← સાકીને ઠપકો ગુજરાતની ગઝલો
સનમની શોધ
[[સર્જક:|]]
૧૯૪૩
હું બાવરો →


ર૭ : સનમની શોધ


પેદા થયો છું ઢુંઢવા તુંને, સનમ !
ઉમ્મર ગુઝારી ઢુંઢતાં તુંને સનમ !

છે દુશ્મનો લાખો ભુલાવા રાહને,
દુશ્મન બનાવી યાર અંજાયો, સનમ !

ગફલત મહીં હું, ઝાલિમો કાબિલ એ,
જુદાઈ યારોની મઝા એને, સનમ !

જે રાહદારીમાં અમોને લૂટતું,
ઉમેદ બર આવો નહીં એની, સનમ !

તારી મદદ કોને હશે ? માલૂમ નહીં,
શું યારના દુશ્મન સહે યારી ? સનમ !

પાંચે નમાઝે ઝૂકતાં તારે કદમ,
આડા ફરે છે બેખુદાઓ એ સનમ !

છો દમ બ દમ ખંજર રમે તારૂં દિલે,
કાફર તણું કાતિલ ખેંચી લે, સનમ !

તું માફ કર, દિલદાર ! દેવાદાર છું:
છે માફ દેવાદારને મારા, સનમ !

કાંઈ નઝરબક્ષી થવી લાઝિમ તને,
ગુઝરાનનો ટુકડો ઘટે દેવો, સનમ !

પેદા થઈને ના ચૂમી તારી હિના,
પેદા થયો છું મોતમાં જાણે, સનમ !

શાને કસે છે મુફત આ લાચારને ?
દાવો સુનાનો છે હમારો ના, સનમ !

પથ્થર બની પેદા થયો છું પહાડમાં,
છું ચાહનારો એ ય તુંથી છું, સનમ !