ચર્ચા:નાગદમન

છેલ્લી ટીપ્પણી: Import વિષય પર Aleator વડે ૮ વર્ષ પહેલાં

Import ફેરફાર કરો

Original history copied from mul:Talk:જળ કમળ છાંડી જાને બાળા. -Aleator (ચર્ચા) ૨૩:૩૪, ૧૨ મે ૨૦૧૬ (IST)ઉત્તર


બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો
સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો

કદાચ આ બે પંક્તિઓ ઉલટ સૂલટ થઇ ગઇ હોય તેમ લાગે છે. મને યાદ છે ત્યાં સુધી નીચે મુજબ હોવું જોઇએ.

સહસ્ત્ર ફેણાં ફુંફવે જેમ, ગગન ગાજે હાથિયો
બેઉ બળિયા બાથે વળગિયા, શ્રીકૃષ્ણે કાળીનાગ નાથિયો

Dr. Dinesh Karia(Talk) (contribs) 11:29, 26 April 2009 (UTC)

મારા ઘરમાં અમે વર્ષોથી આ કાવ્ય/ભજન ગાતા આવ્યા છીએ, અને અત્યારે જ્યારે મેં આ વાંચ્યુ ત્યારે પહેલુ કામ કર્યું મારી સ્મૃતિમાં મમળાવી જોવાનું, અને તેમ કરતા પહેલા પર્યાયમાં જ વધુ પ્રાસ બેસતો લાગ્યો. છતાં, તમારા પ્રશ્નથી મુંઝાઇ ને ખાતરી કરવા વિવિધ સ્ત્રોતોમાં સાંભળી જોયું તો દરેકમાં "બેઉ બળિયા બાથે વળગીયા, શ્રી કૃષ્ણે કાળી નાગ નાથીયો; સહસ્ત્ર ફેણ ફુંફવે જેમ ગગન ગાજે હાથીઓ.." એમ જ સાંભળવા મળ્યું. આ બધા સ્ત્રોતોની યાદી નીચે આપી છે.
ઈન ડોટ કોમ
યુટ્યુબ
રેડિફ-શેર
વિચાર કરતા એમ લાગે છે કે, "સહસ્ત્ર ફેણ ફુંફવે જેમ ગગન ગાજે હાથીઓ" કાળીનાગનું વર્ણન કે તેની અપાર શક્તિનું વર્ણન કરવા નહી પણ, તેની દયનિય સ્થિતિનું વર્ણન કરવા, કૃષ્ણે તેના પર કરેલા પ્રહારોની વેદનાને કારણે તેણે પાડેલી ચીસોના અવાજ માટે આ પંક્તિ નરસિંહ મહેતાએ વાપરી હશે.--Dsvyas 11:14, 29 April 2009 (UTC)
  • હા મેં પણ ગઇકાલે ચેક કરી જોયું તમારી વાત સાચી છે. મારા મનમાં ખોટો ખ્યાલ રહી ગયો હતો. પછી તો સાંભળ્યું પણ ખરૂ. Dr. Dinesh Karia(Talk) (contribs) 11:56, 29 April 2009 (UTC)

Return to "નાગદમન" page.