ગ્રામોન્નતિ/આદર્શ ગામડું
← ૨૬ ગ્રામજીવનના પ્રદર્શનનો સહજ ખ્યાલ | ગ્રામોન્નતિ આદર્શ ગામડું રમણલાલ દેસાઈ |
૨૮ ગ્રામોન્નતિના માર્ગ → |
ગ્રામોન્નતિ
આ દ ર્શ ગા મ ડું
આદર્શ બની ચૂક્યાં એમ સમજી લેવું. સત્કાર્ય સર્વદા પ્રસરે છે. એક આદર્શ ગામ અનેક આદર્શ ગામો ઊભાં કરી શકશે.
અશક્ય નહિ
તનો સંબધ
કલ્પના
મૂર્તિ ઘડી રાખી આપણાં ગામડાંને તેવું સ્વરૂપ આપવા આપણે સહુ પ્રયત્નશીલ બનીએ. આજના ગામડાં શું માગી રહ્યાં છે તે એ કલ્પનામાંથી – એ મૂર્તિમાંથી – એ નકશામાંથી આપણને જડી આવશે. અને જ્યારે આપણે આદર્શ ગામની વિગતોનું પ્રથઃકરણ કરીશું ત્યારે એમ પણ લાગશે કે એમાંની ઘણી જરૂરિયાતો પૂરી પાડી શકાય એમ છે.
જરુરિયાતો
(૧) સ્વચ્છ અને હવા અજવાળા વાળાં મકાન. ગામડું મહેલ માગતું નથી. પરંતુ તેમાં નિવાસ કરનારને સંકોચ ન પડે એટલી જગા તો તે જરૂર માગે. સૂર્યનાં કિરણો અને હવાની અવરજવર પૂરતી હોય, નાનાં મોટાં સહુ સહુની મર્યાદા અને એકાન્ત સચવાય એવી સગવડ હોય, નિત્ય કાર્યો માટે આરોગ્ય સચવાય એવી ગોઠવણ હોય તથા આંગણું અને વાડાની મોકળાશ હોય એવી ઘરની રચના હોવી જોઇએ. ગામડાનું ઘર આટલું માગે એ શું વધારે પડતું છે ? કીમતી, ઈંટેરી, સીમેન્ટની હવેલીઓ વગર ચાલશે. પરંતુ સામાન્ય મકાન કે ઝૂંપડીમાં આટલી સગવડ તો જોઈએ જ.
(૨) પશુઓ માટેનાં સ્વચ્છ રહેઠાણ. જાનવરોને પણ માણસ જેટલી જ હવા અજવાળાની જરૂર છે. બની શકે તેમ બન્નેનાં રહેઠાણ જુદાં સારાં. ન બને ત્યાં બન્નેનાં રહેઠાણો વચ્ચે યોગ્ય આંતરા તો જોઇએ જ.
(૩) સારા અને સ્વચ્છ રસ્તા. ઈજનેરો અંદાજ બનાવે છે એવા ખર્ચાળ પાકા રસ્તાની આપણે વાત જવા દેવી એ જ ઠીક છે. ગ્રામોન્નતિને અને મોંઘી વસ્તુઓ કે મોંઘાં માણસોને ક્ષણવાર પણ બનતું નથી. પરંતુ ચાર કે પાંચ વર્ષની અંગમહેનતમાં રેતી કાંકરા પાથરેલા રસ્તા લગભગ બધાં ય ગામ ધારે તો બનાવી શકે એમ છે.
આ રસ્તામાં ગામઠાણના તેમ જ સીમના રસ્તાઓનો સમાવેશ થાય છે. રસ્તાઓનાં દબાણ કરવાં બહુ સહેલ છે. પરંતુ આદર્શ ગામમાં તો સાર્વજનિક રસ્તાનું દબાણ કરવું એ પાપ માનવું જોઈએ.
વળી એ રસ્તાઓની સફાઈ ભંગીઓથી અગર સાફસૂફી કરનાર નોકરોથી બને તો રખાવવી. અને તેમ ન હોય તો ગામ લોકોએ પોતાની જાતે રાખવી જોઈએ. ઘરઆંગણે કે રસ્તા ઉપર કચરો પડ્યો રહે એ ગામ આદર્શ તરીકે ન જ ઓળખાય.
આજ ઊડતી ધૂળ પણ આદર્શ ગામડાંમાં ન જ હોય.
