ગ્રામોન્નતિ/ગ્રામોન્નતિના માર્ગ
← ૨૭ આદર્શ ગામડું | ગ્રામોન્નતિ આદર્શ ગામડું રમણલાલ દેસાઈ |
ગ્રામોન્નતિના માર્ગ.
ગ્રામોન્નતિની ઇચ્છા પણ કેળવાયલા વર્ગમાં પ્રબળ થવા લાગી છે. અમલદાર, શાહુકાર, જમીનદાર, ધારાશાસ્ત્રી, રાજનીતિજ્ઞ, શિક્ષક, વિદ્યાર્થી સહુ ગ્રામોન્નતિને સમજવા લાગ્યા છે, અને બની શકે તે કરવાની આતુરતા પણ દર્શાવવા લાગ્યા છે. છતાં સહુને એક પ્રશ્ન થાય છે : ગ્રામોન્નતિ કરવી શી રીતે ? એની શરૂઆત કેમ થાય ?
માર્ગ પ્રમાણિકપણે લેનાર સરકારી નોકર લોકપ્રીય બની લોકો પાસેથી ઘણું ઘણું પ્રગતિકાર્ય કરાવી શકે એમ છે. લોકો સાથે હળવા-મળવામાં નિર્બળતા ગણનાર જાતે જ નિર્બળ છે. તુમાખી, ઘમંડ, કડવી વાણી, સખ્ત થવાની અને સખ્ત દેખાવાની ઈંતેજારી તથા સત્તાનો પરચો દેખાડવાનો મોહ એ જે બાહોશ, કાબેલ અને દાબ પાડનાર અમલદારનાં લક્ષણ ગણાતાં હોય તો સરકારે અને સરકારના અમલદારોએ ગ્રામોન્નતિનું કાર્ય સરકારી નોકરીદ્વારા પાર પાડવાની આશા મૂકી દેવી, ધમકાવીને, દબાવીને, થથરાવીને કામ લેવામાં કાબેલિયત અને બાહોશી માનનાર નોકરશાહીનું કાર્ય ધૂળ ઉપર લીપણું સરખું મિથ્યા છે. અમુક અંશે નોકરશાહીની જરૂર તો રહેવાની જ છે એટલે એ પણ કાર્યસાધક માર્ગે જઈ શકે એમ છે.
આ જમીનદારોએ સારો ફાળો આપવો પડશે. ખેતીમાં પ્રયોગો, નફામાં પ્રત્યક્ષ કામ કરનાર ખેડૂતોને ભાગ આપવાની સાચી વૃત્તિ, સહકાર્યની યોજના, અને ખેડૂતોનાં સુખદુઃખને પોતાનાં કરી લેવાની આવડત : એ તરફ જમીનદારો નહિ વળે તો કીસાનપ્રવૃત્તિ તથા ગણોતિયાઓની ચળવળ જેવા સામાજિક અને આર્થિક અસંતોષના ધરતીકંપ ગ્રામજીવનને હલાવી નાખશે એટલું જ નહિ પણ ઉથલાવી નાખશે. જમીન, જમીનદારી, શાહુકારી, અમલદારી અને રાજસત્તા એ સર્વ આ ભયાનક ધરતીકંપનો ભોગ થઈ પડે તે પહેલાં ભૂખી ગ્રામજનતાને પોષણ આપવાનું, વસ્ત્રહીન ગ્રામ જનતાને ઢાંકણ આપવાનું, અને ઉપર આકાશ અને નીચે ધરતીની નિરાધારતા અથવા બેજવાબદાર બેલગામ બની ગએલું ઝનુન અનુભવતી ગ્રામજનતાને રહેવા માટે ઘર, જીવવા માટે રોટલો, પહેરવા માટે વસ્ત્ર અને માનવતા સચવાય એ માટે આશાભર્યો ઉત્સાહ આપવાનું કાર્ય સહુએ કરવાનું છે.
આત્માની સંભાળ
સને ૧૯૧૧માં મેક્લેગન સમિતિમાં બ્રિટિશ હિંદના ગ્રામવિભાગનું દેવું ૩ અબજ = ૩૦૦ કરોડ જેટલું હતું એવો હિસાબ કાઢ્યો હતો.
ચૌદ વર્ષ પછી સને ૧૯૨૪માં ડાર્લીંગે અંદાજ કાઢ્યો તો એ દેવું વધીને ૬ અબજ = ૬૦૦ કરોડ જેટલું થયેલું જણાયું.
પછી બેન્કીંગ તપાસસમિતિ મળી. તેણે ૯ અબજ = ૯૦૦ કરોડ જેટલો ગ્રામદેવાનો અંદાજ કાઢ્યો.
