ગુજરાતની ગઝલો/ખપના દિલાસા શા ?
← દિલરુબાના હાથમાં | ગુજરાતની ગઝલો ખપના દિલાસા શા ? [[સર્જક:|]] ૧૯૪૩ |
છેલ્લો આશરો → |
'પતીલ'
જતાં મદફન તરફ ઘરથી બજવવા ઢોલતાસા શા?
બજવવા ઢોલતાસા શા? ઊજવવા આ તમાશા શા?
થતાં પહેલાં ઝભે મુજને હતું ના કોઈ ઓળખતું,
કબર આગળ હવે મારી ફૂલો, સાકર, પતાસાં શાં?
ગયો રમનાર વેચાઈ સદાની બેનસીબીને;
પછીથી નાખવા તેની ઉપર શતરંજપાસા શા?
બીજાને કાજ તે એકે હતો હરગિઝ મુકાયો ના−
કહો, પોતાની હાલત પર પછી મૂકવા નિસાસા શા?
દમે આખર પતલિયાને કહો છો શું તમે આવી?
ન આપ્યો પ્રેમ તો મુજને–હવે ખપના દિલાસા શા?