(૪) પીવાના પાણીનું પૂરતું સાધન. ગામડાંમાં વૉટરવર્ક્સ નહિ હોય તો ચાલશે. પરંતુ શેરીએ શેરીએ મીઠા પાણીનો કૂવા તો અવશ્ય હોવા જ જોઈએ. કૂવા સ્વચ્છ કરવા માટે ગાળવાની જરૂર સૌએ સમજવી જોઈએ. કૂવાની રચના પણ એવી જોઈએ કે જેથી પાણીમાં કચરો ન પડે અને જંતુઓદ્વારા રોગના ઉપદ્રવ ન ફેલાય.
(૫) માણસ સાથે ઢોરને પણ પીવાના પાણીનાં સાધન જોઈએ. કુવે કૂવે હવાડા ભરાય તો સાધન મળી રહે. તળાવનો પણ ઉપયોગ સાચવીને થાય.
(૬) નાવા ધોવા માટે તળાવ. ગામના પ્રમાણમાં એકાદ બે ઓવારા માણસો માટે અને એકાદ બે ખડીઆટ જાનવરોની ચઢઉતર માટે હોવાં જોઈએ. તળાવમાં પાણી ચાલે એ માટે જરૂરી ખોદકામ અને બાંધકામ પણ થવાં જોઈએ. ખોદકામ તો ગામલોકો ધારે તો વર્ષોવર્ષ ચાલ્યા કરે. કેટલીક પાળ કે બંધારા પણ ગામલોકો જાતે બાંધી શકે.
(૭) પાણી વહી જવાના કાંસ. વરસાદ કે નદીના પાણીને કેળવતાં આવડવું જોઇએ. નહિ તો ગામમાં ખાડાઓ પડી, પાણી ભરાઈ રહી, મચ્છર અને મચ્છરદ્વારા ટાઢીઆ તાવનો ઉપદ્રવ થયા વગર રહે નહિ. વરસાદનાં વહી જતાં પાણી સાથે આપણી જમીનની ફળદ્રુપતાનો કેટલોક ભાગ પણ ઘસડાઈ જાય છે. એ તરફ હજી આપણું ધ્યાન સુદ્ધાં ગયું નથી. પાણીના માર્ગ માટે ગરનાળાં અને પૂલ-પાકા ન બને ત્યાં લાકડીપૂલની પણ જરૂર ખરી.
(૮) અંધારિયામાં શેરીએ શેરીએ દિવાબત્તીની સગવડ. શેરીનાં માણસ ધારે તો વારાફરતી આ કામ માથે લઈ શકે છે. એક શેરીમાં એકબે દિવા હોય તો બસ થઈ જાય.
(૯) અતિથિ અભ્યાગતને માટે અગર ગામાત કામ – સમૂહ વિચારણા–સભા માટે ધર્મશાળા કે ચોરા સરખું મકાન.
ઉપરની જરૂરિયાતો સ્થૂલ પ્રકારની – આંખે દેખી શકાય એવી – નિત્ય વ્યવહારની છે. તેને સ્થૂલ કહેવામાં તેમને ઉતારી પાડવાનો જરા પણ ભાસ થવો ન જોઈએ. આદર્શ ગામમાં ઉપરની એકે વસ્તુ વગર ન ચાલે.
છતાં તેમાં સામુદાયિક સંસ્કારની ભાવના અને ગ્રામજીવનના માનસવિકાસનું પ્રતિબિંબ વધારે સ્પષ્ટતાથી પડે છે. ઓવારાનો પણ નિત્ય ઉપયોગ છે અને એક દવાખાનાનો પણ નિત્ય ઉપયોગી છે. પરંતુ સ્થૂલ ઓવારો બંધાઈ ગયા પછી તેના નિત્ય ઉપયોગ માટે સંસ્થાબદ્ધ કાર્ય કરવાની જરૂર રહેતી નથી. પરંતુ દવાખાનું સ્થાપ્યા પછી વૈદ્ય ડૉક્ટરની હાજરીનો, દવાના જથાનો, દર્દીઓની નિત્ય સારવારનો એમ સતત રોજના પ્રશ્નો ઉકેલવાનો એમાં વિચાર રાખવો પડે છે. એટલે તે જ્ઞાનની, સંસ્કારની, અને નિત્ય સમૂહ ઉપયોગની વ્યવસ્થા માગે છે. જ્ઞાનસહ ઉપયોગ કરવાની આ સંસ્થાઓને આપણે ગ્રામજીવનના ઉપયોગ અંગમાં જ્ઞાનઅંગ તરીકે ઓળખાવીએ તો ચાલી શકે – બીજા સારા વર્ગીકરણને અભાવે. તેમનો વિચાર કરતાં નીચેની યાદી તરત બનાવી શકાશે :—
(૧) શાળા. વર્તમાનયુગની કેળવણી વિષે અનેક ચર્ચાઓ અને મતભેદો ભલે હોય. પરંતુ એટલું તો સ્વીકારાયું છે જ કે સમાજની પ્રત્યેક વ્યક્તિને લખતાં વાંચતાં આવડવું જોઈએ. જ્ઞાનની ઓછામાં ઓછી યત્તા ઠરાવી આપણે તેને પ્રાથમિક નામ આપીએ છીએ. આદર્શ ગામની એકે ય વ્યક્તિ – પુરુષ કે સ્ત્રી – પ્રાથમિક શિક્ષણરહિત તો ન જ હોય.
