Dsvyas
શ્રી.ધવલભાઈ, ગુજ.વિકિસ્રોત માટે આપનાં માધ્યમથી સર્વે નવા જૂના વિકિમિત્રોને હાર્દિક અભિનંદન. સુશાંતભાઈ, મહર્ષિભાઈ, સતિષભાઈ જેવા જૂના મિત્રોના સંગાથની યાદ આ પળે હૃદયને ગદ્ગદ્ કરી જાય છે. અને પ્રમાણમાં નવા પધારેલા મિત્રોનો ઉત્સાહ જોઈને તો આપણે સૌ પણ નવું બળ પામીએ છીએ. ફરી એક વખત સૌને હાર્દિક અભિનંદન. --અશોક મોઢવાડીયા (talk) ૧૯:૨૩, ૨૮ માર્ચ ૨૦૧૨ (IST)
પ્રબંધક મતદાન
ફેરફાર કરોમુરબ્બીશ્રી, આપણા નવા વિકિસ્રોતના નિયમન માટે પ્રબંધકની જરૂર છે. આ પ્રબંધકના પદ માટે અહીં [૧] આપનો મત આપવા વિનંતિ. --Sushant savla (talk) ૦૦:૧૯, ૨૯ માર્ચ ૨૦૧૨ (IST)
ડાયરાને રામ રામ
ફેરફાર કરોસીતારામ...હરે કૃષ્ણ...જય માતાજી.... રામનવમીની શુભકામના...બધા કુશળ હશો...હુકમ...--જીતેન્દ્રસિંહ (talk) ૧૪:૦૦, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
- અશોકભાઇ તેમજ સતિષભાઈ સાથે પણ મોબાઈલ દ્વારા આજે મેં વાત કરી લીધી છે. તમે શરૂ કરેલ નવી શ્રેણીમાં હું પણ સહભાગી થવાનો છુ. કાલથી શ્રી ગણેશ કરી દઈશ. બીજુ કાંઇ કામકાજ હોય તો ફરમાવો... હું દરબારગઢમાં હાજર થઈ ગયો છુ....જય માતાજી....--જીતેન્દ્રસિંહ (talk) ૧૮:૦૨, ૩૧ માર્ચ ૨૦૧૨ (IST)
- અતિસુંદર, દરબારગઢનો ડાયરો હવે બરાબર જામશે. હવે આપણી સાથે વ્યોમભાઈ જેવા અન્ય સભ્યો પણ છે એટલે આ વખતના ડાયરાઓમાં રંગત આવવી જોઈએ.--Dsvyas (talk) ૦૨:૧૫, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર ધવલભાઈ, પણ પહેલા થોડુ કામ કરીને પછી ડાયરામાં અવાય... નહીતર નવા મિત્રો કહેશે કે બાપુ તો દારૂ વગરનાં ધડાકા કર્યે જ સુરાપુરા લાગે છે...એટલે અશોકભાઈએ આપેલ થોડુ કામ કરીને પછી જમાવટ કરશુ..અને આપણે ભેરૂ ક્યાં કાંઇ લઈ જવુ છે...--જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૨૧, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ એક ખાસ તમારે શિરે જવાબદારી કે, પહેલા લેખને ચેક કરી લેશો જેથી ખોટા ગપ્પા ના લાગે અને તમારી સાથે ચાલીએ...--જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૪૭, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ અને જીતેન્દ્રસિંહજી. વચ્ચે એક ડબકું મેલું....જેઠાભાઈ અને જીતેન્દ્રસિંહ (અને આમતો જરા નવા પણ અભિનંદનને પાત્ર એવા સૌ મિત્રોનાં) આ પુસ્તક પુરતું ચઢાવેલા પાનાઓનું પ્રૂફ હું ચકાસી લઈશ એટલે એ ચિંતા કર્યા વગર પાના ચઢાવ્યે જાવ. (એટલે કે સાવ ભમરડા નહીં ચીતરવાનાં હોં !!! તમે કંઈ "નવા"માં ન આવો !) આ તો શું કે મારી પાસે બધા પાનાં ગોઠવાયેલા હોય એટલે મને એ કામ વધારે સુગમ પડે અને અમુક નવાસવા મિત્રો અજાણતા નાનીમોટી ક્ષતિ રાખતા હોય તેનો સૂધાર કરવો એ આપણી જવાબદારી તો ખરી જ. લ્યો તંયે હવે બંન્ને જણા ડાયરો ધમધમાવો !!!! જય શ્રી કૃષ્ણ. --અશોક મોઢવાડીયા (talk) ૦૦:૫૩, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- જયશ્રી કૃષ્ણ અશોકભાઈ, આ તો એકદમ સરસ વાત કરી તમે. નવા મિત્રોને પ્રુફ રીડીંગની જફા ના પહોંચે અને આપણું કામ પણ એકદમ સચોટ થયેલું હોય. તમે આ બીડું ઉપાડ્યું તે અતિ ઉત્તમ કર્યું. હા, જૂના મિત્રોની જવાબદારી છે કે તેમણે ધ્યાનપૂર્વક પ્રુફરીડ કરવાનો આગ્રહ રાખવો જોઈએ. ઉતાવળે આંબા ના પાકે, અને ધીરજનાં ફળ મીઠાં. જીતેન્દ્રભાઈ, આ વખતે આપણી ટૂકડીના નેતા અશોકભાઈ છે, એટલે એ બધી જવાબદારીઓ એમની, મારે ભાગે કશું નહિ હોં.--Dsvyas (talk) ૦૩:૨૯, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ અને જીતેન્દ્રસિંહજી. વચ્ચે એક ડબકું મેલું....જેઠાભાઈ અને જીતેન્દ્રસિંહ (અને આમતો જરા નવા પણ અભિનંદનને પાત્ર એવા સૌ મિત્રોનાં) આ પુસ્તક પુરતું ચઢાવેલા પાનાઓનું પ્રૂફ હું ચકાસી લઈશ એટલે એ ચિંતા કર્યા વગર પાના ચઢાવ્યે જાવ. (એટલે કે સાવ ભમરડા નહીં ચીતરવાનાં હોં !!! તમે કંઈ "નવા"માં ન આવો !) આ તો શું કે મારી પાસે બધા પાનાં ગોઠવાયેલા હોય એટલે મને એ કામ વધારે સુગમ પડે અને અમુક નવાસવા મિત્રો અજાણતા નાનીમોટી ક્ષતિ રાખતા હોય તેનો સૂધાર કરવો એ આપણી જવાબદારી તો ખરી જ. લ્યો તંયે હવે બંન્ને જણા ડાયરો ધમધમાવો !!!! જય શ્રી કૃષ્ણ. --અશોક મોઢવાડીયા (talk) ૦૦:૫૩, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ એક ખાસ તમારે શિરે જવાબદારી કે, પહેલા લેખને ચેક કરી લેશો જેથી ખોટા ગપ્પા ના લાગે અને તમારી સાથે ચાલીએ...--જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૪૭, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર ધવલભાઈ, પણ પહેલા થોડુ કામ કરીને પછી ડાયરામાં અવાય... નહીતર નવા મિત્રો કહેશે કે બાપુ તો દારૂ વગરનાં ધડાકા કર્યે જ સુરાપુરા લાગે છે...એટલે અશોકભાઈએ આપેલ થોડુ કામ કરીને પછી જમાવટ કરશુ..અને આપણે ભેરૂ ક્યાં કાંઇ લઈ જવુ છે...--જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૨૧, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અતિસુંદર, દરબારગઢનો ડાયરો હવે બરાબર જામશે. હવે આપણી સાથે વ્યોમભાઈ જેવા અન્ય સભ્યો પણ છે એટલે આ વખતના ડાયરાઓમાં રંગત આવવી જોઈએ.--Dsvyas (talk) ૦૨:૧૫, ૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
અન્યનાં પ્રકરણ પર પાનાં ચઢે છે...
ફેરફાર કરોશ્રી.ધવલભાઈ, કૃપયા સંજયભાઈની ચર્ચાનું પાનું જોઈ લેશોજી. અગવડ બદલ ક્ષમા, પ્રકરણ ૧૧નું પાનું ખાલી છે. આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૨:૪૦, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર અશોકભાઈ, હવે મારી પાસે પણ પુસ્તક આવી ગયું છે એટલે માફી તો મારે માંગવી જોઈએ કે મારે ગઈ વખતના અનુભવને આધારે જાતે ચકાસી લેવું જોઈતું હતું. અને હા, અગવડનો તો સવાલ જ નથી.--Dsvyas (talk) ૧૫:૦૨, ૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
Sysop
ફેરફાર કરોHi, following the conclusion of your RfA, I've granted you the sysop flag. Good luck with the new wiki and please don't hesitate to poke us if you need any help. Also, fyi you can now request access to #wikimedia-admin, the channel for crosswiki coordination of admins, for that see m:IRC/wikimedia-admin. Congratulations and regards, Snowolf How can I help? ૦૬:૨૭, ૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
Authorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત
ફેરફાર કરોAuthorને બદલે સર્જક શબ્દ વાપરવા બાબત વિકિસ્રોત:Scriptorium પર આપનો અભિપ્રાય આપવા વિનંતી. - નિલેશ બંધીયા (ચર્ચા)
- હા જી, એ મારો પોતાનો જ પ્રસ્તાવ છે, જુઓ સામુદાયિક ફલક પરની ચર્ચામાં મારો ઉત્તર.--Dsvyas (talk) ૧૬:૦૮, ૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
મલયાલમ ભાષાની કોન્ફરન્સ
ફેરફાર કરોઆપનો અને શીજુ ભાઇનો મેલ મળ્યો. મારે એક વધુ મુદ્દા તરફ ધ્યાન ઉમેરવાનું છે કે હાલ વેકેશનનો સમયગાળો હોવાથી રેલવેની ટિકિટ મળવી પણ મુશ્કેલ છે(હું પોતે વારાણસીની કન્ફર્મ ટિકિટ માટે ઝૂઝી રહ્યો છું) માટે જો કોઇને જવા માટે અનુકૂળતા હોય તો ટિકિટની વ્યવસ્થા ઝડપથી કરવી જોઇએ.--Vyom25 (talk) ૧૬:૫૬, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- એકદમ સાચી વાત છે વ્યોમભાઈ તમારી, કેમકે આમે આડે માંડ પંદર દિવસનો સમય છે. પણ પહેલા એ તો નક્કી કરીએ કે શું કોઈ જવા માંગે છે? અને જો હા, તો ખર્ચનું શું? શું વ્યક્તિગત ખર્ચ કરીને જે તે સભ્ય જવાનું પસંદ કરશે કે પછી સમુદાય તેને મદદ કરશે?--Dsvyas (talk) ૧૮:૧૦, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આ બધી બાબત જો ઝડપથી નક્કી થાય તો પછી જે કોઇ તૈયાર થાય તેને ટિકીટનો મળવાનો કોઇ મોકો રહે. મારા ખ્યાલથી એક આંકડો પહેલાં નક્કી કરીએ તો નક્કી થઈ શકે કે વ્યક્તિગત ખર્ચો થઈ શકે તેમ છે કે સમુદાયની મદદ જોઇશે જ અને કોઇ ઇચ્છુક સભ્યને ખ્યાલ આવે કે તે જઈ શકે તેમ છે કે નહિં. સ્લીપર ક્લાસનું ભાડું અમદાવાદથી ત્રિવેન્દ્રમ સુધીનું ૫૫૦ રૂ. અને જો તત્કાલ ટિકીટની જરૂર પડે તો આશરે ૭૦૦ રૂ. છે. આંકડા આનાથી થોડા ફેરફાર હોય શકે છે. અને જવાનું તથા આવવાનું બંને જો સ્લીપર ક્લાસમાં કરો તો તેનું મહત્તમ બજૅટ ૧૪૦૦ રૂ. સુધીનું રાખવું જોઇએ(તત્કાલને ધ્યાનમાં લેતાં.) આ રીતે જો ત્યાં રહેવાના તથા ખાવા પીવાના આંકડા મળી રહે તો એક ચોક્કસ આંકડો મળી શકે. બીજી મહત્વની વાત એ કે જો જનાર કોઇ વિદ્યાર્થી હોય શાળા કે કૉલેજનો તો તેને જે તે શાળા કે કૉલેજ લેખિતમાં એવું આપે કે તે ભણવાના કાર્યથી ત્યાં જઈ રહ્યો છે(જેનું એક ફૉર્મ આવે છે. જે શાળા કે કોલૅજમાં વિદ્યાર્થીપાસ માટેના ફોર્મ અને કાર્યવાહી સાચવતા હોય તેની પાસેથી મળી શકે. મોટાભાગે કાર્યાલયમાંથી) તો તેને રેલવે તરફથી ૫૦% છૂટ મળે છે. અને વરિષ્ઠ નાગરિકને તો ૫૦% છૂટ છે જ.--Vyom25 (talk) ૨૦:૨૬, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- રહેવાના ખર્ચનો અંદાજીત આંકડો તો મેં ઈમેલમાં આપ્યો જ છે. જમવાનો ખર્ચ એક ટંકના આશરે ૧૦૦ રૂપિયા માંડીએ તો, ૪ ટંકના ૪૦૦ તો થાય જ. તો હવે, ગાડી ભાડું ૧૪૦૦+રહેવાના ૨૦૦૦+જમવાના ૪૦૦+રજીસ્ટ્રેશન ૩૦૦ = રૂ. ૪,૧૦૦ ઓછામાં ઓછા ગણીને ચાલવા. હું આ બધી જ માહિતી ઈમેલમાં પણ મોકલું છું, જેથી જો કોઈના ધ્યાને આ ચર્ચા ના ચડી હોય તો તેઓ પણ વાંચી શકે. વ્યોમભાઈ તમારા સિવાય અન્ય મિત્રોના વ્યવસાયની અને ઉંમરની જાણકારી તો છે જ, જેથી એટલું તો નક્કી કહી શકું કે કોઈ વિદ્યાર્થી નથી કે નથી તો કોઈ વરિષ્ઠ નાગરીક. એટલે ભાડું તો પૂરેપૂરું જ થશે. હવે પ્રશ્ન એ છે કે આટલો ખર્ચ સમુદાયે ભેગા મળીને કરવો છે? હું અન્યોને પણ અહિં ચર્ચા માટે આમંત્રું છું, જોઈએ, અન્યોનો શું મત છે. આ ચર્ચાને મારી ઈચ્છા લેખનાલય/રંગશાળા/અભ્યાસિકા/સ્ક્રિપ્ટૉરિઅમ પર લઈ જવાની નથી. પણ જો તમે બધા ઈચ્છો તો તેમ કરી શકો છો. અને ફક્ત ઈમેલ પર જ આ વિષયે ચર્ચા કરવી હોય તો પણ છૂટ છે.--Dsvyas (talk) ૨૦:૫૦, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આપણી પાસે આપણું ધ્યેય છે અને તેને પાર વાડવાની આવડત અને ઈચ્છા શક્તિ. આ માટે આપણને ન અવડતી ભાષાની કોન્ફરેન્સમાં જઈ કેટલું જ્ઞાન મળશે? જે માહિતી હોય છે તે આપણને નિજી પૂછતાચ કરવાથી પણ મળી શકે છે. તો તે માટે એટલે લાંબે ન આવડતી ભાષા ના સ્વર વ્યંજન સાંભળવા જવાનો અર્થ છે? બહુ બહુ તો એક કે બે વ્યાખ્યાન અંગ્રેજીમાં હશે. જે આપણે સમજી શકીએ. આના કરતા હું તેટલો સમય વિકિસ્રોત પ્ર કોઈ પુસ્તકના અમુક પ્રકરણ લખવાનું પસંદ કરીશ. અત્યારે હાલ મને આ કોન્ફરન્સનો ગુજરાતી સમુદાયને મસ મોટો ફાયદો થાય એમ લાગતું નથી. --Sushant savla (talk) ૨૧:૧૩, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ભાઇશ્રી સુશાંતની વાત મને પણ ઠીક લાગે છે. હું પણ ગુજરાતી વિકિ માટે કાર્ય કરવાનું પસંદ કરીશ.--સતિષચંદ્ર (talk) ૨૧:૪૭, ૧૦ એપ્રિલ ૨૦૧૨ (IST)
