← તું સુખી મારા વાસમાં? ગુજરાતની ગઝલો
રુબાઈ
[[સર્જક:|]]
૧૯૪૩
દિલરુબાના હાથમાં →


ખ્વાજા ભક્ત સત્તારશાહ નિઝામી

૭૭ : રુબાઈ

વિશ્વવ્યાપી છે, છતાં સંતાય છે,
એ સનમ શરમાળ છે શરમાય છે. ૧
 
પ્રેમીઓના દિલમાં લાગી લહાય છે,
નેવનાં જલ મોભે જઈ ઊભરાય છે. ૨

દેખીને બળતાં હૃદય બોલ્યા સનમ,
છો બળે એ મોજ મારી થાય છે. ૩

કોઈ રડતા, કોઈ હસતા જાય છે,
જેના જેવાં કર્મ તેવો ન્યાય છે. ૪

સદ્દગુરુ કર સત્ અનુભવ પામવા,
મનમુખી ઊંચે ચડી પછડાય છે. ૫

પ્રેમીઓ પહેલાં રડે, પાછળ હસે,
સાંભળો છો, શું કહ્યું? સમજાય છે. - ૬

જિંદગી કુરબાન કરવા પ્રેમમાં,
પ્રેમી જીવો પ્રેમપંથે ધાય છે. ૭
 
પ્રેમ વિણ જીવ મોહના ફંદે ફસી
દામમાં કે કામમાં લલચાય છે. ૮

પ્રેમીઓ વિણ બાકીના 'ત્તારશાહ'
'કોણ દુનિયાથી હસીને જાય છે? ૯