(ર) પુસ્તકાલય, ભણેલું ભૂલાય નહિ અને સામાન્ય જ્ઞાન તેમ જ ચાલુ સમયની માહિતી ગ્રામજીવનમાં મળ્યા કરે એ ઉદ્દેશ સાચવવા આદર્શ ગામે પુસ્તકાલય વગર ન જ ચાલે.
(૩) દવાખાનું. ગામડાનો મુખ્ય ઉપદ્રવ મેલેરિયા – ટાઢિયો તાવ – હિમજ્વર. તે ઉપરાંત આંખનાં અને ત્વચાનાં દરદ, સાધારણ પ્રકારની ઉધરસ, બેચેની કે દુખાવો, સાધારણ ઘા, રુધિરવહન એવાં સહજસાધ્ય દર્દો કે પ્રસંગોને તાત્કાલિક પહોંચી વળવા માટે પૂરતી દવાઓ ગામે હોવી જોઈએ. મોટાં દવાખાનાં વગર ગામડાં ચલાવી લેશે.
(૪) અખાડો. ગ્રામજનતાને શીસ્ત એટલે શું ? વ્યવસ્થિત સમૂહ એટલે શું ? સંઘગતિ તથા સંઘશાસન એટલે શું ? એ શીખવવું હોય તો અખાડો નભાવ્યા સિવાય છૂટકો જ નથી. આદર્શ ગામે અખાડો તો હોય જ. શીસ્ત અને તંદુરસ્તી આપતી વ્યાયામશાળા શિક્ષણ આપતી શાળા જેટલી જ ઉપયોગી છે. સ્કાઉટ – બાલચમુ તેમ જ તાલીમબદ્ધ સ્વયંસેવકોની પ્રવૃત્તિઓ આ વ્યાયામશાળાના અંગની જ ગણાય. સ્વરક્ષણ, પરરક્ષણ, ગ્રામરક્ષણની વ્યક્તિગત તેમ જ સામુદાયિક પ્રવૃત્તિઓ અખાડામાં જ વિકાસ પામે.
(૫) પંચાયત. આ સંસ્થાનાં મૂળ આર્યાવર્તના અતિ પ્રાચીન કાળ સુધી પહોંચેલાં છે. ગ્રામવહીવટની સ્વતંત્રતા એમાં સમાયેલી છે. પ્રજાસત્તાનો એમાં પ્રાચીન પડઘો પડેલો છે. એ પંચાયતદ્વારા ન્યાય ચુકવાતા, ઝઘડાઓની પતાવટ થતી, ગામનાં સામુદાયિક કામો થતાં, ફાળા ઉઘરાવાતા, ગામની જરુરિયાતાના વિચારો થઈ યોજનાઓ ઘડાતી. ગામડાંમાં પંચાયત અને શહેરમાં મહાજન એ ગ્રામ અને શહેર વહીવટનાં દૃઢ બંધારણોએ આપણા વિકાસમાં ભારે ફાળો આપ્યો છે. મૂળ કોમોનું બંધારણ ધંધાને અવલંબીને ઘડાયલું. એ કોમોનાં પ્રતિનિધાન વડે રચાયેલી પંચાયત કેન્દ્રિત રાજસત્તાના ફેરફારની અસરથી મુક્ત રહી પોતાનું અસ્તિત્વ છેક આજ સુધી અમુક અંશે જાળવી રહી છે. ગ્રામપુનર્ઘટનામાં પંચાયતનું સ્થાન બહુ મહત્ત્વનું છે. આગળ જણાવી ગયા તે બધાં ય કામ નવેસર અગર દુરસ્ત કરાવવા માટે અગર તે અને તે સિવાયનાં ગામાત કામો ઉપર દેખરેખ રાખવા માટે, ગામનું આરોગ્યરક્ષણ, ગામની સગવડ, ગામનું શિક્ષણ, ગામના ન્યાય એ સઘળી વિગતોનો ઉકેલ કરવા માટે, ટુંકામાં ગામનો વહીવટ કરવા માટે આગેવાનોનું એક મંડળ નીમાય કે ચૂંટાય એનું નામ પંચાયત. પછી તે ગામલોકોએ જાતે સ્થાપ્યું હોય કે સરકારી કાયદા અનુસાર તેનું ઘડતર ઘડાયું હોય. ગામની જરૂરિયાતો સમજી, સરકાર અગર લોકમદદ મેળવી, ગામના ઝઘડા પતાવી, સૌને માર્ગદર્શક બને એવા સ્વાર્થ રહિત આગેવાનો પંચાયતના સભ્યો તરીકે હોવા જોઇએ.
