દીનાનાથની ઢાળો/ઢાળ ૧લી
દીનાનાથની ઢાળો ઢાળ ૧લી કેશવલાલ ભટ્ટ |
ઢાળ ૨જી → |
દીનાનાથની ઢાળો
ઢાળ ૧ લી
દીનાનાથ દયાળ હવે હેતે કરજો દયા રે
ત્રિગુણાતિત મને તરછોડી દોડી ક્યાં ગયા રે,
સમજ્યો નહિ હું સ્વાર્થ સર્યામાં, નાથ ચરણમાં ચીત ધર્યામાં;
નથી ભયા મારામાં દોષ ક્યા કયા રે... દીના૦ ૧
થાક્યો ભવ અટવીમાં ભટકી, અંતે સાવ રહ્યો છું અટકી;
મારાથી છટકીને ક્યાં છાન રહ્યાં રે... દીના૦ ૨
આપ વિના આધાર ન મારો, પ્રભુ સમ્કટથી પાર ઉતારો;
સેવકને સંભારો, કઓપટી કાં થયા રે... દીના૦ ૩
કરૂણા સાગર કેમ તપાવો, બહુ મુંઝઆણો માર્ગ બતાવો;
કેશવ હરિ આવા સંતાપ ઘણાં સહ્યાં રે... દીના૦ ૪