← ૯-૧-’૪૫ નિત્ય મનન
૧૦-૧-’૪૫
ગાંધીજી
૧૧-૧-’૪૫ →


छूटें नहीं तो सत्यके रास्ते पर नहीं जा सकते हैं । बात यह है कि सत्यके लिए सब कुछ क़ुरबान करें । हम हैं ऐसा दीखना नहीं चाहते, लेकिन हैं उससे बेहतर दीखना चाहते हैं । कैसा अच्छा हो अगर हम नीच हैं तो नीच दीखें, अगर ऊँच होना चाहें तो ऊँच काम करें, ऊँच विचारें ! ऐसा न हो सके तो भले नीच ही दीखें । कोई रोज़ तब ऊँचे जायँगे ।

१०-१-’४५
 

[બૂરી આદત] ન છૂટે તો સત્યને રસ્તે ન જઈ શકાય. વાત એમ છે કે સત્યને માટે બધું જ કુરબાન કરવું જોઈએ. આપણે જેવા છીએ તેવા દેખાવા નથી માગતા પણ એથી સારા દેખાવા માગીએ છીએ. ઊંચા થવાની ઈચ્છા હોય તો ઊંચાં કામ કરીએ ને ઊંચા વિચાર કરીએ તો કેવું સારું ! એ ન બની શકે તો ભલે નીચા દેખાઈએ. તો જ કોઈક દિવસ ઊંચે ચડીશું.

૧૦–૧–’૪૫