દીનાનાથની ઢાળો/ઢાળ ૧૦મી
← ઢાળ ૯મી | દીનાનાથની ઢાળો ઢાળ ૧૦મી કેશવલાલ ભટ્ટ |
(ઢાળ દશમી)
સાચી વાત સખી સમજાવું, તુંને સાનમાં રે;
ખોટું મોટપણું મેલી દે, મિથ્યા માનમાં રે. એ ટેક.
ધામ ધરા ધન સાથ ન આવે, સ્નેહ અને સંબંધ સતાવે ;
સુત દારાદિક તને નચાવે, તાનમાં રે. સાચી૦ ૧
પુણ્ય વડે માનવ તન પામી, વામી થઈ બેથો છે કામી;
ખલ તારી તે ખામી કહું છું કાનમાં રે. સાચી૦ ૨
નામ રૂપ સર્વે નિષ્ફલ, બહુ કોને દેખાડે છે બલ;
જીવન ચલજલ બિંદુ પડેલું પાનમાં રે. સાચી૦ ૩
વિનય વિવેક વિચાર કરીને, તર ભવસાગર પુણ્ય કરીને;
ભાવ ધરીને કેશવ, હરિ ભગવાનમાં રે. સાચી૦ ૪