ચાબખા/પદ-૧, દેસિ સંતતણી લાવીરે
< ચાબખા
← ચાબખા | ચાબખા ભોજા ભગત |
પદ-૨, ભેખ તો ભાવર થકી ભુંડારે → |
ભોજો ભક્ત
જ્ઞાનના ચાબકા.
પદ ૧ લું.
દેસિ સંતતણી લાવીરે, ભેળાં ફરે બાવો ને બાવી. — ટેક.
મોટાં કપાળે ટિલાં કરે ને, વળી ટોપી પટકાવી;
કંથો ને ખલતો માળા ગળામાં, કાને મુદ્રા લટકાવીરે. દેસિ∘
સંત સેવામાં સુખ ઘણુંને, કરે સેવા મન ભાવી;
તન મન ધન સોંપો એ સંતને, પ્રીતિયો લગાવીરે. દેસિ∘
એવું ને એવું જ્ઞાન દિયે, બહુ હેતે બોલાવી;
ભોજો ભગત કહે રાખ્યા ચાહુમાં, ભેખે ભરમાવીરે. દેસિ∘