રાજવહીવટ અને ગામવહીવટ વચ્ચે પ્રત્યક્ષ સંબંધ બાંધી ગ્રામજનતામાં રાજકીય ભાન જાગ્રત રાખનાર આ જ સંસ્થા છે. એટલે આદર્શ ગામની પંચાયત પોતાનાં કર્તવ્યોનું પૂરું પાલન કરતી હોવી જોઈએ, મળી શકે એટલા હકો ભોગવતી હોવી જોઈએ અને પોતાની લાયકાત વડે ગામના વહીવટનું ભારણ સરકારને માથેથી ઓછું કરવા પ્રવૃત્ત રહેતી હોવી જોઈએ.
(૬) સહકારી મંડળી. હિંદનો ખેડૂત એવી સ્થિતિએ પહોંચ્યો છે કે તેનાથી એકલે હાથે સફળતા મેળવાય એમ નથી. ગામની ખેતી, ગામની પેદાશ, પેદાશનો વેપાર અને વેપારમાંથી મળતાં નાણાં એ સર્વમાં આખા ગામને સમગ્ર અને વ્યક્તિગત હિતસંબંધ રહે તો જ ગામની આર્થિક સ્થિતિ સદ્ધર રહી શકે. નાણાંની આપલેમાં પણ એ જ ભાવના પ્રવર્તતી હોવી જોઈએ. એકની આંટ સાચવવા બીજી વ્યક્તિ તૈયાર રહે એ નિકટ આર્થિક સંબંધ ઊભો કરવા માટે પણ સહકારી મંડળીની આવશ્યકતા છે.
(૭) વળી જરૂર પડે તો રાત્રિશાળા તેમ જ રાત્રિશાળા સામાન્યશાળા સાથે અને શિક્ષણવર્ગો પંચાયત કે સહકાર્યની સંસ્થા સાથે અગર વ્યાયામમંડળ સાથે ભેળવી પણ શકાય.
ઉપરની જરૂરિયાતો સંસ્થારૂપે પૂરી પાડી શકાય એ સહજ સમજી શકાય એવું છે. એ સંસ્થાઓની પ્રવૃત્તિમાંથી એક ફળ એ આવવું જોઇએ કેઃ
યોજના. એ રશિયાની જાણીતી થએલી ‘પંચ વાર્ષિક યોજના’ પછી ખૂબ ચર્ચાનો વિષય થઈ પડી છે. અલબત્ત, સફળતા માટે સર્વ કાર્યો અમુક ઢબનું યોજનાબદ્ધપણું તો માગી જ લે છે. છતાં રશિયાએ પાંચ વર્ષમાં કેળવણી, ખેતી, વ્યાપાર ઉદ્યોગ અને સૈનિક તૈયારીનો એક વિસ્તૃત તથા વિગતવાર કાર્યક્રમ તૈયાર કરી એ કાર્યક્રમ બહુ જ કાળજીથી સફળ કરી બતાવ્યો. ત્યારથી યોજના એ સર્વ કાર્યમાં મહત્વનું તત્ત્વ બની રહી છે. યોજનામાં ધ્યેય નક્કી થાય છે, કાર્યની રૂપરેખા નક્કી થાય છે, ખર્ચ અને બીજા સાધનો નક્કી થાય છે, અને તેને પરિપૂર્ણ કરવા માટે ઉત્સાહ અને વેગ વધે એવો પ્રચાર કરવામાં આવે છે. આપણા અવ્યવસ્થિત દેશમાં તો યોજનાની ખૂબ જરૂર છે. આદર્શ ગામની કલ્પનામાં આવી પ્રગતિસૂચક યોજના હોવી જ જોઈએ. અમુક વર્ષે શું શું કાર્ય પૂરું કરવાનું છે તે જાણવાનું અને અમલમાં મૂકવાનું ભાન ગ્રામનેતાઓને તો હોવું જ જોઈએ.