- શ્રી સુશાંતભાઈની સાથે સહમત છું. જો કે ખર્ચ માટેની વાત છે એટલે હું પાછો નથી હટતો !! આગળ ક્યાંક જરૂરીપણે કોઈ સમુહખર્ચ કરવાનું થાય તો મને ચોક્કસપણે સહયોગી ગણવો જ. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૨:૫૩, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- એક રીતે જુઓ તો ભાષાનો પ્રશ્ન ઘણો મોટો છે અને ત્યાં કદાચ એકપણ વક્તવ્ય અંગ્રેજીમાં ન હોય એમ પણ બને કારણ કે આખરે તો તેમની ભાષાની કોન્ફરન્સ છે. અને મને તો આપણે જે રીતે ટીમ વર્કથી કામ કરીએ છીએ એમાં કોઇ સુધારાની જરૂર જણાતી નથી. ખર્ચને જો ધ્યાનમાં ન લઈએ તો પણ આવવા તથા જવાના એક સમયના આશરે ૪૦ કલાક (કુલ ૮૦ કલાક) તો માત્ર મુસાફરીના થાય.--Vyom25 (talk) ૧૫:૫૭, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર મિત્રો. ખરૂં કહું તો મને તો એમ લાગે છે કે આપણે સહુ જે રીતે કામ કરી રહ્યાં છીએ તે પ્રમાણે, આપણે કોઈની પાસેથી નહી પણ લોકોએ આપણી પાસેથી શીખવાની જરૂર છે. આપ સહુ આ કોન્ફરન્સમાં ન જવા બાબતે જે એક જ મત પ્રદર્શિત કરી રહ્યા છો તે પરથી આપણા પરસ્પર સંબંધો વધુ દૃઢ થઈ રહ્યાનો અહેસાસ થાય છે. આપણી વચ્ચે ભલે મતભેદ ઉદ્ભવે પણ કદી મનભેદ ના થાય એ જ પ્રભુને પ્રાર્થના. જો કે નિલેશભાઈએ હજુ કંઈ જણાવ્યું નથી. જો તેઓનો નિર્ણય આપણા કરતાં જુદો હોય તો તે મને શિરોમાન્ય રહેશે.--Dsvyas (talk) ૧૬:૪૪, ૧૧ એપ્રિલ ૨૦૧૨ (IST)
- જય માતાજી ડાયરાને, તમે પણ બધા શું ગામની લઈને બેઠા છો! ભલા માણસ આપણે આપણી ગુજરાતીનું કરોને યાર! માંડ એક તો બધાય ભેરા થઈને...આત્મકથામાં ચોટ્યા છીએ... બીજુ એક વાત કહેવાની ઈચ્છા થઈ એટલે ટપકી પડ્યો છુકે, એક વાર પ્રેમદાસજીબાપુને (મહંતશ્રી પરબવાળા હનુમાનજી મંદીર-શાપર). વાતવાતમાં પુછ્યુકે, અગલ અગલ ધંધા વિષે થોડો થોડો અનુભવ લઈએ તો કામ આવે... ત્યારે મને તેઓશ્રીએ જવાબ આપ્યોકે, ૧૦ ફુટનાં અલગ અલગ ૧૦ જગ્યાએ પાણીનાં બોર કરો તો એકેય માં પાણી નહી થાય, પણ એક જ જગ્યાએ ૧૦૦ ફુટનો દાર કરો એટલે બસ પાણી જ પાણી થઈ જશે... એટલે મારૂ કહેવાનુ એમ હતુ કે, આપણે આપણી માતૃભાષાને પકડી લઈશુ તો, તેની દરેક નોંધ લેશે અને ગુજરાતી ટોચ ઉપર કદાચ હશે!!. (અહીં લખેલુ મારૂ માનવુ છે, એટલે ના ગમતા શબ્દો વાંચવામાં કાઢી નાખશો...:-) લગે રહો !!!! --જીતેન્દ્રસિંહ (talk) ૨૦:૪૬, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- એ બાપુ, ના ગમતા કાઢી નાંખશું તો બાકી શું બચશે? (મજાક કરૂં છું). તમે વખતોવખત આમ જ્ઞાનદાન કરતા રહો તો ડાયરાને જરાક ગમ્મત રે'.--Dsvyas (talk) ૨૧:૫૨, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)

સત્યના પ્રયોગો અથવા આત્મકથા ચિત્ર
ફેરફાર કરોધવલભાઈ, આપે સત્યના પ્રયોગો અથવા આત્મકથા પર પુસ્તક કવરનું ચિત્ર વચ્ચે ગોઠવ્યું હતું તે વધારે સારું લાગે છે. કેમ વળી ફેરવ્યું ? (માત્ર જિજ્ઞાસાવશ પૂછ્યું છે) અને હા, આપણે અગાઉ સહકાર્ય કરેલા પુસ્તક રચનાત્મક કાર્યક્રમનું મુખપૃષ્ઠ પણ સુશાંતભાઈ પાસે ઉપલબ્ધ હોય તો ચઢાવે એવી વિનંતી કરીશું ? હવે પછીના પુસ્તકોમાં પણ આ ચલણ રાખીએ તો તકનિકી દૃષ્ટિએ (પ્રકાશનાધિકાર વગેરે) ખોટું તો નહીં ને ? (હાલ તો આટલા પ્રશ્નો બસ છે !!!) આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૧૯:૪૬, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઈ આ વિષયને લાગતો પ્રશ્ન અહીં જ પૂછી લઉં. મેં વિકિસ્રોતની નીતિ ના અંગ્રેજી પાના પર વાંચ્યું " with no Invariant Sections, with no Front-Cover Texts, and with no Back-Cover Texts." આ વાત મને ન સમજાઈ. શું તેનો અર્થ એમ થાય કે આપણે પ્રથમ અને અંતિમ પાનું ન ચઢાવી શકાય? --Sushant savla (talk) ૨૦:૩૭, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, મને લાગ્યું કે મારું કરેલું ક્યાંક દોઢ ડહાપણમાં ના ખપે એટલે પાછું વાળ્યું હતું. તમે ચઢાવેલું ચિત્ર પ્રકાશનાધિકારની દૃષ્ટિએ કોઈ રીતે વાંધાજનક નથી. પણ આ નામનાં વિકિપીડિયાના લેખમાં રહેલું ચિત્ર વાંધાજનક હોઈ શકે કેમકે તેમાં બાપુનો ફોટો છે. જો કે મારે તેની પણ ચોક્સાઈ કરવાની છે. તમારાવાળા ચિત્ર માટે એક વિનંતી કરવાની હતી કે જો, શક્ય હોય અને તમને વાંધો ના હોય તો કોમન્સ પરના તેનાં પાનાંમાં એ કઈ આવૃત્તિનું અને કયા વર્ષમાં છપાયેલું મુખપૃષ્ઠ છે તે લખી શકીએ તો સારૂં. અને હા, સુશાંતભાઈ પાસે પણ આવું કોઈ સીધુંસાદું મુખપૃષ્ઠ હોય તો તે પણ ચઢાવીએ તો સોને પે સુહાગા થશે.--Dsvyas (talk) ૨૦:૪૪, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, એવું કયા પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે તેના પર આધાર રાખે છે. મને વાંચી જોવા દો, સમજણ પડે તો તમને કહું.--Dsvyas (talk) ૨૦:૪૬, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આભાર ધવલભાઈ, આવૃત્તિ અને વર્ષ હું કૉમન્સમાં લખી દઈશ. --અશોક મોઢવાડીયા (talk) ૨૦:૫૬, ૧૨ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, જ્યાં સુધી મને ગડ બેસે છે ત્યાં સુધી, એ ઉલ્લેખ આપણે અહિં રજૂ કરેલા કાર્યને આગળ ઉપર રજૂ કરવા માટે જે પરવાના હેઠળ મુક્ત કરાય છે તેના પરિપ્રેક્ષ્યમાં લખ્યું છે. એટલે કે, અહિં મુકેલું લખાણ તે પરવાના હેઠળ અમે મુક્ત કરીએ છીએ, પણ તે પુસ્તકના કવર પરનું લખાણ અને પુઠા પરનું લખાણ આપણા હક્કમાં નથી આવતું. આવું એટલા માટે કે સત્યના પ્રયોગો અથવા આત્મકથા આ શીર્ષકને અહિં લખવાથી તે CC-BY-SA પરવાના હેઠળ અન્યોના વપરાશ માટે ઉપલબ્ધ નથી થઈ જતું, એટલે કે એ શીર્ષકનો અન્ય કોઈને પોતાના પુસ્તક માટે ઉપયોગ કરવાની છૂટ નથી મળી જતી. જો કે મારી સમજવામાં ભૂલ પણ થતી હોય તેમ બને. હું ખરાઈ કરવાનો પ્રયત્ન કરીશ.--Dsvyas (talk) ૦૫:૧૦, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ના સમજાયું! માત્ર એટલુઁકહો ને કે આપણે પુસ્તકનું ફ્રંટ કવર મૂકી શકીયે કે કેમ? --120.61.137.84 ૨૧:૩૯, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- જી હા! જુઓ મારો ઉપરનો અશોકભાઈને સંબોધીને લખેલો સંદેશો, જેમાં મેં કહ્યું હતું કે, તમે ચઢાવેલું ચિત્ર પ્રકાશનાધિકારની દૃષ્ટિએ કોઈ રીતે વાંધાજનક નથી. પણ આ નામનાં વિકિપીડિયાના લેખમાં રહેલું ચિત્ર વાંધાજનક હોઈ શકે કેમકે તેમાં બાપુનો ફોટો છે.....--Dsvyas (talk) ૨૧:૪૭, ૧૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
- મારી પાસેના પુસ્તકમાં કોઈ ફોટો નથી તો હું સ્કેન અક્રીને ચઢાવીશ. --સુશાંત

મેં ઢાંચો:પ્ર.અ.-ભારત બનાવ્યો છે. મઠારવા / સુધારવા વિનંતી --Sushant savla (talk) ૧૮:૫૩, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સરસ. હું આના માટે કોઈક સરળ નામ વિચારતો હતો. પ્ર.અ.-ભારત ટાઈપ કરતા ભૂલ થવાની શક્યતા છે, એકાદ પૂર્ણવિરામ વિસરાઈ જાય તો ઢાંચો ના દેખાય. અને 'પ્રકાશન અધિકાર' એમ બે શબ્દો મોટે ભાગે નથી લખાતા, 'પ્રકાશનાધિકાર' એમ એક શબ્દ તરીકે જ સંધિ લખાય છે જે આપણે સામાન્યત: વાપરીએ છીએ. પણ ઢાંચામાં તમે બધીજ માહિતી સમાવીને સુંદર કામ કર્યું છે.--Dsvyas (talk) ૧૯:૪૯, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ખરું પૂછો તો મને પોતાને આ નામ જચ્યું નહતું પણ શરૂઆત કરવી હતી. પણ પ્રકાશનાધિકાર બહુ લાંબુ લાગતું હતું. તો કાંઈ ટૂંકું નએ સહેલું નામ સૂચવશો. કાંઈન સૂઝે તો પ્રકાશનાધિકાર-ભારત મૂકી દેજો. આ ઢાંચાનું નામ બદલવાનું કાર્ય તમારું.--Sushant savla (talk) ૨૨:૧૯, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સાચી વાત છે, પ્રકાશનાધિકાર-ભારત ઘણું લાંબું છે. પ્રકાશન-ભારત રાખવામાં પણ કશું ખોટું નથી જ. અથવા હક્ક-ભારત પણ રાખી શકીએ, કેમકે પુસ્તકોમાં લખ્યું હોય છે, સર્વ હક્ક પ્રકાશકને સ્વાધિન.--Dsvyas (talk) ૨૨:૩૩, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- પ્રકાશન-ભારત યોગ્ય છે બદલી દેશો. --Sushant savla (talk) ૨૨:૫૬, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- તમે શરૂ કરેલું કામ છે, તમે જ આગળ ધપાવો. તેનો શ્રેય મારે નથી લેવો.--Dsvyas (talk) ૦૪:૧૭, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- પ્રકાશન-ભારત યોગ્ય છે બદલી દેશો. --Sushant savla (talk) ૨૨:૫૬, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સાચી વાત છે, પ્રકાશનાધિકાર-ભારત ઘણું લાંબું છે. પ્રકાશન-ભારત રાખવામાં પણ કશું ખોટું નથી જ. અથવા હક્ક-ભારત પણ રાખી શકીએ, કેમકે પુસ્તકોમાં લખ્યું હોય છે, સર્વ હક્ક પ્રકાશકને સ્વાધિન.--Dsvyas (talk) ૨૨:૩૩, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ખરું પૂછો તો મને પોતાને આ નામ જચ્યું નહતું પણ શરૂઆત કરવી હતી. પણ પ્રકાશનાધિકાર બહુ લાંબુ લાગતું હતું. તો કાંઈ ટૂંકું નએ સહેલું નામ સૂચવશો. કાંઈન સૂઝે તો પ્રકાશનાધિકાર-ભારત મૂકી દેજો. આ ઢાંચાનું નામ બદલવાનું કાર્ય તમારું.--Sushant savla (talk) ૨૨:૧૯, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
મુખપૃષ્ઠ પર ભાંગફોડિયા પ્રવૃત્તિ