આ અંદાજ પછી તે આર્થિક મંદીનાં એવાં વર્ષો આવવા માંડ્યાં છે કે એ દેવાના અંદાજની ડુંગર ૯૦૦ કરોડ જેટલી રકમ કરતાં કૈંક વધી ગયો છે. એનો આંકડો નક્કી કરવાની કડાકૂટ જ નિરર્થક બની જાય છે. દેવું ૯૦૦ કરોડથી બમણું થઈ ગયાનું આંકડાશાસ્ત્રીઓ બ્હીતે બ્હીતે જણાવે છે. કૃષિની પેદાશના ભાવ બેસી ગયા, અને વધારે ભાવ વખતે કરેલાં દેવાનો નિકાલ કરવાની જવાબદારી ગ્રામ જનતાને માથે ઊભી રહી છે.
બીજી બધી બાબતો બાજુએ મૂકીએ તો પણ આ એક ભયાનક ઓથાર નીચે દબાયલી ગ્રામજનતામાં ગ્રામોન્નતિ માટે અભિલાષા જાગે એટલો ભાર તો જરૂર હળવો કરે પડશે. શ્વાસ ન લેવાય એટલા બોજા નીચે કચરાયલી ગ્રામજનતા મૃતપ્રાય બને તો ગ્રામજીવન જ ભાંગી પડશે, અલોપ થઈ જશે, અને સહુના ખજાના ખૂટી સહુ ભૂખે મરશે. ગ્રામજીવન મરતાં આખું હિંદ મર્યું સમજવું. ગ્રામોન્નતિનો સઘળા આધાર ગ્રામજનતાના આત્મા ઉપર, એ આત્માની જાગૃતિ ઉપર, એ જાગૃતિની ગ્રાહકશક્તિ ઉપર રહેલો છે. એ આત્મા જીવતો રહે, જાગૃત રહે, અસર ઝીલે એટલે પ્રફુલ્લ રહે તો જ ગ્રામોન્નતિ શક્ય છે. ભાડુતી માણસો રાખી અનાજ અને અન્ય સમૃદ્ધિ ઉપજાવવાનો સમય આવી પહોંચે તે પહેલાં કૃષિની આસપાસ વિકસી નીકળેલી ગ્રામસંસ્કૃતિને જીવંત રાખવામાં સહુનો સ્વાર્થ છે.
ગ્રામજનતાની મુશ્કેલીઓ સહાનુભૂતિથી સમજી લઈએ. ગ્રામજનતા સમજવાળી, સ્કૂર્તિવાળી અને સ્વાશ્રયી થાય એવા પ્રયત્નો સતત કરવા. એનું નામ ગ્રામોદ્ધારનું કાર્ય. એટલે ગ્રામોદ્ધારનો મહામંત્ર તો ગ્રામજનતામાં જ ચેતન જગાડવાનો છે, ગ્રામજનતામાં જ ઉન્નતિની ઝંખના જાગ્રત કરવાના છે. ગ્રામજનતા ઉન્નતિને, પ્રગતિને, વિકાસને ઓળખી તે ભાગે આગળ વધ્યા જ કરે એવાં સાધનો ગ્રામજનતા પાસે મૂકવાનો, એવાં સાધનો ગ્રામજનતા મેળવે એ જોવાનો પ્રયત્ન એ આજની ગ્રામોન્નતિનું મહાકાર્ય. ગ્રામોન્નતિ ખરી રીતે ગ્રામજનતાની અભિલાષામાં જ રહેલી છે. એ અભિલાષા જાગ્રત કરવાનું, એ અભિલાષા પોષવાના માર્ગદર્શનનું કામમાત્ર ગ્રામોન્નતિમાં રસ લેનારે કરવાનું છે. એ કામ કાંઈ સહેલું નથી.
એ કેન્દ્રમાં કેળવણીના પ્રયોગ થાય, દવા અને ઉપચાર પણ થાય, તથા ખેતીના કે ગૃહઉદ્યોગના અખતરાઓ પણ થઈ શકે. સગવડ પ્રમાણે અમુક તત્ત્વ ઉપર પ્રથમ ભાર મૂકી બીજાં તો દાખલ કરી શકાય. એટલે ગ્રામોન્નતિના પ્રયોગ શાળા, દવાખાનાં, કૃષિક્ષેત્રો અને ઉદ્યોગમંદિરની આસપાસ થઈ શકે.
આવાં કેન્દ્ર સરકાર પણ સ્થાપી શકે અને ખાનગી વ્યક્તિઓ પણ સ્થાપી શકે. આ યોજના સહજ ખર્ચ માગે-જે સેવાભાવી કાર્યકર્તાઓનો સમૂહ આ કેન્દ્રના કાર્યમાં જોડાયો ન હોય તો. પરંતુ એ ખર્ચ એવો ન હોવો જોઇએ કે જે કામ કરનારને સાહેબ બનાવી ગ્રામજનતાથી જુદો પાડી દે.
