજ કાંતિ રૂપાળી ને મને જે મોહ ઉપજાવે. અગર૦

સુંદરતા વધતી ઘણી યુસૂફ કેરી નિત્ય,
મેં જાણ્યું નક્કી હવે એવી પ્રીત ખચીત;
પતિવ્રતના પટંચલથી ઝુલેખા ખેંચીને લાવે. અગર૦

પી મદિરા સુણ ગાનનાં તાન મસ્ત તું હોઈ,
દેખ ન દુનિયામાં કંઈ કરી કારીગરી કોઈ;
નિપટ આ ખેલ દુનિયાનો ન ખોલ્યો કોલીને લાવે.અગર૦

પ્યારી ઉર ધરો જરા શીખ હમારી માન,
નિજ નિર્મળ અંતર વિષે નસીબવાન જવાન;
શિખામણ વૃદ્ધ દાનાની અહો પ્રિય પ્રાણથી કહાવે. અગર૦

મેં વચનો મીઠાં કહ્યા તેં કટુતાનો સાર,
પરમેશ્વર તુજ ભલું કરો, પરંતુ રે મુજ યાર;
બહુ છાજે કથન કડવાં, અહો! મીઠે અધર લાવે. અગર૦

રચી ગાન પર ગાન તેં, મોતી પરોવ્યાં સાર,
આવ બેસ ખુબ તાનમાં ગા ખુશ હાફિઝ યાર;
રૂડી મંદાકિનીનો હાર તને આકાશ પહેરાવે. અગર૦