ફેરફાર કરોતમને લગભગ તો ખ્યાલ આવી જ ગયો હશે પણ મુખપૃષ્ઠ પર આજે આ IP ૧૯૫.૧૬૯.૯.૧૯૪ દ્વારા ભાંગફોડિયા પ્રવૃત્તિ કરવામાં આવી હતી પણ જો કે તેણે પોતે જ આ ફેરફાર રદ કરી નાખ્યો હતો. માટે આવા કિસ્સામાં ચેતવણી મેં આપી પરંતુ આ ip કોઇ બીજા દેશનું લાગે છે તો એવા કિસ્સામાં ગુજરાતીને બદલે અંગ્રેજી વાપરવી કે કેમ અને એના માટે શક્ય હોય તો કોઇ ઢાંચો કે કઈ રીતે આવા કિસ્સામાં કામ કરવું તેના મુદ્દા નક્કી કરવા કે શું કરવું તમારો શું વિચાર છે?--Vyom25 (talk) ૨૦:૧૪, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- મુખપૃષ્ઠ જેવા પાનાં ફ્રિક્વન્ટ વેન્ડલાઇઝ થાય છે માટે તેને સુરક્ષિત કરવા જ હિતાવહ છે. મેં શરૂઆતમાં એમ કર્યું નહોતું, કારણ કે મારી પાસે પ્રબંધન અધિકાર નહોતા, હવે આવી ગયા છે એટલે અને આ ભાંગફોડિયા પ્રવૃત્તિએ સાબીત કર્યું છે કે સમય પાકી ગયો છે, માટે પહેલું પગલું તો હું એ પાનાંને સુરક્ષિત કરવાનું ભરું છું. હવે વાત ચેતવણીની તો, એકાદ-બે ફેરફારો કરનારને ચેતવણી આપવા કરતા તેમને અવગણવા વધુ સારૂં છે. હા, એકનું એક IP વધુ પડતી કે વારંવાર ભાંગફોડ કરે તો તેને ચેતવણી આપવા માટે અંગ્રેજી અને ગુજરાતી બંને ભાષા વાપરવી. જો આપ ઈચ્છો તો હું એક સ્ટાન્ડર્ડ ઢાંચો બનાવી રાખું, જેનો આપણે ઉપયોગ કરી શકીએ. ધ્યાન દોરવા બદલ આભાર.--Dsvyas (talk) ૨૧:૨૧, ૧૭ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સ્ટાન્ડર્ડ ઢાંચો બનાવવાથી ચેતવણીની એક ચોક્કસ ભાષા પણ નક્કી થશે અને કોઇ યુઝર ને કેટલી ચેતવણી અપાઈ છે તે જાણવું સરળ રહેશે.--Vyom25 (talk) ૧૦:૫૦, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ઢાંચો:ભાંગફોડ-ચેતવણી બનાવ્યો છે. જો કોઈ ફેરફારો સૂઝે તો બેધડક તમે જાતે કરી શકો છો.--Dsvyas (talk) ૧૮:૦૮, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- બરાબર છે મને તો કોઇ ફેરફાર સૂઝતો નથી. આનાથી ભાંગફોડિયા પ્રવૃત્તિ સામેની ચેતવણીમાં એક સાતત્ય ઝળવાઇ રહેશે એવું મને લાગે છે.--Vyom25 (talk) ૧૧:૫૬, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ઢાંચો:ભાંગફોડ-ચેતવણી બનાવ્યો છે. જો કોઈ ફેરફારો સૂઝે તો બેધડક તમે જાતે કરી શકો છો.--Dsvyas (talk) ૧૮:૦૮, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સ્ટાન્ડર્ડ ઢાંચો બનાવવાથી ચેતવણીની એક ચોક્કસ ભાષા પણ નક્કી થશે અને કોઇ યુઝર ને કેટલી ચેતવણી અપાઈ છે તે જાણવું સરળ રહેશે.--Vyom25 (talk) ૧૦:૫૦, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
રૂપક કૃતિ
ફેરફાર કરોધવલજી, હાલમાં મુખપૃષ્ઠ પર રચનાત્મક કાર્યક્રમના પ્રથમ પ્રકરણ કોમી એકતાનો પ્રથમ ફકરો રૂપક કૃતિના ચોકઠાંમાં જોઈ શકાય છે. પણમેં જોયું છે કે તેમાં જોડણીની ભૂલો છે. જ્યારે મૂળ કૃતિમાં તે સુધારી લેવાઈ છે. મેં તે બદલવા તેનું મૂળ સ્થાન શોધવા પ્રયત્ન કર્યો. પણ આતો "ઋષિનું કુળ અને નદીનું મૂળ" જેવી ગત થઈ. તો સુધારી આપશો.--Sushant savla (talk) ૦૭:૦૬, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- મેં સુધારી લીધું છે. જો કે, મેં નોંધ્યું છે કે મોટેભાગે સભ્યો ટાઈપ કરીને પ્રકરણ પૂર્ણ કરતી વેળા પોતાનું પ્રૂફરીડિંગ નથી કરતા, ઉતાવળે ઘણી જોડણીની ભૂલો રાખી મેલે છે. જો બધા જાગૃત થઈને ઓછામાં ઓછું પોતે ટાઈપ કરેલું પ્રૂફ રીડ કરી લે તો આવી સમસ્યાઓ નડે જ નહીં.--Dsvyas (talk) ૧૬:૫૫, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- તો એ વિષે હવે આપણે પરિયોજનાન પાનામાં ઉલ્લેખ કરશું કે દરેક સભ્ય પોતે જ પ્રૂફ રીડ કરી લેવું. --Sushant savla (talk) ૧૭:૫૮, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- એ નિર્ણય આપણે લેવાનો છે. જેમ કે આ વખતે મને યાદ છે ત્યાં સુધી અશોકભાઈએ પ્રૂફરીડિંગની જવાબદારી પોતાને શિરે લીધી છે. પાછલી પરિયોજનામાં ખબર નથી કોઈએ એવી અલાયદી જવાબદારી સ્વીકારી હતી કે નહી. પણ આગામી પરિયોજનાઓમાં જો સંચાલક ધારે તો પોતે કરી શકે છે. હું હંમેશા મારા લખાણનું પ્રૂફરીડિંગ જાતે કરતો જ હોઉં છું, કેમકે તેમાં મને લાંબો વખત નથી લાગતો. પણ શક્ય છે કે અન્યો મારા જેવું ના પણ માનતા હોય.--Dsvyas (talk) ૧૮:૦૭, ૧૮ એપ્રિલ ૨૦૧૨ (IST)
- પ્રુફરીડ કરવાની જવાબદારી સંચાલક પોતે જ ઉપાડે એ હિતાવહ છે, સંચાલકનું મુખ્ય કામ મારી નજરે પોતે વધુ ટાઇપિંગ પર સમય આપવા કરતાં આયોજન કરવામાં, પ્રકરણો સોંપવામાં અને કાર્ય આગળ વધતાં ઉભા થતાં જે તે પ્રશ્નો ઉકેલવામાં સક્રિય ફાળો આપવાનું છે. આની સાથે સાથે તે એકવાર પ્રકરણ પૂર્ણ થઈ ગયા બાદ પ્રુફરીડ કરી શકે. મારા ખ્યાલથી તેની પાસે પુસ્તક હોઈ તે વધુ આસાનીથી પ્રુફરીડ કરી શકે છે. આજે હું ભદ્રંભદ્રની અનુક્રમણિકા બનાવી દઊં છું. તેનો ISBN નંબર કોઇ રીતે મળે તો તે મને આપશો અથવા પોતે જ ચડાવી દેશો તે મારી પાસે નથી. કારણ કે પુસ્તકની આગળ પાછળ કોઇ જ પાના બચ્યાં નથી.--Vyom25 (talk) ૧૨:૦૩, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- પ્રુફરીડ બાબતે આપની દલીલ વ્યાજબી છે. તો શું સુશાંતભાઈ, તમે આ જવાબદારી ઉપાડીને તમારી પહેલી પરિયોજનાનાં પુસ્તકનું પ્રુફરીડિંગ કરી દેશો? મારા ધ્યાને ઘણી ભૂલો ચડી હતી, જે ખબર નહીં કે હવે સુધરી ગઈ છે કે નહીં. અને વ્યોમભાઈ, ISBN નંબરની ચિંતા ના કરશો, જો તે નંબર નહીં હોય તો પણ કોઈ ફરક નથી પડવાનો. જો કે, આપણે શોધવાનો પ્રયત્ન તો જરૂર કરીશું.--Dsvyas (talk) ૧૪:૪૦, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- અર્થાત, મારે પણ હવે ’આત્મકથા’નું શક્ય તેટલું પ્રૂફરીડિંગ કરવું જ પડશે !! જો કે હું બને તેટલું તો કરતો જ રહું છું, છતાંએ હજુ ઘણું બાકી રહ્યું છે. પણ એ તો થઈ જશે. અને મેં સામેથી, સહર્ષ, એ કાર્ય સ્વિકાર્યું જ છે. (આ બહાને આત્મકથાનું સ_રસ મનન-ચિંતન થઈ જશે.) જો કે મારી અને સુશાંતભાઈની ઉપર આપ મિત્રો ’ગેમ’ રમી ગયા છો !!! ’વધુ ટાઇપિંગ પર સમય આપવા કરતાં આયોજન કરવામાં...’ એ પહેલાં કહેવું જોઈએ ને ?!!! (આ તો મજાક કરું છું.) બાકી સાચી વાત છે, સંચાલકે આયોજન, પ્રૂફ, સ્કેન, મેઇલ મોકલવા, જેવા કાર્યોમાં વધારે સમય ફાળવવો અને એ સામે તેઓ જરાતરા ઓછું ટાઇપિંગ કરે તો એ ક્ષમ્ય ગણાશે. હું પણ સહમત છું. તો વ્યોમજી, હવે શીઘ્રાતિશીઘ્ર આપણે ’ભદ્રંભદ્ર’નો સાક્ષાતકાર કરવા અશ્વ પલાણીયે ! (આ ’ભદ્રંભદ્ર’ ચાલશે ત્યાં સુધી અમારો આવો ત્રાસ સહન કરવો જ રહ્યો ! ’શીઘ્રાતિશીઘ્ર !!’) આભાર.--અશોક મોઢવાડીયા (talk) ૨૦:૦૨, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આમ તમારી વાત સાચી છે અશોકભાઇ આત્મકથા ઘણી લાંબી અને મોટો પ્રોજેક્ટ છે માટે તમે સ્કેનિંગ કર્યું તે કામ જ એટલું મોટું છે કે બીજા કોઇ કામની તોલે ન આવે. સાથે સાથે તમે ટાઇપિંગમાં પણ સારો એવો સમય ફાળવ્યો જે સારી વાત છે. તમે ભદ્રંભદ્રની અનુક્રમણિકા જુઓ અને કાંઇ ફેરફારની જરૂર જણાય તો સુચવો. ભદ્રંભદ્રના પ્રકરણના નામ વાંચીને જ હસવું આવે તેવું છે. ધવલભાઇ સોરી આ અન્ય ચર્ચામાં વચ્ચે ભદ્રંભદ્રને ઘુસાડવા માટે હવેથી ભદ્રંભદ્રના સેક્શનમાં જ ચર્ચા કરીશ.(આ યાવની ભાષાના શબ્દોનો લેશમાત્ર પ્રયોગ નહિ કરવા યત્ન કરીશ!!!!!!!!!!.)--Vyom25 (talk) ૨૦:૫૦, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલજી હું "રચનાત્મક કાર્યક્રમ"નું પ્રૂફરીડિંગ કરી દઈશ. અને અશોકજી સત્યના પ્રયોગોની પ્રૂફરીડિંગના કાર્યમાં મારો આપને સંપૂર્ણ સહભાગ રહેશે. હું એક ઢાંચો બનાવી દઉં છું. જે હંગામી ધોરણે આપને બતાવશે કે પાનાનું પ્રૂફરીફ રીડ થઈ ગયું છે. આવા પાનાને આપણે આગળ જઈ સુરક્ષિત બનાવી દેશું. --Sushant savla (talk) ૨૧:૧૫, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- શ્રી.વ્યોમજી, ધન્યવાદ. શ્રી. સુશાંતભાઈ, આ ઢાંચાનું કાર્ય સ_રસ કર્યું. સર્વ પુસ્તકોમાં કામ લાગશે, અને પ્રૂફરીડિંગ પત્યે જે તે પાનું સુરક્ષિત કરવાનો વિચાર પણ સારો છે. આભાર. --અશોક મોઢવાડીયા (talk) ૧૧:૪૬, ૨૦ એપ્રિલ ૨૦૧૨ (IST)

ભદ્રંભદ્ર
ફેરફાર કરોબરાબર છે, મેં અનુક્રમણિકા બનાવી દીધી છે.--Vyom25 (talk) ૧૭:૨૩, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- સુંદર.--Dsvyas (talk) ૧૯:૨૦, ૧૯ એપ્રિલ ૨૦૧૨ (IST)
- ધવલભાઇ આપે પ્રકરણ ૨ મારા ખ્યાલથી આપણે શાળામાં ગુજરાતીમાં ભણતા તેમાંથી લીધેલું લાગે છે કારણ કે તમે જે પ્રકરણ ચડાવેલ છે તે પ્રકરણ ૨ અને ૩ ની સંક્ષેપની આવૃત્તિ છે. આખું પ્રકરણ ૩ જે મારી પાસે છે તે વધુ લાંબુ છે. તમે મારા મોકલેલા પ્રકરણ ૩ ના અંતમાં જોશો તો પાઘડીની વાત આવે છે અને આપે ચડાવેલ પ્રકરણ ૨ ના અંતે પણ આ જ વાત આવે છે. માટે હું આપને પ્રકરણ ૨ મોકલું છું. મેં મોકલેલું પ્રકરણ ૩ તમારી પાસે પહેલેથી છે જ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૫૭, ૨૪ એપ્રિલ ૨૦૧૨ (IST)
- જી હા વ્યોમભાઈ, પ્રકરણ ૨ અને ૩ બંને ભેગાં હતાં. મને પ્રકરન ત્રણ હોવાનો ખ્યાલ હતો, પણ ગઈકાલે તમારી પાસેથી મળેલા પ્રકરણ ૩ની સ્કેન્ડ કોપી પરથી લાગ્યું કે મારું લખાણ આગળથી ચાલું થતું હતું અને માટે પ્રકરણ ૨માં મૂક્યું અને આપને પ્રકરણ ૨ મોકલી આપવા વિનંતી પણ મોકલી. હવે મારે ફાળે આવેલું પ્રકરણ ૪ બાકી રહ્યું. અને હા, એક બીજી વાત કે મેં મારા ત્રણે પ્રકરણોની ભૂલશુદ્ધિ કરી લીધી છે. અને પ્રકરણ ૪ની પણ કરી લઈશ.--Dsvyas (talk) ૦૪:૫૨, ૨૫ એપ્રિલ ૨૦૧૨ (IST)
- આપને નવું પ્રકરણ મોકલેલ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૪, ૧૦ મે ૨૦૧૨ (IST)

’આત્મકથા પરિયોજના’ અભિનંદન
ફેરફાર કરોશ્રી.ધવલભાઈ, ||અભિનંદન|| મહાત્મા ગાંધીજીનું પુસ્તક સત્યના પ્રયોગો અથવા આત્મકથા, સહકાર્ય પરિયોજના હેઠળ વિકિસ્રોત પર ચઢાવવાનું કાર્ય પૂર્ણ થયું છે. આ સહકાર્યમાં આપના અમૂલ્ય સહકાર બદલ હાર્દિક ધન્યવાદ. --અશોક મોઢવાડીયા (talk) ૧૮:૧૫, ૨૩ એપ્રિલ ૨૦૧૨ (IST)
શોધ
ફેરફાર કરોધવલજી, મને લાગે છે શોધનો વિકલ્પ બરોબર કામ કરે છે કે કેમ? શોધમાં મેં "સત્યના" આટલો શબ્દ નાખ્યો. પરિણામમાં કંઈ ન દેખાયું. પછીમાં "સત્યના પ્રયોગો" શબ્દ શોધ્યો પરિણામમાં ન મળ્યો. તો સોર્સમાં શું એવું છે કે તે આખું પૂર્ણ શીર્ષક જ શોધી શકે? એમ ન હોવું જોઈએ, અહીં પણ વિકિપીડિયાની માફક લેખના શીર્ષકના શબ્દો ના ઉપાક્ષરોમાં પણ શોધવું જોઈએ. આને માટે આપણે કોઈ સેટીંગ બદલવાની છે કે કોઈની મદદ લેવી પડશે?--Sushant savla (talk) ૧૯:૩૮, ૯ મે ૨૦૧૨ (IST)
- નવી બનેલી બધી જ વિકિ sites પર આ તકલીફ છે. ડેવેલોપેર્સને તેની જાણ છે, પરંતુ સમસ્યા જટિલ હોવાથી નિરાકરણ આવવામાં સમય લાગી રહ્યો છે. વિકિસ્રોત બન્યું તેના બીજે જ દિવસે આ વાત મારા ધ્યાને આવી હતી.