માર્ગ
ગ્રામોદ્વાર ઈચ્છતા સેવકથી ગામ ઉપર ભારણ રૂપ ન જ બનાય. એનું પોષણ એણે જાતે મેળવી લેવું રહ્યું. ગામ ઉપર પોષણનું ભારણ નાખી ગ્રામસેવા કરવા જનારની પ્રતિષ્ઠા જામતી જ નથી અને તેના હેતુની પ્રમાણિકતા ઉપર જનતાને વિશ્વાસ બેસતો જ નથી. આપણા દેશની ઘણી સેવાઓ આવી વૃત્તિને લીધે સફળ થઈ શકતી નથી.
છે. એકલી ધૂન બહુ ઝડપથી ઓસરી જાય છે. એમાં નિરાશા, નિષ્ફળતા અને પ્રત્યાઘાત અચૂક ઉત્પન્ન થાય છે.
ઉપયોગ કરી શકે. આમ જેનાથી બને તેણે ધર્મ સમજીને ગ્રામોન્નતિના કાર્યમાં સહાય અને સમય આપવાં જ જોઇએ. વર્ષમાં મહિનો, મહિનામાં અઠવાડિયું અને અઠવાડિયામાં એક કલાક પણ સહુ કોઈ ગ્રામોન્નતિના કાર્યમાં ગાળે તો ગ્રામજનતાના કેન્દ્રમાં રોકાયા સિવાય અને પોષણના માર્ગો માટે શહેરનો વસવાટ જરૂરી હોય તે છતાં ગ્રામોન્નિતિના કાર્યમાં કૈંક ફાળા સહુ કોઈ આપી શકે.
નથી
શકે. ગ્રામજીવનના આનંદવિભાગને પણ નાટક, ગીત, સંમેલનો, કવાયત, રમતગમત જેવાં કાર્યથી ખીલવી શકાય. આમ એક અગર એક કરતાં વધારે બાબતો હાથ ઉપર લેઈ તેમને વર્ષોવર્ષ વિકસાવ્યા કરવી એ જ ગ્રામન્નિતિનો માર્ગ. એ સહુને માટે ખુલ્લો છે. એક વિભાગ જાગૃત થતાં બીજા વિભાગો ઉપર પણ અસર થશે જ, અને બે પાંચ વર્ષમાં ગામના જ કાર્યકર્તાઓ તૈયાર કરી શકાશે. ગામના જ રહીશોમાંથી કાર્યકર્તાઓ જાગે એટલે ગ્રામોન્નતિનો કાર્યક્રમ સફળતાને માર્ગે ચઢી ચૂક્યો એમ સમજવું.
ભર્યા છે, જીવનને શાન્તિ આપતાં, આરોગ્ય આપનાં તત્વો છૂટે હાથે વેર્યા છે. એમાં શાન્તિ છે, નિવૃત્તિ છે, સંતોષ છે; જગતને સ્વાથ્ય આપનારાં બલો છે. ગ્રામવર્તુલમાં કવિતા છે, સંગીત છે, સાત્ત્વિક સૌન્દર્ય છે, ફિલસૂફી છે, ભક્તિ છે. જગત અને જગતની પાર નજર નાખવાની બારીઓ ગ્રામજીવનમાં અસંખ્ય છે.
ગામડું આપણું દેવ
મંદિર
એ મંદિરના દેવ પોઢ્યા છે. એ દેવને જગાડવા એટલે હિંદ સમસ્તના – જગત સમસ્તના આત્મદેવને જગાડવા.
પુષ્પ, પત્ર, ફળ, પાણી, કંકુ, ચંદન, ધૂપ જે કાંઈ લઈ જવાય તે આપણે એ મંદિરમાં લઇ જઇએ, અને નાનો સરખો પણ ઘંટનાદ ભક્તિભાવ પૂર્વકકરીએ.
ગ્રામદેવતા જાગશે ત્યારે હિંદને દેવતા જાગશે.
હિંદનો દેવતા જાગ્યે જગતમાંથી ક્લેશ, કંકાસ, યુદ્ધ, ખૂનામરકી, ખેંચાખેંચી અદૃશ્ય થઈ જશે; જગત સમસ્તમાં ફૂલની ખુશબો અને સંગીતનું માધુર્ય ફેલાશે; ઉષારંગી કલાકૃતિઓ ખેંચાશે; માગ્યા મેહ વરસશે; અને ગરીબ તવંગર જેવા શબ્દો ભૂંસાઈ જઈ પ્રત્યેક માનવી સાચા સંસ્કાર ઝીલશે. જેટલી માનવતા ગામડાંમાં વિકસશે તેટલી જ આપણાં શહેરોમાં, આપણા સંસ્કારમાં, આપણા ચારિત્ર્યમાં, આપણા જીવનમાં આવશે. માનવતાની ફુવારો ગામની સપાટી જેટલો જ ઊંચો નીચો ઊંડો. ગામડાં નીચાં તો જગત નીચું. ગામડાં ઊંચાં તે જગત ઊન્નત.
આપણે સહુ નિશ્ચય કરીએ તો ગ્રામોન્નતિનો માર્ગ જડશે જ.