ગુજરાતની ગઝલો/દિલરુબાના હાથમાં
← રુબાઈ | ગુજરાતની ગઝલો દિલરુબાના હાથમાં [[સર્જક:|]] ૧૯૪૩ |
ખપના દિલાસા શા ? → |
'મુહિબ'
દેહરૂપે ચેતનાના હાથમાં,
દિલરુબા છે દિલરુબાના હાથમાં;
કલ્પના છે આસ્થાના હાથમાં,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
રાગ સાથે રંગને અનુરાગ છે,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
પ્રેમને સૌંદર્યનો મેળાપ છે,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
માટી થઈ મુજ દિલ ઊગી રૂપાંતરે,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
બે લૂંટારા છે અને દિલ એકલું,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
કઈ દિલ બચશે ન લૂંટાયા વગર,
દિલરુબા છે દિલરુબાના હાથમાં
શીશ મારું ચર્ણમાં તેના નથી.
દિલરુબા છે દિલરૂબાના હાથમાં.
દિલરુબાના હાથમાં છે દિલરુબા,
દિલરુબા છે દિલરુબાના હાથમાં.
છે મુખે ગઝલો 'મુહિબ' તારી અને
દિલરુબા છે દિલરુબાના હાથમાં.