- અને હા, કૃપા કરી મારા ચર્ચાનાં પાનાં પર નવી ચર્ચા શરુ કરવા માટે છેલ્લા મુદ્દામાં ફેરફાર કરવાને બદલે તમે ઉપરથી નવી ચર્ચા વાલા પર્યાયનો ઉપયોગ કરો તેવો હું આગ્રહ રાખીશ. મને મારા ચર્ચાનાં પાનાંનો ઈતિહાસ વિગતે દેખાય તો મને ગમશે.--Dsvyas (talk) ૨૦:૦૭, ૯ મે ૨૦૧૨ (IST)
- લાગે છે કે સોમવાર પહેલા આનું નીરાકરણ આવી જશે. અને આ તકલીફ ફક્ત આપણે અહિં નહી, મરાઠી વિકિસ્રોતમાં પણ છે. એ ઉપરાંત નીચેની ૮ બીજી વિકિ સાઇટ્સમાં પણ આ જ સમસ્યા છે. આશા રાખીએ કે આપણી સાથે તેમની પણ સમસ્યા દૂર થાય.
- bd.wikimedia
- be.wikimedia
- ht.wikisource
- il.wikimedia
- nap.wiki
- nso.wiki
- sl.wikiversity
- wikimania2013
- --Dsvyas (talk) ૦૪:૧૪, ૧૧ મે ૨૦૧૨ (IST)
- અચ્છા! માહિતી બદ્દલ આભાર!--Sushant savla (talk) ૦૯:૩૦, ૧૧ મે ૨૦૧૨ (IST)
સોમવાર પણ નહિ, ૩૬ કલાકમાં જ શોધ બરાબર કામ કરતી થઇ જવી જોઈએ. ધ્યાન રાખતા રહેજો.--Dsvyas (talk) ૧૪:૧૪, ૧૧ મે ૨૦૧૨ (IST)Alredy થઇ ગઈ છે, ફક્ત સત્યના પ્રયોગો એટલું જ લખીને શોધતા જ્યાં એક પણ પરિણામ નહોતું મળતું ત્યાં હવે પૂરા ૧૮૧ પરિણામ મળે છે.--Dsvyas (talk) ૧૪:૧૮, ૧૧ મે ૨૦૧૨ (IST)- વાહ બહુ સરસ--Sushant savla (talk) ૧૭:૫૧, ૧૧ મે ૨૦૧૨ (IST)
- અચ્છા! માહિતી બદ્દલ આભાર!--Sushant savla (talk) ૦૯:૩૦, ૧૧ મે ૨૦૧૨ (IST)
જુની કૃતિઓ
ફેરફાર કરોમને લાગે છે આપણે પહેથી ચડાવેલી કૃતિઓના પાના હજુ ગણતરીમાં લેવાયા નથી. હવે તો માત નવા બનતા પાનાનો જ ક્રમ ઉમેરાય છે. --Sushant savla (talk) ૧૯:૩૮, ૯ મે ૨૦૧૨ (IST)
- ના એવું નથી. આપણે પહેલા પણ વાત થઈ હતી કે એ આંકડાને કોઈ જુના-નવા સાથે કોઈ લેવાદેવા નથી. આજે ધ્યાને ચડ્યું કે એક ખરાબ પાનાંને લીધે સાચો આંકડો નહોતો દેખાતો એમ લાગે છે. આજે એ પાનું શોધીને દૂર કરતા ૫૦૭નો આંકડો દેખાડે છે. ચકાસી જોજો. પ્રયત્ન કરું છું હજુ વધારે મોટો આંકડો દેખાય એને માટે, પણ આ માહિતી મુજબ ૫૦૭ મુખ્ય પાના અને ૧,૬૦૦થી વધુ અન્ય પાના દેખાય છે. પણ ૨૦૦ કરતા તો ૫૦૭ સારું જ છે.--Dsvyas (talk) ૦૪:૦૭, ૧૧ મે ૨૦૧૨ (IST)
- આભાર! ધન્યવાદ! સરસ! --Sushant savla (talk) ૦૯:૨૯, ૧૧ મે ૨૦૧૨ (IST)
આભાર
ફેરફાર કરોમારી ગેરહાજરીમાં પરિયોજનાનું કાર્ય ચાલુ રાખવા બદલ આપને માટે આ નાનકડી ભેટ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૧૯, ૧૦ મે ૨૦૧૨ (IST)
પૃષ્ઠ સુરક્ષીત કરવા સંબંધે
ફેરફાર કરોધવલજી, જ્યાં સુધી સંપૂર્ણ પુસ્તકનું પ્ર્રોફ રીડિંગ ન થાય ત્યાં સુધી તેને સુરક્ષીત ન કરવું જોઈએ એવું મારું માનવું છે. કેમકે તેમ કરતા પ્રૂફ રીડરને ખબર નહીં પડે કે આ પાનું પ્રૂફ રીડ થયેલું છે કે બાકી છે. જો કોઈ પાના વિષે શંકા હોય તો દર વખતે એડીટમાં જઈને તપાસવું પડશે જે કડાકૂટ ભર્યું છે.
તો વિકલ્પરૂપે
- જ્યાં સુધી સંપ્પોર્ણ પુસ્તક પૂર્ણ ન થાય ત્યાં સુદ્ધી ઢાંચો-ભૂલશુદ્ધિ પૂર્ણ રહેવા દેવો.
- એક નવો ઢાંચો સુરક્ષીત નામે બનાવવો અને પાનું સુરક્ષીત થયે તે ઢાંચો ત્યાં મુકવો અથવા સુરક્ષીત લેખમાં તે ઓટોમેટીક દેખાય તેવું કરવું.
--Sushant savla (talk) ૨૦:૫૨, ૧૫ મે ૨૦૧૨ (IST)
- ભલે.--Dsvyas (talk) ૦૧:૦૯, ૧૬ મે ૨૦૧૨ (IST)
- ધવલભાઇ આ ઢાંચો:! નો શો ઉપયોગ છે?--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૦, ૧૬ મે ૨૦૧૨ (IST)
- તે સુરક્ષિત કરવાના લોગમાં મને મળ્યું માટે પ્રશ્ન થયો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૮:૦૧, ૧૬ મે ૨૦૧૨ (IST)
- વ્યોમભાઈ, ઢાંચો:! સ્વતંત્રરીતે કોઈ કામમાં નથી આવતો. તે બીજા અનેક ઢાંચાઓમાં એક પેરામીટર તરીકે વપરાય છે. અને તે કારણે જ જો કોઈક એ ઢાંચામાં ભાંગફોડ કરે કે અખતરા કરવા જાય તો બીજા ઘણા ઢાંચાઓને અસર પહોંચે. અને માટે જ તેને સુરક્ષિત કરવામાં આવ્યો છે.--Dsvyas (talk) ૦૪:૨૧, ૧૭ મે ૨૦૧૨ (IST)
- બરાબર....--Vyom25(મને વ્યોમ કહો) ૦૯:૪૫, ૧૭ મે ૨૦૧૨ (IST)
- વ્યોમભાઈ, ઢાંચો:! સ્વતંત્રરીતે કોઈ કામમાં નથી આવતો. તે બીજા અનેક ઢાંચાઓમાં એક પેરામીટર તરીકે વપરાય છે. અને તે કારણે જ જો કોઈક એ ઢાંચામાં ભાંગફોડ કરે કે અખતરા કરવા જાય તો બીજા ઘણા ઢાંચાઓને અસર પહોંચે. અને માટે જ તેને સુરક્ષિત કરવામાં આવ્યો છે.--Dsvyas (talk) ૦૪:૨૧, ૧૭ મે ૨૦૧૨ (IST)
PDF અને છપ્પા
ફેરફાર કરોશ્રી.ધવલભાઈ, થોડી સલાહ લેવી છે. (૧) સ્રોત પર ડાબી પેનલમાં પુસ્તક બનવવા માટેની સગવડ અપાય છે. અહીંથી આપણે PDF બનાવી ડા.લો. કરી શકીએ. પરંતુ મેં પ્રયત્ન કરી જોયો તો તેમાં એક સમસ્યા દેખાઈ. ડા.લો. કર્યા પછી PDFમાં ગુજરાતી લખાણની જગ્યાએ માત્ર ચોરસ ચોકઠાં જ દેખાય છે. કશો ઉપાય ? (૨) મેં અખાના છપ્પા પર અગાઉ અખાના છપ્પા(શ્થુળદોષ અંગ) આ રીતે પ્રકરણો બનાવેલાં, પછી આપણે એક જ પુસ્તકનાં પ્રકરણ જે રીતે ચઢાવીએ છીએ તે પ્રમાણે બે‘ક પ્રકરણ ઉદાહરણાર્થે બદલ્યાં (ઉદા: અખાના છપ્પા/વેષનિંદા અંગ). હું કયું ફોર્મેટ વાપરૂં તો યોગ્ય અથવા સગવડ વાળું ગણાય ? કૌંસમાં પેટા પ્રકરણ ચાલે કે ડૅશ (/) કરીને જ પ્રકરણ બનાવીએ તે યોગ્ય ગણાય ? હજુ ઘણાં પ્રકરણ બાકી છે તે ચઢાવતા પહેલાં યોગ્ય ફોર્મેટ વિષયે સૂચન કરશોજી. એટલે એ પર થોડું વધુ કામ કરૂં. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૪:૩૦, ૧૯ જૂન ૨૦૧૨ (IST)
- અશોકભાઈ, આભાર કે તમે આ સમસ્યાઓ રજૂ કરી. તેને કારણે અઠવાડિયા-દસ દિવસથી ના કરેલું કામ આજે કરવાનો મોકો મળ્યો છે. સમસ્યા (૧)ના ઉત્તર માટે જુઓ મેં હમણાંજ લેખનકક્ષમાં લખેલો સંદેશો જુઓ. સમસ્યા (૨) જો કોઈક ચોક્કસ પ્રકાશિત પુસ્તકમાંથી તમે લખતા હોવ તો પુસ્તકનું નામ/પ્રકરણનું નામ એ પ્રમાણેનું ફોર્મેટ વાપરવું હિતાવહ છે, જેથી આખું પુસ્તક એક મુખ્ય પાનાં સ્વરુપે અને બધાંજ પ્રકરણો તેના પેટાપાનાં તરીકે મળી રહે. પણ જો વિવિધ જગ્યાએથી એકત્ર કરીને તમે આ પાનાં રચી રહ્યા હોવ તો પહેલો પ્રકાર યોગ્ય છે. જો કે એવો કોઈ ચોક્કસ આગ્રહ રાખવામાં નથી આવતો કે તમે એક યા બીજા ફોર્મેટને વળગી રહો.--Dsvyas (talk) ૨૧:૧૦, ૨૦ જૂન ૨૦૧૨ (IST)
ભદ્રંભદ્ર
ફેરફાર કરોભદ્રંભદ્ર | |
મને આપને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે આપણી પરિયોજના ભદ્રંભદ્ર પૂર્ણ થઈ. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. આપનો આભાર માનવા સાથે હું એટલું જ કહીશ કે આપણે એક નાનકડું સીમાચિહ્ન વટાવ્યું છે. રાહમાં ગમે તેટલી મુસીબતો આવે આપણે આગળ વધતા રહેવાનું છે જે બાજુનું ચિત્ર સમજાવે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૩, ૨૩ જૂન ૨૦૧૨ (IST) |
પુસ્તકોની યાદી
ફેરફાર કરોધવલજી, સ્રોત પરના પુસ્તકોની યાદી માટે વિકિસ્રોત:પુસ્તકો નામ સ્થળ બનાવ્યું છે. તેમાં લેખકના નામ પર લિંક લાગતી નથી આમ કેમ થાય છે તે જરા બતાવશો? આ સિવાય મુખ પૃષ્ઠ પરની પુસ્તક સૂચિ અને અન્ય ફેરફાર કર્યાં છે તે પણ જોઈ ને ગડબડ હોય તો સુધારી આપશો. --Sushant savla (talk) ૧૩:૫૭, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
- હવે લેખકોના નામ પર કડીઓ દેખાય છે. કેમકે તે લેખો સર્જક નામસ્થળ પર બનેલા હતા, કડીઓ દેખાતી નહોતી.--Dsvyas (talk) ૧૮:૧૬, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
લેખની સંખ્યા
ફેરફાર કરોધવલભઈ, ઉપરોક્ત વિષે આપણે પહેલાં પણ ચર્ચા કરી છે. કે આપણી પાસે સોર્સ પર સહેજે ૧૦૦૦ કરતાં વધારે કૃતિઓ છે પણ ૫૪૫ નો જ આંકડો મુખપૃષ્ઠ પર દેખાય છે. આજે મેં અમુક કૃતિઓ ઉમેરી ને જોયું પણ આંકડામાં વધારો નથી થતો. કંઈક ગડબડ છે કે? જરા પૂછા કરાવી આપજો ને?--Sushant savla (talk) ૧૯:૩૨, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
- કવિ દયારામની સ્ત્રોત પર ૧૬ કૃતિ છે છતાં શોધોમાં એક પણ બતાવતા નથી અને "આ વિકિ પર "કે ઝઘડો લોચનમનનો…" નામે પાનું પહેલેથી અસ્તિત્વમાં છે." એમ બતાવે છે. અહીં જુઓ. કંઇ ગરબડ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૯:૪૨, ૨૯ જૂન ૨૦૧૨ (IST)
- મારા મતે જ્યાંસુધી તે ગણતરીમાં નહિં સમાયું હોય ત્યાં સુધી શોધમાં પણ નહીં આવે. વળી આજે મેં એક કૃતિ ઉમેરી પણ તે પછી પણ સંખ્યા ન વધી. ધવલજી કાંઈ મદદ કરી શકશો?--Sushant savla (talk) ૨૧:૪૬, ૪ જુલાઇ ૨૦૧૨ (IST)
- હા, ઘણા લેખો શોધ કરતાં બતાવતા નથી. માટે તમારી વાત સાચી હોઇ શકે છે. પણ હવે આપણને ખબર કઈ રીતે પડે કે ક્યા લેખો ગણાયા છે અને ક્યા નથી ગણાયા અને શા કારણથી?--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૧૭, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
- ભાઈઓ, માફ કરજો. આ ચર્ચાનો જવાબ આપવામાં મોડું કરવા બદલ. પહેલું તો, આપણે કોઈક પાનું ઉમેરીએ અને તરત જ લેખોની સંખ્યામાં વધારો થાય એવું ના બને. કારણ કે સ્ટૅટેસ્ટિકલ ડેટા સર્વર અમુક ચોક્કસ સમયાંતરે એકત્ર કરતું હોય છે. એટલે આજે ઉમેરેલા પાનાંની સંખ્યા થોડા કલાકો પછી કે આવતી કાલે ઉમેરાયેલી દેખાય. એવું જ સર્ચ રેન્ડરિંગનું છે. સર્ચ બોક્સમાં કશુંક ટાઈપ કરતાની સાથે તે પ્રિડિક્ટિવ રીઝલ્ટ આપે છે, તે પણ સર્વર પર ઇન્ડેક્સીંગ થયા પછી જોવા મળે. એટલે આપણે કોઈક પાનું બનાવીએ કે તરત જ તે સર્ચ રિઝલ્ટમાં જોવા મળે પણ સર્ચ દરમ્યાન તે આપોઆપ દેખાય નહી. આ બે વાતો ધ્યાનમાં રાખવા જેવી છે.
