← કડવું ૭ નળાખ્યાન
કડવું ૮
પ્રેમાનંદ
કડવું ૯ →
રાગ:મારુ.


કડવું ૮ મું – રાગ મારુ.

મનુષની પેરે પંખે બોલ્યો, મુને મુકી જુઓ એક વાર;
પ્રાણદાન તું આપીશ તો, કાંઇ કરીશ ઉપકાર.
મૂક મુજને અર્વથા આ, રુવે છે સહસ્ત્ર સુંદરી;
એહેને આસના વાસના કરીને, હું આવીશ તુજ કને ફરી.

વચન સુણી વીર વેસ્મે પામ્યો, અલ્યા હવે નહિ ચૂકું;
રૂપ ને વાની બેગુણ તુજમાં , મરતાં લગે નવ મૂકું.
હંસા કહે વિશ્વાસ આણો, અમો બ્રહમાના વાહંન;
આકાશ અવનિ એક થાય તો, જુઠુંન બોલું વચંન.
નળા કહે હું વેવેરસેના સુતા છૌં, નૈષધ માહારું ગામ;
દેશપતિને ક્ષત્રી કેવળ, નળરાયા માહારું નામ.
હુંથીવિઘ્ન થાયે નહીં, પ્રાણની પેરે પાળું;
અમો રાજવંશીને રુસું લાગે, તાહારું બોલવું રઢીઆળું.
ખટ્પટ ટાળો મરણની ને, રખે આણો શોક;
એમ જાણી રોહો મુજ પાસે, જાવાની આશા ફોક.
પંખી કહે રે પુણ્યશ્લોક માહારી, માતા રોઇ રોઇ મરશે.
એકનો એક છૌ6 તેહને, માતા કેહેને જોઇ ઠરશે.
એક સહસ્ત્ર રુએ છે નારી, ઘેર ત્રણ છે પટરાણી;
માહારું બંધના જાણી સર્વકો, તત્ક્ષણ તજશે પ્રાણી.
વાહાલી સ્ત્રીએ પુત્ર પ્રસવ્યો, મેં તેહનું મુખ નથી જોયું.
અરે નળરાજા હું રંકનું તે, સુતનું સુક્લ્હા કાં ખોયું;
આપણ બન્યો મિત્ર થયા, તેહેનો સૂરજ દેવતા સાખી;
રૌરવા નરકે હું પડું જો, ના પાળું વાચા ભાખી.
ગુરુદ્રોહી સ્વામીદ્રોહી, એ પાતિક લાગે મુજને;
જો નારીને મળી આવી, શીશ ન નમાવું તુજને.
ત્રાહે ત્રાહે કરી નળ બોલ્યો, મૂકું ચું નિરધાર;
તું જાણે પરમએશ્વર જાણે, સમતણો વિચાર.
પ્રતિજ્ઞાને માટે મૂકું છું, મળવાને તારી નાર;
નહિ આવે તો શું કટક ચઢાવું, કે તુંને કહાડું ન્યાત બહાર.
એહેવું કહીને પંખી મૂક્યો, હંસા ઉડ્યો આકાશ;
રુદન મા કરશો એમ કહેતો, આવ્યો પ્રેમદા પાસ.
સમચાર કહ્યો શ્યામાને,સમજાવી સુંદરી;
વળાવી નારીને પોતે, આવ્યો નળકને ફરી.
જેમા કો અંધ આનંદા પામે, ફરી આવે લોચંન;
તેમ રાયનું હંસને દેખી, હરખ્યું અતિસે મંન.

ભૂપ કહે આ કાળને વિષે, પંખી બહુ સતવંત;
પ્રતિજ્ઞા પાળી પોતાની તુંને, વાહલા હશે ભગવંત.
હંસ કહે હો ભૂપતિ, સઆંભળ માહરા મિત્ર;
બોલ્યું વાયક પાલીએ નહિ તો, કાગ ને અમો શો અંત્ર.

વલણ

અંતર શો અમો કાગ કરતાં, મિત્ર જો અમારી પેર ર;
હંસ સાથે અશ્વ બેસી, નળરાય ચાલ્યો ઘેર રે.