સોન્દર્ય એ ત્રણ વિ-
ભાગમાં વહેચાયેલું ગ્રામજીવન
ત્યારે આદર્શ ગામમાં સૌન્દર્ય કયે કયે સ્વરૂપે વ્યક્ત થવું જોઈએ તે આપણે વિચારી લઈએ.
ગણાવી શકાય. તથાપિ તેનું મહત્વ વિચારતાં તેને આમ જુદા ક્રમ આપ્યા છે.
ઉત્સવોની ઉજવણી અનેક રીતે થઈ શકે એમ છે. દષ્ટાંત તરીકેઃ
(૧) શાળાનો ઇનામસમારંભ,
(ર) વ્યાયામસંમેલનો અને શરતો,
(૩) સમૂહસંગીત – પ્રભાતફેરી, પ્રાર્થના તથા ગરબા, રાસ વગેરે
સ્વરૂપમાં,
(૪) પ્રદર્શન,
(૫) નાટક,
(૬) ઊજાણી,
(૭) પર્યટન,
(૮) કથાવાર્તા,
(૯) મેળા તથા બજાર, જેમાં આનંદ જેટલું જ ઉપયોગનું તત્ત્વ રહેલું છે.
આદર્શ ગામની આદર્શતાનો આપણે એક સામટો વિચાર કરી જઈએ. જીવનના ત્રણ અંશો એ જ ગ્રામજીવનના પણ અશોઃ ૧ ઉપયોગ, ૨ જ્ઞાન, ૩ રસ-સૌન્દર્ય—આનંદ. આદર્શ ગામમાં એ ત્રણે અંશો તેના વિભાગોસહ ખીલવવા જોઈએ.
આયનો
ગ્રામોન્નતિ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આર્થિક | સામાજિક | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
આદર્શ ગામ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
વ્યવહાર અંગ | સૌંદર્ય અંગ- રસ અંગ- આનંદ અંગ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઉપયોગ અંગ | જ્ઞાન અંગ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
સ્વચ્છ રહેઠણ | સારા રસ્તા | પીવાનાં પાણી- સાધન | તળાવ | કાંસ | પુશ્તા | ખાડાનો અભાવ | દીવા બત્તી | ધર્મ શાળા | ચૉરો- સભાગૃહ | ચોગાન | શાળા | પુસ્તકાલય | વાચનલય | દવાખાનું | અખાડો | પંચાયત | સહકારી મંડળી | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
કૂવા | હવાડા | ઓવારા | ખડીયાટ | સામાન્ય | રાત્રિશાળા | ગ્રામજીવન સુધારવા માટે સમિતિઓ | સુધારાની ચર્ચા માટે શિક્ષણ વર્ગ | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
ઘર | આંગણું | વાડા | કૉઢ | પ્રગતિની નોંધ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
શારીરિક આર્થિક તેમજ સામાજિક અવલોકન | જરૂરિયાતોની નોંધ | યોજનાબદ્ધ કાર્યક્રમ | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
બગીચો | ઉત્સવ | ગૃહશૃંગાર | આંગણાંનો શૃંગાર | ગ્રામ શૃંગાર | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
શાળા સમારંભ | વ્યાયામ સંમેલન | સમૂહ સંગીત | પ્રદર્શન | નાટક | સંવાદ | ઉજાણી | પર્યટન | કથાવાર્તા | બજાર | મેળા | પ્રાસંગિક | નિત્ય | |||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||
પ્રભાતફેરી | સાયંફેરી | ભજન | પ્રાર્થના | ગરબા | રાસ | વૃક્ષારોપણ | ચોતરો | બેઠક | વિસામા | ||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||||