- હવે મૂળ સમસ્યા પર. હા, પેજ કાઉન્ટ ઓછો દેખાય છે તે વાત સાચી. મેં હમણા જ પૃથક્કરણ કર્યું તો આપણી પાસે મૂળ નામસ્થળમાં કુલ ૧૩૨૩ પાનાં ૩૦ જૂન સુધીમાં હતા. તેમાં પેટાપાનાંનો પણ સમાવેશ થઈ ગયો. જે પૈકિ ૪ મુખપૃષ્ઠનાં પાનાં, અખાના છપ્પાના ૨૧ પાનાં, આરોગ્યની ચાવીના ૨૦ પાનાં, પંચતંત્ર: ૫, પ્રવેશિકા: ૧૨, ભગવદ્ ગીતા: ૬, ભદ્રંભદ્ર:૩૨, મેઘાણીની નવલિકાઓ: ૩, રચનાત્મક કાર્યક્રમ: ૨૪, વિનયપત્રિકા: ૬, સત્યના પ્રયોગો અથવા આત્મકથા: ૧૭૦ અને સુભાષિતો: ૨૮ છે. એટલે આ બધાનો સરવાળો (૨૩૧) બાદ કરતા ૧૦૯૦ પાનાં બાકી રહે. એમાંથી કદાચ ૪૦ પાનાં દિશાનિર્દેશનના કે એવા અન્ય બાદ કરતા અધિકૃત રીતે કહી શકીએ કે આપણી પાસે હાલમાં ૧૦૫૦ કરતા વધુ કૃતિઓ છે. આ થયો વાસ્તવિક આંકડો. હવે અહિં જે ખોટી રકમ દેખાય છે, તે સમસ્યા વિકિસ્રોતની મર્યાદા છે, જેના પર કામ ચાલી રહ્યું છે. વાત એમ છે કે, જો કોઈ પાનું રિડાયરેક્શન માટે બનાવ્યું હોય તો તેની ગણતરી કુલ પાનાઓની સંખ્યામાં ના થાય, એ તો આપણે સહુ કબુલ કરીશું. એ રીતે વેલીડ પેજ, એટલે કે પાના તરીકે માન્યતા પ્રાપ્ત કરવા માટે તેમાં અમુક ચોક્કસ સંજ્ઞાની ઉપસ્થિતી જરૂરી છે. હાલમાં તેને માટે . , ! જેવા પરિબળો ધ્યાનમાં લેવામાં આવ્યા છે. હવે વિકિપીડિયા હોય તો તો અવશ્ય પણે લેખમાં પૂર્ણવિરામ કે અલ્પવિરામ આવતું જ હોય અને માટે ત્યાં આપણને પાનાંની ચોક્કસ સાચી સંખ્યા જોવા મળે તે સ્વાભાવિક છે, પણ આપણે અહિં ઘણાં પદ્યો છે, જેમાં કોઈ પણ વિરામચિહ્નો આવતા ના હોય. હવે આવા પાનાં અસ્તિત્વમાં હોવા છતાં, તેમનું કદ મોટું હોવા છતાં, છેવટે તો મશીન માણસ ના જ બની શકે, તે ન્યાયે તેની સમજ પ્રમાણે આવા પાનાંને સંખ્યા માટે ગણતરીમાં લેતું નથી. અને તે કારણે આપણને પાકી રકમ દેખાતી નથી. અંગ્રેજી વાળાઓએ (મને ખ્યાલ છે ત્યાં સુધી) રસ્તો શોધ્યો છે કે જે પાનાં પર a આવતો હોય તેને ગણતરીમાં લેવા તેમ નક્કી કર્યું, અને તેથી (જો ૧૦૦ ટકા નહી તો) ૯૯.૯૯ ટકા પાનાં ગણતરીમાં આવરી લેવાય. આપણે માટે અને અન્ય વિકિઓ માટે આવી ગોઠવણ કરવાની છે. એવી કોઈક ગોઠવણ થઈ જતાં આપણી સંખ્યા પણ સાચી દેખાવા માંડશે. પણ તેને માટે થોડો સમય લાગશે, આપણે ધીરજ ધરે જ છુટકો.
- અને છેલ્લે શોધતા ઘણા લેખો બતાવાતા નથી, તેની પાછળ અનેક ટેકનિકલ કારણો જવાબદાર હોઈ શકે છે. જેમકે કે ઝઘડો લોચનમનનો કૃતિનું ઉદાહરણ લઈએ તો, તેના ટાઇપિંગમાં કોઈક ક્ષતિ રહી ગઈ હોવાનું શક્ય છે. કેમકે તે પાનાનું નામફેર કરીને મેં કે ઝઘડો લોચનમનનો ૨૯ જૂને બનાવ્યું તે હવે સરળતાથી શોધમાં જોવા મળે છે. એટલું જ નહી, કે ઝઘડો એટલું જ ટાઈપ કરતાની સાથે સર્ચ બોક્સમાં આખું શીર્ષક દેખાય છે અને તેના પર ક્લિક કરતા કૃતિનું પાનું પણ ખુલે છે. ઘણી વખત આપણા ધ્યાનબહાર જતી હોય તેવી ભૂલો આપણે કરતા હોઈએ છીએ, જે ધ્યાને ચડવું અઘરૂં હોય છે. જ્યાં સુધી મને યાદ આવે છે ત્યાં સુધી આવી જ સમસ્યા રચનાત્મક કાર્યક્રમો પુસ્તક વખતે નડી હતી. શોધમાં રચનાત્મક કાર્યક્રમો એમ ટાઈપ કરતા આપોઆપ કશું જોવા ન મળતું, પણ શોધ પરિણામોમાં તે દેખાતા. સુશાંતભાઈએ તે વખતે પણ આમ જ એરર રીપોર્ટ કરી હતી. ધ્યાનથી જોતા મને માલુમ પડ્યું હતું કે શીર્ષકમાં ક્ ખોડો રહી ગયો હતો, એટલે રચનાત્મક કાર્યક્રમ એમ હોવાને બદલે રચનાત્મક કાર્યક્ર્મ એમ હતું. એવું જ અન્ય શીર્ષકોમાં પણ હોઈ શકે છે. એમ નથી કહેતો કે એવું જ હોય, પણ કે ઝખડો લોચનમનનોના દૃષ્ટાંત પરથી એ વાત ફરી એક વખત સાબીત થાય છે. અને માટે હાજર પાનાં સર્ચમાં ના દેખાવાનું ચોક્કસ કારણ શોધવું ખુબ અઘરું છે. કેસ ટુ કેસ બેઝીસ પર આપણે તારણ કાઢી શકીએ.
- અને અંતે મારા મતે જ્યાંસુધી તે ગણતરીમાં નહિં સમાયું હોય ત્યાં સુધી શોધમાં પણ નહીં આવે. એ વાત ભૂલભરેલી છે તેમ મેં ઉપર આપેલી સમજૂતિ પરથી સમજાઈ શકશે. આ બંને પરિબળો એકબીજાથી સ્વતંત્ર છે. શોધમાં દેખાય પણ ગણતરીમાં ના લેવાયું હોય તેવું એકસોને દસ ટકા બને.
- આટલો લાંબો ઉત્તર લખવા બદલ ક્ષમા ચાહું છું, પ્રયત્ન કર્યો છે શક્ય તેટલી સરળતાથી સમજાવવાનો, પણ કદાચ લંબાઈને કારણે સરળ થવાને બદલે જો વધુ ગુંચવાયું હોય તો વિનાસંકોચે ટકોર કરશો.--Dsvyas (talk) ૦૪:૩૮, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
- આભાર ધવલભાઈ!--Sushant savla (talk) ૦૯:૨૮, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
- મારો તરફથી પણ આભાર ધવલભાઈ, આ ઉત્તરે એક નહિ પણ ઘણી બધી બાબતો ચોખ્ખી કરી દીધી છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૦:૦૧, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
- આભાર ધવલભાઈ!--Sushant savla (talk) ૦૯:૨૮, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
- હા, ઘણા લેખો શોધ કરતાં બતાવતા નથી. માટે તમારી વાત સાચી હોઇ શકે છે. પણ હવે આપણને ખબર કઈ રીતે પડે કે ક્યા લેખો ગણાયા છે અને ક્યા નથી ગણાયા અને શા કારણથી?--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૧૭, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
- મારા મતે જ્યાંસુધી તે ગણતરીમાં નહિં સમાયું હોય ત્યાં સુધી શોધમાં પણ નહીં આવે. વળી આજે મેં એક કૃતિ ઉમેરી પણ તે પછી પણ સંખ્યા ન વધી. ધવલજી કાંઈ મદદ કરી શકશો?--Sushant savla (talk) ૨૧:૪૬, ૪ જુલાઇ ૨૦૧૨ (IST)
વિકિસ્રોત:પરિયોજનાઓ
ફેરફાર કરોધવલજી, શીજૂ અને નૂપુર ને મોકલેલા સ્રોત વિષે ના અહેવાલમાં આપે પરિયોજનાની તારીખો ટાંકી હતી. તે તારીખો વિકિસ્રોત:પરિયોજનાઓના પાના પર જરા ઉમેરી આપશો ? --Sushant savla (talk) ૦૯:૩૩, ૫ જુલાઇ ૨૦૧૨ (IST)
દૂર કરવાના પાનાં
ફેરફાર કરોધવલભાઈ, શ્રેણી:રદ કરવા માટેના પાના, આ શ્રેણીમાં કેટલાંક રદ કરવા માટેનાં પાનાં ઘણા સમયથી બાકી પડ્યા છે તો આપ અથવા સુશાંતભાઈ તેના ઉપર જરા નજર નાખી જશો અને યોગ્ય લાગે તે નિર્ણય કરશો.--Vyom25(મને વ્યોમ કહો) ૧૨:૩૩, ૧૩ ઓગસ્ટ ૨૦૧૨ (IST)
મેઘાણી નવલિકા ખંડ ૨ પરિયોજના
ફેરફાર કરોભાઇશ્રી ધવલભાઇ, કુશળ હશો.. આ સાથે આ પરિયોજનાનું કામ લગભગ પૂરુ થવા ના આરે છે. મારે લગભગ ૪ પ્રકરણની ભૂલ શુદ્ધિ કરવાની બાકી છે. શું આપ પ્રકરણ ૨ નું કામ જોઇ જશો? સમયનો અભાવ હોય તો જણાવશો.. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૪:૨૫, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- માફ કરશો ભાઈ, હમણાથી ટાઇપ કરવાનું ચાલુ કર્યું છે, જે તાબડતોબ પુરૂં કરી દઇશ.--Dsvyas (talk) ૧૪:૪૫, ૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
રક્ત ટપકતી સો સો ઝોળી
ફેરફાર કરોકૃપયા ચર્ચા:રક્ત ટપકતી સો સો ઝોળી (ઝવેરચંદ મેઘાણી) જુઓ. આભાર.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૨૩:૫૬, ૧૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
મત
ફેરફાર કરોકામ થઈ ગયું છે... ખબર નહિં કેમ તે વખતે લોગ આઉટ થઈ ગયો હોઇશ..સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૦૨:૩૭, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આભાર ભાઈ, મારે પના ઘણી વાર એવું થાય છે, સહિ કર્યા પછી ખબર પડે કે નામ તો લખાયું જ નથી.--Dsvyas (talk) ૦૨:૪૪, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
નવલિકા - ૨
ફેરફાર કરોમેઘાણીની નવલિકાઓ ખંડ ૨ | |
ભાઇશ્રી ધવલભાઇ, આજે આ પરિયોજના પૂર્ણ કરતા આનંદ અનુભવું છું અને આપનો ખુબ ખુબ આભાર માનું છું કાર્યનો શ્રેય આપ સૌ વિકિ મિત્રોને જાય છે. આપે હાથ પર લીધેલું પ્રકરણ ત્વરા થી અને વળી ચિવટપૂર્વક પૂર્ણ કર્યું. આ કાર્યમાં તમારો ફાળો અમૂલ્ય હતો. વ્યોમભાઇએ મોકલેલું ચિત્ર અહિં પણ બંધબેસતું લાગે છે. અન્ય પરિયોજનાઓ જોતા એવી લાગણી થાય છે કે "મંઝિલ છે હાથમાં છતા ચાલુ પ્રવાસ છે". પ્રવાસનો આનંદ અનેરો છે અને આપ સૌ મિત્રો ના સાથ થી આ પ્રવાસ વધુ આનંદ દાયક લાગે છે. ફરી એક વખત આપનો ખૂબ ખૂબ આભાર માનું છું. સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૫૧, ૨૬ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST) |
તાજી કૃતિઓ - વિચાર
ફેરફાર કરોધવલભઈ, શું આપણે તાજી કૃતિઓને બે સ્તંભોમાં બતાવી શકીએ? એક સ્તંભમાં તાજી એકલ કૃતિઓ અને બીજા સ્તંભમાં તાજા પૂર્ણ થયેલા પુસ્તકો?--Sushant savla (talk) ૦૭:૦૫, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- બનાવી તો શકીએ સુશાંતભાઈ, પણ એની જરૂર છે ખરી? અને એનો ફાયદો પણ ખરો? કેમકે પુસ્તકો આપણે સહિયારી રીતે જ ચડાવીએ છીએ, અને તે સહકાર્ય વિભાગમાં આપણે ઉમેર્યા જ છે. વધુમાં એ પણ ધ્યાન રાખવું કે જેટલી વધુ વિગતો એટલી વધુ મહેનત. શું આપણી પાસે વખતો વખત એ યાદી તાજી કરતા રહેવા માટે સમય છે? કેમકે આ યાદી ૪ મહિનામાં પહેલી વાર અપડેટ થઈ છે. મારા મતે તો થોડી વિગતો આપીએ એ સારું. સમયાંતરે અપડેટ કરતા રહેવું, કેમકે નીચેની કડીની મુલાકાત લેતા, તાજેતરની બધી જ કૃતિઓની યાદી તો દેખાવાની જ છે. પછી તમારી આજ્ઞા.--Dsvyas (talk) ૧૪:૪૯, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- હા એ ફાયદા માટૅ જ તો મને વિચાર આવ્યો. નવા આવેલા આગંતુક જો પુસ્તકની યાદિ જુએ તો તેને કરવામાં આવતા કાર્યના ગાંભીર્યની જાણ થાય, આકર્ષણ થાય. સહકાર્યમાં તો ચાલુ પરિયોજનાઓ જ જોવા મળે બાકી ગત પરિયોજના જોવા ન મળે. વળી એકલ કૃતિઓ કરતાં પુસ્તકનું મહત્ત્વ વધુ જ છે વળી પુસ્તક ને અપડેટ કરવાનું કાર્ય તેટલું ઝડપથી કરવાનું નથી. નીચેની કડી પરથી તાજી કૃતિમાં જોતા એકલ કૃતિઓની વચ્ચે આ પુસ્તકોનું નામ એવું તો દબાઈ જાય કે શોધનારને તેની જાણ પણ ન થાય કે આ પુસ્તક છે! આ બધા કારાણો સર મેં આ વિચાર વહેતો મૂક્યો. જોઈએ બાકી મિત્રો શું કહે છે. --Sushant savla (talk) ૨૦:૫૪, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- પુસ્તકની સૂચિ મૂકવી એ સારો વિચાર છે પણ અપડેટ એક ને બદલે બે ઢાંચા કરવા પડે એ પણ એક વિચારવા જેવી બાબત છે. માટે જો કોઈ એક દિવસ કે તારીખ નક્કી રાખો અને તે જ દિવસે આ ઢાંચા અપડેટ કરવા ભલે હાલની પરિસ્થિતિ જે પણ હોય. જેમ કે, દર રવિવાર કે દર મહિનાની પહેલી તારીખ. આમ કરવાથી વારંવાર અપડેટ કરવાની ઝંઝટ નહિ રહે. પુસ્તકોનો અને પરિયોજનાઓનો જોરશોરથી પ્રચાર કરવો (આપણા પોતે કરેલ યોગદાન માટે નહિ પણ વધુ લોકો તેમાં ભાગ લે માટે) જોઈએ.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૪૮, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- હા એ ફાયદા માટૅ જ તો મને વિચાર આવ્યો. નવા આવેલા આગંતુક જો પુસ્તકની યાદિ જુએ તો તેને કરવામાં આવતા કાર્યના ગાંભીર્યની જાણ થાય, આકર્ષણ થાય. સહકાર્યમાં તો ચાલુ પરિયોજનાઓ જ જોવા મળે બાકી ગત પરિયોજના જોવા ન મળે. વળી એકલ કૃતિઓ કરતાં પુસ્તકનું મહત્ત્વ વધુ જ છે વળી પુસ્તક ને અપડેટ કરવાનું કાર્ય તેટલું ઝડપથી કરવાનું નથી. નીચેની કડી પરથી તાજી કૃતિમાં જોતા એકલ કૃતિઓની વચ્ચે આ પુસ્તકોનું નામ એવું તો દબાઈ જાય કે શોધનારને તેની જાણ પણ ન થાય કે આ પુસ્તક છે! આ બધા કારાણો સર મેં આ વિચાર વહેતો મૂક્યો. જોઈએ બાકી મિત્રો શું કહે છે. --Sushant savla (talk) ૨૦:૫૪, ૨૭ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- કદાચ જમણી બાજુ પુસ્તકોની યાદી મુકવાથી મોબાઇલ માં પણ જોવામાં સરળતા રહે... સુશાંતભાઇ કહે છે તેમ, આ કાર્ય ની અગત્યતા બહુ છે. મારા ખ્યાલ થી એક પરિયોજના લગભગ મહિનો તો લે જ છે, એટલે વારંવાર બહુ વધુ ફેરફારો કરવા નહિ પડે... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૦૦:૫૫, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
