દિવાળીબાઈના પત્રો
દિવાળીબાઈના પત્રો દિવાળીબાઈ |
પત્ર ૧ → |
મણિલાલના જીવનમાં આવેલ સ્ત્રીઓમાં દિવાળીબાઈ નામની પરણિત સ્ત્રીનું સ્થાન અનોખું છે. તેણે તેમના પર પ્રેમપત્રો લખ્યા હતા અને એ પત્રો દ્વારા ઉત્કટ પ્રેમ કેળવીને તેણે મણિલાલને ચરણે આત્મસમર્પણ કર્યું હતું. મણિલાલના વિયોગમાં ઝૂરીને તે છેવટે ક્ષયના રોગથી મૃત્યુ પામી હતી. તેના પ્રેમપત્રોમાં મણિલાલ પ્રત્યેનો અખંડ અનુરાગ પ્રગટ થવા ઉપરાંત પ્રણયઘેલી સ્ત્રીની રસિકતા, મર્મજ્ઞતા, વિનોદી વૃત્તિ અને ભાષાની હ્રદયવેધકતા મુગ્ધ કરી દે તે રીતે પ્રગટ થાય છે. મણિલાલની પ્રણયખોજની નિષ્ફળતા અને કરુણતા પર પ્રકાશ પાડતા આ પ્રેમ પત્રો અહીં તેમની આત્મકથા આત્મવૃત્તાન્ત (સંપા. ધીરુભાઈ ઠાકર)માંથી લેવામાં આવ્યા છે.[૧]
સંદર્ભો
ફેરફાર કરો- ↑ મણિલાલ નભુભાઈ દ્વિવેદીનું આત્મવૃતાન્ત (1999) ઠાકર, ધીરુભાઈ (સંપા.) (બીજી આવૃત્તિ). અમદાવાદ:ગુર્જર ગ્રંથરત્ન કાર્યાલય. પાના. નં.૧૪