ચાબખા/પદ-૭, ભક્તિ શિશતણું સાટુંરે

← પદ-૬, મૂરખો માની રહ્યો મારું રે ચાબખા
ભોજા ભગત
પદ-૮, દુનિયાં દીવાની કહેવાશેરે →


૫દ ૭ મું.

ભક્તિ શિશતણું સાટુંરે, આગળ વસમી છે વાટુ. - ટેક.
એક દિવસ તો આવી બની, રાજા મૂરધ્વજને માથે;
કાશિએ જઇને કરવત મુકાવ્યું, હરિજનને હાથે રે. ભક્તિ.

સત્યને કાજે ત્રણે વેચાયાં, રોહિદાસ ને રાણી;
ઋષિને વાસ્તે રાજા વેચાણો, ભરવાને પાણી રે. ભક્તિ.
પેરો પટોળાં પ્રેમનાં રે તમે, શૂરવિર થઇ ચાલો;
ભોજો ભગત કહે ગુરુ પરતાપે, આમરાપર માલોરે. ભક્તિ.