Cવારુ મિત્રો! આપ સૌની ઈચ્છા મુજબ ફેરફાર કરી દીધો છે.--Dsvyas (talk) ૦૩:૧૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આપનો ખૂબ ખૂબ આભાર ધવલભાઈ, આપે આટલી ત્વરાથી ફેરફાર કરી આપ્યો. મેં તેમાંથી બે કૃતિઓ હટાવી છે કેમકે તે અધૂરી છે. જોનારને અધૂરી વસ્તુ મળે તો મજા ન આવે અને સાઈટની વિશ્વાસનીયતા જાય તે અર્થે જ હતાવી છે. જ્યારે પરિયોજના પૂર્ણ થશે ત્યારે ઉમેરીશું. આમ પણ તેમના નામ સહકાર્યમાં આવે જ છે.--Sushant savla (talk) ૦૭:૫૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- માફ કરશો સુશાંતભાઈ, હું તમારી સાથે સહમત થતો નથી અને માટે તમે કરેલા ફેરફારો પાછા વાળું છું. આપણે એ કૃતિઓ પર કામ તો કરી જ રહ્યા છીએ, અને એ યાદી આપણે વખતો વખત અપડેટ ના કરવી પડે માટે, જેટલા પણ પુસ્તકો ઉપલબ્ધ છે એની યાદી ત્યાં રહેવી જોઈએ. એમ જોવા જઈએ તો હજુ એવા પુસ્તકો એ યાદીમાં છે જેમાં પ્રુફરિડીંગ પૂર્ણ થયું નથી, તેની મુલકાત લેનારને પણ મજા ન આવે અને આપણી વિશ્વસનિયતાને ઠેસ પહોંચે. તો સાત એકાકિ કૃતિઓની સાથે સાથ પુસ્તકોની યાદી પણ રહેવા જ દેવી જોઈએ. --Dsvyas (talk) ૧૪:૨૫, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- આપનો ખૂબ ખૂબ આભાર ધવલભાઈ, આપે આટલી ત્વરાથી ફેરફાર કરી આપ્યો. મેં તેમાંથી બે કૃતિઓ હટાવી છે કેમકે તે અધૂરી છે. જોનારને અધૂરી વસ્તુ મળે તો મજા ન આવે અને સાઈટની વિશ્વાસનીયતા જાય તે અર્થે જ હતાવી છે. જ્યારે પરિયોજના પૂર્ણ થશે ત્યારે ઉમેરીશું. આમ પણ તેમના નામ સહકાર્યમાં આવે જ છે.--Sushant savla (talk) ૦૭:૫૩, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- નવિ કૃતિઓ કે જે પૂર્ણ થઈ ન હોય તે રાખવી કે નહિં તે સાવ નાની બાબત છે. આપ સૌ મિત્રો ને જે યોગ્ય લાગે તેમ. કદાચ અપૂર્ણ કૃતિઓ છેલ્લે એટલે કે યાદીમાં નીચે પણ રાખી શકાય. બાકિ મેં મારા મોબાઇલ માં મુખ્યપૃષ્ઠ જોયું બહુ સરસ લાગે છે અને આવું જ હોવું જોઇતુ તું... સર્ચની ચર્ચા માટે પણ ધવલભાઇ તમારો આભાર. ખુબ સરસ... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૪૧, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
જોઇ જશો
ફેરફાર કરો[૨] ? સીતારામ.. મહર્ષિ --85.180.27.191 ૧૩:૩૮, ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૨ (IST)
- કામ થઈ ગયું
શ્રેણી:ગુજરાતી અને શ્રેણી:Gujarati
ફેરફાર કરોધવલ, શ્રેણી:ગુજરાતી અને શ્રેણી:Gujarati આ બે શ્રેણી જુના વિકિસ્રોતના લેખઓની સંક્યાનો આપણે તાળો મળી રહે તેમાટે રાખી હતી. હવે સંખ્યા બરાબર થઈ ગઈ છે તો આ શ્રેણીઓની જરૂરિયાત નથી જણાતી? આપનો શો વિચાર છે? જો તેને હટાવવી યોગ્ય હોય તો શું બોટ દ્વારા તે કરી શકાશે?--Sushant savla (talk) ૨૦:૧૧, ૬ ઓકટોબર ૨૦૧૨ (IST)
Jpeg to Djvu
ફેરફાર કરોશું Jpeg ફાઈલને Djvuમાં કન્વર્ટ કરી શકાય તેવું સોફ્ટવેર છે?--Sushant savla (talk) ૦૭:૩૯, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
મારી પાસે છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૫૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)- મારી પાસે EPUBમાં કન્વર્ટર છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૫૯, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, ઘણી વેબસાઇટ મળી રહેશે જે JPG<->PDF<->DjVu કન્વર્ઝન ફ્રી કરી આપતી હોય અથવા આપ ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ પણ કરી શકો છો JPG to PDF કન્વર્ટર્સ JPG to DjVu કન્વર્ટર્સ. પણ આપણે રવિવારે ચર્ચા કરી હતી તેમ, એક વાતનું ધ્યાન રાખવું કે JPG ફાઇલમાં ફક્ત એક-એક જ પેજ હશે, જ્યારે આપણે અહિં બધા જ પાના એક સાથે એક જ ફાઇલમાં જોઈશે. એટલે કન્વર્ટ કરતી વખતે તમારે એક-એક કરીને બધી JPG ફાઇલો પહેલા ઉમેરવી પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૩, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મેં એક બે વેબ સાઇટ ટ્રાય કરી પણ ધવલભાઈ એમાં ક્વોલિટી સારી જળવાતી નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૧૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- શું આખા પુસ્તકની એકજ ફાઈલ બાનશે કે પ્રકરણની એક ફાઈલ બનશે.?--Sushant savla (talk) ૨૧:૨૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મેં ટ્રાય કરી તેમાં એક એક પાનું અપલોડ કરીને તે વેબસાઇટ કન્વર્ટ કરે ત્યારબાદ આપણે તે ડાઉનલોડ કરવાનું. એટલે એક jpg ફાઈલ દીઠ એક djvu ફાઈલ બનશે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૯, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, આખા પુસ્તકની એક જ ફાઈલ હોવી જોઈએ. એક-એક પ્રકરણની અલગ ફાઈલો બનાવવાની જરૂર પણ નથી, કેમકે મેં સભાખંડમાં જણાવ્યું તેમ, DjVuમાં કામ કરવાના હોઈએ તો પ્રકરણ ફાળવણી કરવાની જરૂર જ રહેતી નથી. સુશાંતભાઈ, [www.dropbox.com ડ્રોપબોક્સ] જેવી સગવડનો ઉપયોગ કરીને તમારી પાસે રહેલી બધી જ jpg ફાઈલો મારી સાથે શેર કરશો તો હું તમને DjVu બનાવી આપીશ. વ્યોમભાઈ, એક-એક jpgની અલગ DjVu ફાઈલો બનાવવાનો કોઈ અર્થ નથી, અને જરૂર પણ નથી. મેં દિવાળીની બોણી પ્રકરણ DjVuમાં જ ટાઈપ કર્યું હતું, અને તેને માટે મેં jpgમાંથી જ આવી કોઈક ઓનલાઈન સેવાનો ઉપયોગ કર્યો હતો, મને તો ગુણવત્તામાં કોઈ વાંધો નહોતો લાગ્યો. જો તમારા પુસ્તકનીમ્ DjVu બનાવવી હોય તો તમે મને [www.dropbox.com ડ્રોપબોક્સ] દ્વારા કે અન્ય કોઈક રીતે બધીજ ફાઇલો મોકલશો તો હું તમારી DjVu બનાવી આપીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૭, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મેં જે સાઈટનો ઉપયોગ કર્યો તેમાં ક્વોલિટીનો પ્રશ્ન ઉભો થયો હતો માટે મેં જણાવ્યું. મારી પાસે દાદાજીની વાતો આખું જ સ્કેન થયેલ તૈયાર છે માટે હવે આગામી યોજનામાં જે નક્કી થાય તે પ્રમાણે અથવા તો તેને પૂરક યોજના તરીકે વાપરવી હોય તો પણ મને વાંધો નથી. મારી પાસે ડ્રોપબોક્સ છે માટે જે નક્કી થાય તે પ્રમાણે હું આપને લિંક મોકલી દઈશ.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૩૫, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, આખા પુસ્તકની એક જ ફાઈલ હોવી જોઈએ. એક-એક પ્રકરણની અલગ ફાઈલો બનાવવાની જરૂર પણ નથી, કેમકે મેં સભાખંડમાં જણાવ્યું તેમ, DjVuમાં કામ કરવાના હોઈએ તો પ્રકરણ ફાળવણી કરવાની જરૂર જ રહેતી નથી. સુશાંતભાઈ, [www.dropbox.com ડ્રોપબોક્સ] જેવી સગવડનો ઉપયોગ કરીને તમારી પાસે રહેલી બધી જ jpg ફાઈલો મારી સાથે શેર કરશો તો હું તમને DjVu બનાવી આપીશ. વ્યોમભાઈ, એક-એક jpgની અલગ DjVu ફાઈલો બનાવવાનો કોઈ અર્થ નથી, અને જરૂર પણ નથી. મેં દિવાળીની બોણી પ્રકરણ DjVuમાં જ ટાઈપ કર્યું હતું, અને તેને માટે મેં jpgમાંથી જ આવી કોઈક ઓનલાઈન સેવાનો ઉપયોગ કર્યો હતો, મને તો ગુણવત્તામાં કોઈ વાંધો નહોતો લાગ્યો. જો તમારા પુસ્તકનીમ્ DjVu બનાવવી હોય તો તમે મને [www.dropbox.com ડ્રોપબોક્સ] દ્વારા કે અન્ય કોઈક રીતે બધીજ ફાઇલો મોકલશો તો હું તમારી DjVu બનાવી આપીશ.--ધવલચર્ચા/યોગદાન ૦૧:૨૭, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મેં ટ્રાય કરી તેમાં એક એક પાનું અપલોડ કરીને તે વેબસાઇટ કન્વર્ટ કરે ત્યારબાદ આપણે તે ડાઉનલોડ કરવાનું. એટલે એક jpg ફાઈલ દીઠ એક djvu ફાઈલ બનશે.--Vyom25(મને વ્યોમ કહો) ૨૧:૪૯, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- શું આખા પુસ્તકની એકજ ફાઈલ બાનશે કે પ્રકરણની એક ફાઈલ બનશે.?--Sushant savla (talk) ૨૧:૨૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મેં એક બે વેબ સાઇટ ટ્રાય કરી પણ ધવલભાઈ એમાં ક્વોલિટી સારી જળવાતી નથી.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૧૫, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- સુશાંતભાઈ, ઘણી વેબસાઇટ મળી રહેશે જે JPG<->PDF<->DjVu કન્વર્ઝન ફ્રી કરી આપતી હોય અથવા આપ ફ્રી સોફ્ટવેર ડાઉનલોડ પણ કરી શકો છો JPG to PDF કન્વર્ટર્સ JPG to DjVu કન્વર્ટર્સ. પણ આપણે રવિવારે ચર્ચા કરી હતી તેમ, એક વાતનું ધ્યાન રાખવું કે JPG ફાઇલમાં ફક્ત એક-એક જ પેજ હશે, જ્યારે આપણે અહિં બધા જ પાના એક સાથે એક જ ફાઇલમાં જોઈશે. એટલે કન્વર્ટ કરતી વખતે તમારે એક-એક કરીને બધી JPG ફાઇલો પહેલા ઉમેરવી પડશે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૧૩, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મારી પાસે EPUBમાં કન્વર્ટર છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૫૯, ૧૧ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- દાદાજીની વાતો જો તૈયાર હોય તો શરુજ કરી ધ્યો વ્યોમભાઇ... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૦૬, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- હા, તૈયાર છે. આખું પુસ્તક સ્કેન થઈ ગયું છે. બસ લીલીઝંડી મળે એટલી જ વાર છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૫:૨૪, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- દાદાજીની વાતો જો તૈયાર હોય તો શરુજ કરી ધ્યો વ્યોમભાઇ... સીતારામ.. મહર્ષિ --Maharshi675 (talk) ૧૫:૦૬, ૧૨ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
મેઘાણીની નવલિકાઓ ખંડ ૨
ફેરફાર કરોઆના પૃષ્ઠ પર પુસ્તકનું ચિત્ર દેખાતું નથી. જરા જોઇ આપશો?--Sushant savla (talk) ૦૮:૧૫, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
- મારે અહિં તો દેખાય છે, તમને હજુ નથી દેખાતું?--ધવલચર્ચા/યોગદાન ૧૮:૧૪, ૧૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
ઓખાહરણ:ધન્યવાદ
ફેરફાર કરોચિત્ર:Dainsyng.gif શ્રી.ધવલભાઈ, આપનાં અમુલ્ય યોગદાન વડે પરિયોજના ઓખાહરણ સંપન્ન થઈ છે. પરિયોજના સંચાલક લેખે હું આપને હૃદયના ભાવથી અભિનંદન આપું છું. ધન્યવાદ.--અશોક મોઢવાડીયાચર્ચા/યોગદાન ૧૨:૪૭, ૨૩ ઓક્ટોબર ૨૦૧૨ (IST)
સ્ત્રોત પર ટાઇપિંગની યુક્તિઓ
ફેરફાર કરોશું આપ આ[૩] ચર્ચા જોઇ જશો? આભાર. સીતારામ... મહર્ષિ --Maharshi675 (talk) ૧૨:૫૪, ૪ નવેમ્બર ૨૦૧૨ (IST)
દીવાળીની શુભકામનાઓ
ફેરફાર કરોદીવાળીની શુભેચ્છા | |
આપને તથા આપના સમગ્ર પરિવારને દીવાળીના આ શુભ પર્વ પર ખૂબ ખૂબ શુભેચ્છા. આભાર--Vyom25(મને વ્યોમ કહો) ૧૩:૩૯, ૧૩ નવેમ્બર ૨૦૧૨ (IST) |
ગુજરાતી ટાઇપ
ફેરફાર કરોમિત્ર, ગુજરાતી મા ટાઇપ કરવુ અઘરુ છે એટલે હુ અહિ આવતો નહતો. તમે શક્ય હોય તો ઑપ્ટિકલ કેરેક્ટર રેકેગ્નાઇઝેશન (OCR) નુ સોફ્ટવેર શોધી કાઢો. કામ સરળ બની જશે. --Nizil Shah (talk) ૦૪:૫૬, ૧૪ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
સુરક્ષા બોટ
ફેરફાર કરોધવલભાઈ, ખૂબ ખૂઊ......બ આભાર આભાર આભાર! પૃષ્ઠને સુરક્ષિત કરવાનો બોટ ચલાવીને ખુબજ સુંદર કાર્ય કર્યું છે. અમારો કેટલો બધો શ્રમ ઓછો કરી કાઢ્યો. આપનો આવો જ સુંદર સહયોગ મળતો રહે તે જ આશા. --Sushant savla (talk) ૧૬:૨૧, ૩૧ ડિસેમ્બર ૨૦૧૨ (IST)
- ધવલભાઈ, ભાઈ સુશાંતની વાતને મારું અનુમોદન છે. નવી પરિયોજનામાં જોડાવા બદલ આભાર. આપને પ્રકરણ ૧૧ (તા. ૧૧-૧૧-૯૧) ફાળવેલ છે.
