ચાબખા
ચાબખા ભોજા ભગત |
પદ-૧, દેસિ સંતતણી લાવીરે → |
ચાબખા
ભોજાભગત કે સંત ભોજલરામ તરીકે ઓળખાતા ગુજરાતી કવિએ સમાજની કુરુઢીઓ અને અંધશ્રદ્ધા પર કટાક્ષમય પ્રકારે જે રચનાઓ લખી છે તે ’ચાબકા’ કે ’ચાબખા’ તરીકે પ્રસિદ્ધ છે. શબ્દકોશમાં ’ચાબકા’ કે ’ચાબખા’ શબ્દનો અર્થ ’શિખામણરૂપે રજૂ થયેલું માર્મિક કટાક્ષ કાવ્ય (એક સાહિત્યપ્રકાર)’ એવો અપાયો છે. [૧]
અહીં તેમાંની કેટલીક રચનાઓ આપવામાં આવી છે. આ રચનાઓ "બૃહત્ કાવ્યદોહન" નામક, “ગુજરાતી” પ્રીંટીંગ પ્રેસ, મુંબઈ દ્વારા, સને: ૧૯૦૮માં પાંચમી આવૃતિ લેખે પ્રસિદ્ધ થયેલાં પુસ્તકમાંથી લેવામાં આવી છે.