દિલ દરિયા મેં ડુબકી દેના

દિલ દરિયા મેં ડુબકી દેના
દેવ ડુંગરપુરી



દિલ દરિયા મેં ડુબકી દેના

દિલ દરિયા મેં ડુબકી દેના
મોતી રે લેણા ગોતી એ જી
ખારા સમદર મેં છીપ બસનિે,
ભાત ભાતરાં મોતી એ જી.

રણુંકાર મેં ઝણુંકાર,
ઝણુંકાર મેં જ્યોતિ એ જી
એ જ્યોતિ અભેપદ હોતી
વહાં હે એક મોતી રે

નવમી દ્વારા, દસમી ખડકી
ખડકીમેં એક ખડકી
એ ખડકી કોઈ સદગુરુ ખોલે
કૂંચી ઉનરા ઘર કી


ડાબી ઈંગલા, જમણી પિંગલા,
નુરત સુરત કર જોતી
ડુંગરપુરી બોલિયા,
હું હરખે હાર પરોતી