--સતિષચંદ્ર (talk) ૦૭:૧૬, ૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
કાશ્મીરનો પ્રવાસ પૂર્ણ થયો છે, હવે દલ સરોવરમાં એક સુરક્ષા બોટ ચલાવવાની જરૂર છે --Sushant savla (talk) ૧૩:૫૧, ૨૭ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- દલ સરોવરમાં સુરક્ષા બોટ ચલાવાય જાય એટલે કાઠિયાવાડના દરિયાકિનારે "જય સોમનાથ"ના નારા સાથે સોરઠને તીરે તીરે પણ બોટ સવારી ચલાવવા આમંત્રણ છે.--Vyom25(મને વ્યોમ કહો) ૧૪:૫૯, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- ચોક્કસ, આજકાલમાં જ વાયા દલ સરોવર સોરઠના તીરે પહોંચવાનો માર્ગ શોધી કાઢીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૯, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--ધવલચર્ચા/યોગદાન ૨૦:૧૦, ૨૪ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST)
- ચોક્કસ, આજકાલમાં જ વાયા દલ સરોવર સોરઠના તીરે પહોંચવાનો માર્ગ શોધી કાઢીશ.--ધવલચર્ચા/યોગદાન ૧૬:૧૯, ૨૮ જાન્યુઆરી ૨૦૧૩ (IST)
આભાર ધવલભાઈ
ફેરફાર કરોકાશ્મીરનો પ્રવાસ | |
કાશ્મીરનો પ્રવાસ પરિયોજના પૂર્ણ થયેલ છે અને આ પરિયોજના આપના અમૂલ્ય યોગદાન વિના પૂર્ણ થવી શક્ય નહોતી માટે આપનો ખૂબ ખૂબ ધન્યવાદ. આ પ્રસંગે હું આપને શ્રીનગરના ડાલ સરોવરની શિકારા અને હાઉસબોટની ઝલક દર્શાવતું ચિત્ર મોકલાવું છું. આ ભેટનો સપ્રેમ સ્વીકાર કરશો. ભવિષ્યની આવનારી યોજનાઓ માટે આપ આજ રીતે ઉત્સાહભેર યોગદાન કરતા રહેશો એવી શુભેચ્છા સહ. આભાર.--સતિષ પટેલ (talk) ૦૦:૨૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ (IST) |
આ તે શી માથાફોડ !
ફેરફાર કરોભાઇશ્રી ધવલભાઇ, આ સાથે "આ તે શી માથાફોડ !" પરિયોજના પૂર્ણ થયેલી ઘોષીત કરતા હર્ષ અનુભવું છું. આ પરિયોજના વિશેષ એટલા માટે હતી કે તે સ્વયં-સંચાલિત ધોરણે જ ચાલી; ચાલી નહિં પણ દોડી. ડ્રોપ બોક્સ પર પ્રકરણ મુકી દીધા અને સૌએ જાતે જ પોતાનું ભાણું પિરસી અને જમણવાર શીસ્તતાથી આટોપી લીધો. અનુક્રમણીકા પણ સૌએ જાતે જ બનાવી લીધી. આવું તો એક જુથ કુટુંબ ના સભ્યો જ કરી શકે. જે આપ સૌ મિત્રો એ કરી બતાવ્યું જે આપ સૌની એક ટીમ તરીકે ની પરિપક્વતાની સાબિતી છે. હવે આશા રાખીયે કે જલદીથી ગુજરાતી નું ઓ.સી.આર સોફટવેર જલ્દીથી તૈયાર થઈ જાય અને આપણે સૌ અત્યંત ત્વરાથી આપણી વહાલી માતૃભાષાનો ખજાનો યથા શક્તિ અહિં લાવી શકીયે. ફરી એક વાર અંત:કરણ થી આભાર માનું છું. સીતારામ...મહર્ષિ
આ પરિયોજનાના ચર્ચાનું પાનું જોવા વિનંતી.
- આભાર મહર્ષિભાઈ. પણ આ યશનો હું જરા પણ ભાગીદાર થઈ શકું તેમ નથી, કારણ કે હું આ કાર્યમાં યોગદાન કરી શક્યો નથી.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૨૭, ૪ માર્ચ ૨૦૧૩ (IST)
મને માર્ગદર્શન આપશો
ફેરફાર કરોભાઈ શ્રી ધવલભાઈ, આપના મનમા જે પ્રશ્ન કે શંકા હોય તે આપ નિઃસંકોચ પૂછી શકો છો. સભાખંડ પર આપનો સંદેશ મળ્યો. તેમાં આપે માર્ગદર્શન આપવા વિશે જણાવ્યું હતું ખાસ કરીને ભદ્રંભદ્ર પર. તે વસ્તુ ટૂંકમાં જણાવું કે વિકિસ્રોત એ મુક્ત લાયબ્રેરી કે મુક્ત સાહિત્ય કોષ છે. જેમં કોઈપણ રસિક વ્યક્તિ ઉમેરો કરી શકે છે કે તેનું લખાણ વાંચી કે વાપરી શકે છે. વિકિસ્રોત પર પ્રાયઃ પ્રકશનાધિકારથી મુક્ત કૃતિઓ ચઢવાય છે. ભદ્રંભદ્ર એ આવી જ એક હાસ્ય નવલ છે જે રમણલાલ નીલકંઠ દ્વારા લખાઈ હતી. વિકિસ્રોત પરના સભ્યો એ આ પુસ્તકને વિકિસ્રોત પર ઉપલબ્ધ કરાવ્યું છે. પુસ્તક ચઢાવવાના કાર્ય સહકારી ધોરણે સ્રોત પર ચાલતા હોય છે. સાહિત્ય સેવાના આ યજ્ઞમાં જો આપને જોડાવાની ઈચ્છા હોય તો જણાવશો. આ સિવાય આપને કોઈ શંકા કે પ્રશ્ન હોય તો જણાવશો. હું કે અન્ય કોઇ મિત્ર તેનું સમાધાન કરતા આનંદ અનુભવીશું.
સંપર્ક કરવા માટે આભાર. --Sushant savla (talk) ૦૫:૪૬, ૨૩ માર્ચ ૨૦૧૩ (IST)
સુરક્ષા બૉટ ચલાવવા વિનંતિ
ફેરફાર કરોભવલભાઈ, ઘણી બધી કૃતિઓની ભૂલ શુદ્ધિ થઈ જતા તે સુરક્ષિત કરી દેવા તૈયાર થઈ ગઈ છે. માટે આપનો સુરક્ષા બોટ ચલાવવા વિનંતિ. --Sushant savla (talk) ૨૦:૪૩, ૪ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- હિંદના સ્વરાજની સુરક્ષા માટે સોરઠ, તારાં વહેતાં પાણીમાં સુરક્ષા બોટ ચલાવશો.--Vyom25(મને વ્યોમ કહો) ૦૦:૨૮, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- ચોક્કસ, ભાઈઓ! કાલે કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--- હિંદ સ્વરાજ, સોરઠ, તારાં વહેતાં પાણી, કુસુમમાળા, કંકાવટી, ઋતુના રંગ અને આ તે શી માથાફોડ !નાં બાકીનાં પ્રકરણો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- ધવલભાઈ, નમસ્કાર. સુરક્ષા બૉટ સંબંધે એક બાબતે આપનું ધ્યાન દોરવા માંગું છું. આપણે સુરક્ષા બૉટ ચલાવ્યા પછી {{ઢાંચો:સુરક્ષિત}} (દા.ત. ઓખાહરણ )મૂકતાં. તે બૉટ ચલાવતાની સાથે મૂકાઈ જતો કે પાછળથી મુકતાં તે મને ખ્યાલ નથી. જો તે બૉટ સાથે જ મુકાઈ જતો હોય તો હાલના સુરક્ષિત કરાયેલા પાનામાં તે સુરક્ષિત લેખનું બેનર દેખાતું નથી. આભાર. --Sushant ૦૮:૪૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- હા ભાઈ, મને ખ્યાલ છે. મેં ખાલી પાનાં સુરક્ષિત કરવાનું જ કામ કર્યું છે, બીજા કામ તબક્કાવાર થશે. તમે જોયું હશે કે હજુ ઘણાં પાનાં છે જે સુરક્ષિત કરવાના બાકી છે.--ધવલચર્ચા/યોગદાન ૧૪:૨૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- ધવલભાઈ, નમસ્કાર. સુરક્ષા બૉટ સંબંધે એક બાબતે આપનું ધ્યાન દોરવા માંગું છું. આપણે સુરક્ષા બૉટ ચલાવ્યા પછી {{ઢાંચો:સુરક્ષિત}} (દા.ત. ઓખાહરણ )મૂકતાં. તે બૉટ ચલાવતાની સાથે મૂકાઈ જતો કે પાછળથી મુકતાં તે મને ખ્યાલ નથી. જો તે બૉટ સાથે જ મુકાઈ જતો હોય તો હાલના સુરક્ષિત કરાયેલા પાનામાં તે સુરક્ષિત લેખનું બેનર દેખાતું નથી. આભાર. --Sushant ૦૮:૪૦, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- કામ થઈ ગયું--- હિંદ સ્વરાજ, સોરઠ, તારાં વહેતાં પાણી, કુસુમમાળા, કંકાવટી, ઋતુના રંગ અને આ તે શી માથાફોડ !નાં બાકીનાં પ્રકરણો.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૪૮, ૨૨ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
- ચોક્કસ, ભાઈઓ! કાલે કરી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૨:૧૪, ૫ સપ્ટેમ્બર ૨૦૧૩ (IST)
ડીજેવીયુમાં સમસ્યા
ફેરફાર કરોDear Dhaval, Please have a look at તુલસી-ક્યારો/જબરી બા. on the left side page numbers are should be visible in margin. However in this page, page numbers are over written by the text content of chapter. Please have a look and provide solution.--Sushant savla (talk) ૨૨:૧૩, ૧૧ જૂન ૨૦૧૪ (IST)
- Sushantbhai, I am working on it and will try to resolve it ASAP. Meanwhile, I have just got all the parameters set-up for index page, you can check here.--ધવલચર્ચા/યોગદાન ૦૪:૧૦, ૧૩ જૂન ૨૦૧૪ (IST)
- પહેલાં સૂચિમાં જોતાં પાનાની યાદી માં - વાળા ૧૧ પાના ક્રમાંકો અને ૧થી૩૪૦ સુધીના ક્રમાંકો ગુલાબી (અક્ષરાંકન શરૂ કરેલા), પીળી (પ્રૂફરીડ કરેલા) અને સફેદ (અપૂર્ણ) પૃષ્ઠભૂમિ પર દેખાતાં હતાં.હવે તે દેખાતા નથી. શું હું કોઈ ખોટું પાનું જોઉં છું? --Sushant savla (talk) ૦૭:૩૨, ૧૩ જૂન ૨૦૧૪ (IST)
હવે આંકડા દેખાણા. હજી પ્રૂફ રીડ સંબંધે રંગો દેખાતા નથી. !રંગ દેખાયા.શીર્ષક આદિ દેખાતા નથી. --Sushant savla (talk) ૧૯:૦૭, ૧૪ જૂન ૨૦૧૪ (IST)- હા, મારા ધ્યાનમાં છે, હું કામ કરી રહ્યો છું.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૦૨, ૧૭ જૂન ૨૦૧૪ (IST)
- પહેલાં સૂચિમાં જોતાં પાનાની યાદી માં - વાળા ૧૧ પાના ક્રમાંકો અને ૧થી૩૪૦ સુધીના ક્રમાંકો ગુલાબી (અક્ષરાંકન શરૂ કરેલા), પીળી (પ્રૂફરીડ કરેલા) અને સફેદ (અપૂર્ણ) પૃષ્ઠભૂમિ પર દેખાતાં હતાં.હવે તે દેખાતા નથી. શું હું કોઈ ખોટું પાનું જોઉં છું? --Sushant savla (talk) ૦૭:૩૨, ૧૩ જૂન ૨૦૧૪ (IST)
મદદ = ઈશુ ખ્રિસ્ત
ફેરફાર કરોધવલભાઈ, ઈશુ ખ્રિસ્તના પ્રકરણોમાં પ્રકરણનું સબ-હેડીંગ લખવાની એક ખાસ પદ્ધતિ છે. ઉદા. [[૪]] આ પ્રકારએ આપણે લખવું હોય તો તે માટેનો કોઈ ખાસ કોડ પદ્ધતિ છે? કે કેમ કરી શકાશે? જો આપને જાણકારી હોય તો શીખવાડશો અને ન હોય તો તમારા વર્તુળમાંના જાણકારી ધરાવતી વ્યક્તિને પૂછીને શીખવાડશો એવી નમ્ર વિનંતી. --Sushant savla (talk) ૨૧:૪૫, ૩ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
- માફ કરજો હું ફરી એક વખત મોડો પડ્યો છું. તમારું કામ ચિરાયુભાઈએ કરી દીધું છે.--ધવલચર્ચા/યોગદાન ૦૩:૧૬, ૯ સપ્ટેમ્બર ૨૦૧૪ (IST)
ધવલભાઈ, છેલ્લાં ત્રણ કડવાં જે બાકી હતાં તે મેં આજે પૂરાં કરેલ છે અને અન્યમાં થોડો ફેરફાર કરેલ છે. આપ નજર નાખી જશો. સુરક્ષા બોટ પણ સમય મળ્યે ચલાવી દેશો.--Vyom25(મને વ્યોમ કહો) ૨૨:૩૬, ૩૧ માર્ચ ૨૦૧૫ (IST)
- ખૂબ ખૂબ આભાર વ્યોમભાઈ! સુરક્ષા બોટ ટૂંક સમયમાં ચલાવી દઈશ.--ધવલચર્ચા/યોગદાન ૦૫:૦૧, ૧ એપ્રિલ ૨૦૧૫ (IST)
સુદામાચરિત
ફેરફાર કરોશું આ કૃતિ પૂર્ણ થઈ ગઈ છે? જો એમ હોય તો તેને પુસ્તક સૂચિમાં ઉમેરી દેશું. --Sushant savla (talk) ૨૨:૩૩, ૬ એપ્રિલ ૨૦૧૫ (IST)
- આ તો પૂર્ણ થઈ ગઈ છે. --Sushant savla (talk) ૨૨:૪૭, ૬ એપ્રિલ ૨૦૧૫ (IST)
સુદામા ચરિત | |
ધવલભાઈ અને વ્યોમભાઈ, આપના પ્રયત્નોને કારણે વિકિસ્રોત પર કવિ પ્રેમાનંદ રચિત કાવ્યમાળા સુદામા ચરિત ચઢાવાનું કાર્ય પૂર્ણ થયું છે. આપની પહેલ અને પરિશ્રમની સરાહના સ્વરૂપે આપને આ ચિત્ર ભેટ મોકલું છું. તેનો સ્વીકર કરશો. --Sushant savla |
શિવાજીની સૂરતની લૂંટ | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર ઇચ્છારામ દેસાઇ રચિત ચરિત્રકથાઓ શિવાજીની સૂરતની લૂંટ ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે. |
પ્રમાણિત પાના
ફેરફાર કરોનમસ્કાર ધવલભાઈ, પ્રમાણિત પાનાને સુરક્ષિત કરી આપવા વિનંતિ. --સુશાંત સાવલા ૧૪:૦૧, ૧૦ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
- સાભાર કરી દઈશ!--ધવલચર્ચા/યોગદાન ૧૭:૪૩, ૧૨ ડિસેમ્બર ૨૦૧૬ (IST)
વેરાનમાં | |
આપના સુંદર સહકાર્યને કારણે વિકિસ્રોત પર કવિ ઝવેરચંદ મેઘાણી રચિત કાવ્ય સંગ્રહ વેરાનમાં ચઢાવાનું શક્ય બન્યું છે. આપના અમૂલ્ય યોગદાન વિના આ કાર્ય શક્ય નહોતું. ગુજરાતી ભાષાની આ અમૂલ્ય કૃતિને ઈંટરનેટ પર અમરત્વ આપવનું સુંદર કાર્ય કર્યા બદ્દલ આપનો ખૂબ ખૂબ આભાર અને અભિનંદન. વિકિસ્રોત આપના સહભાગની સરાહના કરે છે.--Sushant savla (talk) |
Indic Wikisource Proofreadthon II 2020
ફેરફાર કરોSorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
After successfull first Online Indic Wikisource Proofreadthon hosted and organised by CIS-A2K in May 2020, again we are planning to conduct one more Indic Wikisource Proofreadthon II.I would request to you, please submit your opinion about the dates of contest and help us to fix the dates. Please vote for your choice below.
