નળાખ્યાન/કડવું ૭
← કડવું ૬ | નળાખ્યાન કડવું ૭ પ્રેમાનંદ |
કડવું ૮ → |
કડવું ૭ મું – રાગ મારુ.
હંસે માંડ્યો રે વિલાપ, પાપી માણસાં રે; શું પ્રગટ્યું મારું પાપ. પા૦
ઓ કાળા માથાના ધણી, પા૦. જેને નિર્દયતાહોય ઘણી. પા૦
એ તો જીવને મારે તતખેવ, પા૦. હવે હું મુવો અશ્વ મેવ. પા૦.
ટુંપી નાંખશે માહારી પંખાય. પા૦. મુંને શેકશે અગ્નિમહાંય. પા૦.
કોણા મૂકાવે કરી પક્ષ. પા૦. માહારે મરવું ને એને ભક્ષ. પા૦.
આ મહ્સરખું રતન, પા૦. તે એળે થાશે નીધન. પા૦.
ટળવળી મરશે માહારી નાર, પા૦. તે જીવશે કેહને આધાર. પા૦.
ગ્રહ્યો નારીએ દીઠો નાથ, પા૦. ધાયો સહસ્ત્ર સ્ત્રીનો સાથ. પા૦.
નાથ ઉપર ભમે સ્ત્રી વૃંદ, પા૦. ઘણું કરવા લાગ્યા અક્રંદ. પા૦.
હંસીએ દીધો શાપ, પા૦. તારી સત્રીએમ કરજો વિલાપ. પા૦.
હંસા નારીને કંહે, હંસી સાંભળો રે;
તમે જાઓ સર્વ ભંવન, આંહાંથી પાછાં વળો રે.
જે કાંઇ લખ્યું હશે બ્રહ્માય, હં૦ તે અક્ષર નવ ધોવાય. આં૦
કેમ છૂટીએ કર્મના બંધ, હં૦ આપણે એટલો હશે સંબંધ. આં૦
જો અણઘટતું કીધુંઅમે, હં૦ મને વારી રાખ્યો નહિ તમે. આં૦
આપણે વસવું વૃક્ષ ને વ્યોમ, હં૦ આજ મેં નિદ્રા કીધી ભોમ. આં૦
જે થાય થાનક ભ્રષ્ટ હં૦ તે પામે માહારી પેરે કષ્ટ. આં૦
સર્વને દેઉં છૌં શીખામણ, હં૦તમો ધરણિ મા મૂકશો ચર્ણ. આં૦
એમ કહેતો સ્રીને ભરતાર, હં૦ દેખી નળે કીધો વિચાર. આં૦
પંખી સર્વ પામ્યા છે રોષ હં૦ તે દે છે મુજને દોષ આં૦
તમોહંસા ધરો વિશ્વાસ, હં૦ હું નવ કરવાનો નવ નાશ. આં૦
વલણ
નવા કરવાનો નાશા એહેવી, વાળી નળે કહીરે;
વચન સુણી નળરાયનાં, હંસને વાચા થઈ રે.