← છેલ્લો આશરો ગુજરાતની ગઝલો
ખુદાનો બંદો
[[સર્જક:|]]
૧૯૪૩
દિલબરની પાની હો →



૮૧ : ખુદાનો બંદો


નહીં આશના આશનાથી જુદો છે,
ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે.

લડે જંગ આ ને કરે હુકમ પેલો,
સિપાહી નહીં પેશવાથી જુદો છે.

ભરાયા કટોરા શરાબે શિરાઝી,
કરે જેમ ગુર્બા કરે તેમ ગાઝી;
ગુનો શાહનો ના ગદાથી જુદો છે,
ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે.
 
ઊભી આયના પાસ દિલબર મહારી,
તને જોઉં કે છબી જોઉં તારી ?
ન ચેહરો જરા ચેહરાથી જુદો છે,
ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે.
 
ગજાવી રહ્યા મુત્રિબો મસ્ત મેહફિલ
રહ્યા પાડી આવાઝથી સાર હરદિલ;
નહીંતાર તે તંબૂરાથી જુદો છે,
ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે.

હતું રૂ બની તેની મલમલ મુલાયમ,
થઈ છે રહી તન ઉપર કેવી કાયમ?
નહીં તાંતણો તાંતણાથી જુદો છે,
આ ખુદાનો ને બંદો ખુદાથી જુદો છે.

જુદા લેઈ રસ્તા જવું એક દેશે,
બની સંત કે, કોઈ દર્વેશ વેષે;
મુસલ્માં નહીં હિંદવાથી જુદો છે,
ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે.


લઈ હાથમાં નાડ મારી હકીમે
ઉચાર્યું 'પતલ્યા' અવાજેથી ધીમે;
'નહીં રોગ તુજ માહરાથી જુદો છે,'
ખુદાનો ન બંદો ખુદાથી જુદો છે.