Last date of submit of your vote on 24th September 2020, 11:59 PM
I really hope many Indic Wikisource proofreader will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
Indic Wikisource Proofreadthon II 2020
ફેરફાર કરોSorry for writing this message in English - feel free to help us translating it
Hello Proofreader,
Thank you for participating at Pool for date selection. But Unfortunately out of 130 votes 69 vote is invalid due to the below reason either the User ID was invalid or User contribution at Page: namespace less than 200.
Dates slot | Valid Vote | % |
---|---|---|
1 Oct - 15 Oct 2020 | 26 | 34.21% |
16 Oct - 31 Oct 2020 | 8 | 10.53% |
1 Nov - 15 Nov 2020 | 30 | 39.47% |
16 Nov - 30 Nov 2020 | 12 | 15.79% |
After 61 valid votes counted, the majority vote sharing for 1st November to 15 November 2020. So we have decided to conduct the contest from 1st November to 15 November 2020.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available in any third party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. Before adding the books, please check the pagination order and other stuff are ok in all respect.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince it your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: This time we have decided to give the award up to 10 participants in each language group.
- A way to count validated and proofread pages:Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 01 November 2020 00.01 to 15 November 2020 23.59
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisource proofread will be present in this contest too.
Thanks for your attention
Jayanta (CIS-A2K)
Wikisource Advisor, CIS-A2K
આપની ટિપ્પણી માટે વિનંતી - પ્રૂફરીડથોન
ફેરફાર કરોપ્રિય Dsvyas, પ્રૂફરીડથોન પર ટિપ્પણી અને મંતવ્યો માટેની ચર્ચા અહીં ચાલુ કરવામાં આવી છે. ગયા વર્ષે આપણે બે પ્રૂફરીડથોન સ્પર્ધાનું આયોજન કર્યું હતું. ભવિષ્યમાં ઇંડિક વિકિસ્રોતની આ સ્પર્ધાના આયોજનની આકારણી માટે આપની ટિપ્પણીઓ, સુઝાવો, મંતવ્યો આદિની જરૂર છે. આ મંતવ્યો લખવા માટે અંગ્રેજી ભાષાનો પ્રયોગ ઇચ્છનીય છે તેમ છતાં જો આપ અંગ્રેજી ન લખી શકોઇ તો આપની માતૃભાષામાં પણ વિન કોઈ ખચકાટ આપના મંતવ્યો જણાવશો.
વિકિસ્રોત સમુદાય વતી
જયંત નાથ ૨૧:૧૮, ૧૪ જાન્યુઆરી ૨૦૨૧ (IST)
Requests for comments : Indic wikisource community 2021
ફેરફાર કરો(Sorry for writing this message in English - feel free to help us translating it)
Dear Wiki-librarian,
Coming two years CIS-A2K will focus on the Indic languages Wikisource project. To design the programs based on the needs of the community and volunteers, we invite your valuable suggestions/opinion and thoughts to Requests for comments. We would like to improve our working continuously taking into consideration the responses/feedback about the events conducted previously. We request you to go through the various sections in the RfC and respond. Your response will help us to decide to plan accordingly your needs.
Please write in detail, and avoid brief comments without explanations.
Jayanta Nath
On behalf
Centre for Internet & Society's Access to Knowledge Programme (CIS-A2K)
ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧
ફેરફાર કરોપ્રિય વિકિસ્રોત સંપાદક, ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન ઓગસ્ટ ૨૦૨૧નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.
જરૂરિયાતો
- પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
- સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
- સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
- સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
- પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
- પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ ટૂલ્સ
- સમયગાળો: ૧૫ ઓગસ્ટ ૨૦૨૧ ૦૦.૦૧ થી ૩૧ ઓગસ્ટ ૨૦૨૧ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
- નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ પ્રમાણે છે.
- ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.
હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
આભાર.
Jayanta (CIS-A2K)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
How we will see unregistered users
ફેરફાર કરોHi!
You get this message because you are an admin on a Wikimedia wiki.
When someone edits a Wikimedia wiki without being logged in today, we show their IP address. As you may already know, we will not be able to do this in the future. This is a decision by the Wikimedia Foundation Legal department, because norms and regulations for privacy online have changed.
Instead of the IP we will show a masked identity. You as an admin will still be able to access the IP. There will also be a new user right for those who need to see the full IPs of unregistered users to fight vandalism, harassment and spam without being admins. Patrollers will also see part of the IP even without this user right. We are also working on better tools to help.
If you have not seen it before, you can read more on Meta. If you want to make sure you don’t miss technical changes on the Wikimedia wikis, you can subscribe to the weekly technical newsletter.
We have two suggested ways this identity could work. We would appreciate your feedback on which way you think would work best for you and your wiki, now and in the future. You can let us know on the talk page. You can write in your language. The suggestions were posted in October and we will decide after 17 January.
Thank you. /Johan (WMF)
૨૩:૪૫, ૪ જાન્યુઆરી ૨૦૨૨ (IST)
ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨
ફેરફાર કરોપ્રિય વિકિસ્રોત સંપાદક,
ગત વર્ષની ઇન્ડિક વિકિસ્ત્રોત પ્રૂફરીડથોનમાં તમારા સહયોગ અને સમર્થન માટે આભાર સહ અભિનંદન. CIS-A2K આ વર્ષે ફરીથી ઓનલાઇન ઇન્ડિક વિકિસોર્સ પ્રૂફરીડથોન માર્ચ ૨૦૨૨ નું આયોજન કરી રહ્યું છે, જેથી આ વર્ષના ભારતીય સ્વાતંત્ર્ય પર્વમાં આપણા પ્રશિષ્ટ ભારતીય સાહિત્યને ડિજિટલ ફોર્મેટમાં સમૃદ્ધ બનાવી શકાય.
જરૂરિયાતો
- પુસ્તકસૂચિ: પ્રૂફરીડ કરવા માટેના પુસ્તકોની યાદી. કૃપા કરીને અમને તમારી ભાષાના પુસ્તકો પસંદ કરવામાં મદદ કરો. આ પુસ્તક યુનિકોડ ફોર્મેટ કરેલા લખાણ સાથે કોઈ ત્રીજા પક્ષની વેબસાઇટ પર ઉપલબ્ધ ન હોવું જોઈએ. કૃપા કરીને પુસ્તકો એકત્રિત કરો અને અમારી પ્રતિયોગિતા પૃષ્ઠ પરની પુસ્તકસૂચિમાં ઉમેરો. તમારે અહીં વર્ણવેલી પ્રકાશન અધિકાર માર્ગદર્શિકાનું પાલન કરવું જોઈએ. પુસ્તક શોધ્યા પછી તમારે પુસ્તકના પાનાં તપાસવા જોઈએ અને <pagelist/> બનાવવું જોઈએ.
- સ્પર્ધકો: જો તમે આ આયોજનમાં ભાગ લેવા ઇચ્છો છો તો કૃપા કરીને સહભાગી વિભાગમાં તમારા નામના હસ્તાક્ષર કરો.
- સમીક્ષક: કૃપા કરીને તમારી જાતને આ પ્રૂફરીડથોનના વહીવટકર્તા/સમીક્ષક તરીકે પ્રોત્સાહન આપો અને અહીં તમારી દરખાસ્ત ઉમેરો. વહીવટકર્તા/સમીક્ષકો આ પ્રૂફરીડથોનમાં ભાગ લઈ શકે છે.
- સોશિયલ મીડિયા કવરેજ: હું ઇન્ડિક વિકિસોર્સ સમુદાયના તમામ સભ્યોને વિનંતી કરીશ, કૃપા કરીને તમામ સોશિયલ મીડિયા ચેનલોમાં સમાચાર ફેલાવો, અમે હંમેશાં તમારા વિકિપીડિયા/વિકિસ્ત્રોતને તેમની સાઇટનોટિસનો ઉપયોગ કરવા સમજાવવાનો પ્રયાસ કરીએ છીએ. અલબત્ત, તમારે તમારી પોતાની વિકિસ્રોત સાઇટ નોટિસનો પણ ઉપયોગ કરવો જોઈએ.
- પુરસ્કાર: CIS-A2K દ્વારા કેટલાક એવોર્ડ/ઇનામ આપવામાં આવી શકે છે.
- પ્રૂફરીડ અને પ્રમાણિત પાનાં ગણવાની રીત: :ઇન્ડિક વિકિસોર્સ કોન્ટેસ્ટ ટૂલ્સ
- સમયગાળો: 01 માર્ચ ૨૦૨૨ ૦૦.૦૧ થી 16 માર્ચ ૨૦૨૨ ૨૩.૫૯ (ભારતીય માનક સમય)
- નિયમો અને માર્ગદર્શિકા: મૂળભૂત નિયમો અને માર્ગદર્શિકા આ પ્રમાણે છે.
- ગુણ: ગુણાંક પદ્ધતિનું અહીં વિસ્તારથી વિવરણ આપવામાં આવ્યું છે.
હું ખરેખર આશા રાખું છું કે મોટી સંખ્યામાં ઇન્ડિક વિકિસ્ત્રોત સંપાદકો આ કાર્યક્રમમાં સહભાગી થશે.
આભાર.
Jayanta (CIS-A2K). ૨૧:૪૬, ૧૧ ફેબ્રુઆરી ૨૦૨૨ (IST)
વિકિસ્રોત કાર્યક્રમ અધિકારી, CIS-A2K
દસ વર્ષ ચંદ્રક
ફેરફાર કરોદસ વર્ષ ચંદ્રક | |
દસ વર્ષથી આપ વિકિસ્ત્રોત સાથે જોડાઈ અવિરત યોગદાન આપી રહ્યા છો. આપનો હૃદયપૂર્વક આભાર. --Nizil Shah (ચર્ચા) ૨૦:૧૪, ૨૦ ઓક્ટોબર ૨૦૨૨ (IST) |
Indic Wikisource proofread-a-thon November 2022
ફેરફાર કરોSorry for writing this message in English - feel free to help us translate it
Dear Dsvyas,
Thank you and congratulation to you for your participation and support last year. The CIS-A2K has been conducted again this year Online Indic Wikisource proofread-a-thon November 2022 to enrich our Indian classic literature in digital format.
WHAT DO YOU NEED
- Booklist: a collection of books to be proofread. Kindly help us to find some books in your language. The book should not be available on any third-party website with Unicode formatted text. Please collect the books and add our event page book list. You should follow the copyright guideline described here. After finding the book, you should check the pages of the book and create <pagelist/>.
- Participants: Kindly sign your name at Participants section if you wish to participate in this event.
- Reviewer: Kindly promote yourself as administrator/reviewer of this proofreadthon and add your proposal here. The administrator/reviewers could participate in this Proofreadthon.
- Some social media coverage: I would request to all Indic Wikisource community members, please spread the news to all social media channels, we always try to convince your Wikipedia/Wikisource to use their SiteNotice. Of course, you must also use your own Wikisource site notice.
- Some awards: There may be some award/prize given by CIS-A2K.
- A way to count validated and proofread pages:Indic Wikisource Contest Tools
- Time : Proofreadthon will run: from 14 November 2022 00.01 to 30 Novemeber 2022 23.59 (IST)
- Rules and guidelines: The basic rules and guideline have described here
- Scoring: The details scoring method have described here
I really hope many Indic Wikisources will be present this time.
Thanks for your attention
Jayanta (CIS-A2K)- 9 November 2022 (UTC)
Wikisource Program officer, CIS-A2K