દિવાળીબાઈના પત્રો/પત્ર ૩
← પત્ર ૨ | દિવાળીબાઈના પત્રો પત્ર ૩ દિવાળીબેન |
પત્ર ૪ → |
પત્ર ૩
૩૧-૩-૧૮૮૫
શું કરું મારા એ ઘેર નથી એટલે આપ અમારે ત્યાં આવો નહિં, બાકી એવી તો કવિતાની ગમ્મત ઉડાવત. હું ઘણી દિલગીર છું કે આપ અહિં પધારશો તેવે સમયે મારાથી કંઈ આગતાસ્વાગતા બનશે નહિ. વળી એ કહી ગયા છે કે 'મણિભાઈ આવે તો એકવાર આપણે ઘેર નિમંત્રણ કરજે.' મારા ઘરમાં મણિબા હું ને આપ જો ઉપરની વાત માન્ય કરો તો પ્રસાદ લઈએ. પણ આપ માનવા જ કઠિણ છો એટલું કહેવું એ વ્યર્થ જ. હશે, દર્શન થશે એટલુંએ ક્યાથી ?
♣♣