ગુજરાતની ગઝલો/સનમને સવાલ(સાગર)
← તરુણું તરલાનું પ્રેમગાન | ગુજરાતની ગઝલો સનમને સવાલ [[સર્જક:|]] ૧૯૪૩ |
દરગાહ બસ મુજ કત્લગાહ → |
સાગર
શબ્દ? સનમ ! આપશે? પૂછું? સનમ ! જિવાડશે?
દિલથી દિલ દબાવશે ? તું ગોદમાં સુવાડશે ?
અગર-છું હું તુજ શિકાર:
કત્લનો ય તલબગારઃ
યારની અમર કટારઃ
ઘા પૂરો લગાવશે ?
વીતી જતાં વરસ વરસઃ
જિગરમાં મગર તરસઃ
તો-સનમ ! પૂછું છું બસઃ
પૂરું કરી પિવાડશે?
લાગી, સનમ ! દિલલગન?
શી રોમ રોમ આ અગન?
કિસ્મતે ફક્ત રુદન ?
સૂકું સુમન ! ખિલાવશે?
જિગર જપે એક યારઃ
ઈશ્ક યારનો પુકાર:
તો કટાર યા દિદાર?
યાર ! કૈં ચખાડશે?
રગરગે તૂંહિ તમામઃ
જે ચીરી અય ! નેકનામ !
આવશે કશું ય કામ?
આમ યા જલાવશે ?
અસ્થિ, માંસ, ચર્મમાં:
વિચાર, વાણી, કર્મમાં:
સનમ ! શરાબી ધર્મમાં–
કદમ કહે ! ઠરાવશે?
યાર કે છું અરજદાર?
યા હજી ઉમેદવાર ?
કે સનમ ! હું ભટકનાર?
કંઈ જવાબ આપશે?.
હું તને શું? બોલ! બોલ!
તું મને શું ? ભેદ ખોલ !
દદ બોલ ! ઈશ્ક બોલ !
ક્યાં સુધી તપાવશે ?
જિગર જો ! કર્યું હર્રાજ:
પહેર્યું તુજ ફકીરી તાજ:
તો-કદમનું અમર રાજ-
જિગરમાં જમાવશે?
શબ્દ ? આપશે, સનમ?
જીવ્યું જિતાડશે, સનમ ?
સૂવે તું ત્યાં, કહે ! સનમ?
શું ગોદમાં સુવાડશે?