ચર્ચા:અડધી રાતલડીએ મને રે જગાડી

છેલ્લી ટીપ્પણી: Sushant savla વડે ૧૨ વર્ષ પહેલાં

માન.પ્રબંધકશ્રી. નવરો હતો !!! તે ખાંખાખોળા કરતાં અહીં પહોંચ્યો, આ ગીતને ’ગરબા’ શ્રેણીમાં મેલવું વ્યાજબી નથી. આમ તો આ રચના ફિલ્મગીત છે આથી આપણી પ્રકાશનાધિકારનીતિ પ્રમાણે અહીં મેલવું જ શંકાસ્પદ છે.

  • ફિલ્મ મેના ગુર્જરી (૧૯૭૫) અને આ ગીતના ગીતકાર – રમેશ ગુપ્તા (જો કે આ ગીત એ પહેલાંથી ’લોકગીત’ કે ’ગરબો’ તરીકે પ્રસિદ્ધ હોય તો આપણે રાખી શકીએ પરંતુ શબ્દો જોતાં એવું લાગતું નથી. આ ગીતકારની જ રચના હોય તેમ જણાય આવે છે.) યોગ્ય કરવા વિનંતી. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૩૦, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
[૧] આ વેબ સાઈટ પર આનું વર્ગી કરણ ગરબા અને લોકગીત હેઠળ થયેલું છે તો શું કરીશું? જોકે આ કોઈ નેજી વેબસાઈટ લાગે છે તેમાં કોઈ સ્રોતની પુષ્ટિ નથી. એક વિચાર એવો કે એક ઢંચો બનાવવામાં આવે કે જેમાં એવી માહિતી મુકીએ આ ગીત લોકગીત તરીકે પ્રખ્યાત છે પણ તેના મૂળ સ્રોતની મહિતી અગમ્ય છે. જો કોઈ પાસે આના કોપીરાઈટ હોય તે તેમણે તેની જાણ કરતાં આ કૃતિ અહીંથી હટાવવામાં આવશે. ધવલજી આ વિષયે વધુ જાણતા હશે. --Sushant savla (talk) ૨૧:૪૭, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
મારા મતે તો જો આપણને ચોક્કસપણે જાણકારી ના હોય તો કોઈ દાવો કરે પછી જ દૂર કરીએ એવી રાહ જોવાને બદલે પહેલેથી જ દૂર કરી દેવું હિતાવહ છે. આ કિસ્સામાં જે વેબસાઈટનો સંદર્ભ ટાંક્યો છે તે એક બ્લૉગ છે, અને બ્લૉગરના કહેવા પર મને વિશ્વાસ નથી. બ્લૉગજગતમાં ઉઠાંતરી, પ્રકાશનાધિકારભંગ, કે તેની અવગણના ખૂબ સાહજિક વાત છે. માટે મારા મતે તો આ દૂર કરવું યોગ્ય રહેશે. ખાસ કરીને આપણને તેનો પ્રથમ ઉપયોગ અશોકભાઈએ કહ્યું તેમ ૧૯૭૫માં થયો છે અને ગીતકારની પણ જાણકારી છે ત્યારે તો ખરો જ. હા, જો કોઈ રીતે આપણે આ ગીત તે પહેલાથી અસ્તિત્વમાં હતું તેમ સાબિત કરી શકીએ તો રાખી શકાય. મેં ઢાંચો:પ્રકાશન-અનામી બનાવ્યો છે, જેનો ઉપયોગ આપણે અજ્ઞાત સર્જકની કૃતિઓ માટે કરી શકીએ. પણ હા, તેના પ્રકાશનની માહિતિ (એટલીસ્ટ લોકવપરાશના રૂપમાં) હોવી જરૂરી છે. એ ઢાંચામાં ફેરફાર કરવાની છૂટ છે.--Dsvyas (talk) ૦૪:૩૫, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
ભલે ત્યારે કરીએ કંકુના, આજે મારા અધિકરનો ઉપયોગ કરું. :) --Sushant savla (talk) ૨૦:૧૬, ૨૧ એપ્રિલ ૨૦૧૨ (IST)ઉત્તર
Return to "અડધી રાતલડીએ મને રે જગાડી" page.