દીનાનાથની ઢાળો/ઢાળ ૯મી
← ઢાળ ૮મી | દીનાનાથની ઢાળો ઢાળ ૯મી કેશવલાલ ભટ્ટ |
ઢાળ ૧૦મી → |
ઢાળ નવમી
પ્રભુના ભજન વિના બંધન તારૂં, ટળવું નથી રે;
માનવ તન ખોયું તો તે, પાછું મળવું નથી રે. એ ટેક.
ધનજન યોવન કેરા વળમાં, છટકી છંડાયો જો છળમાં;
તો બળમાં અજ્ઞાન કદી બળવું નથી રે. પ્રભુ૦ ૧
ધ્યાન સદા વિષયોનું ધરતા, દાન પુણ્યનો પંથ વિસરતા;
ખોટી ખટપટ કરતાં, સુખ વળવું નથી રે. પ્રભુ૦ ૨
ભવસાગર તરવાનું બારૂં, હરિના શરણ થકી શું સારૂં;
મારૂં તારૂં પ્રાણ કશું, પળતું નથી રે. પ્રભુ૦ ૩
કાળ ફરે છે નિશદિન માથે, જાગીને જો હિત છે હાથે;
કેશવ હરિજન સાથે, શું હળવું નથી રે. પ્રભુ૦ ૪