નિત્ય મનન/૯-૧-’૪૫
← ૮-૧-’૪૫ | નિત્ય મનન ૯-૧-’૪૫ ગાંધીજી |
૧૦-૧-’૪૫ → |
जानता हुआ आदमी सत्य कहनेसे क्यों झिझकता है ? शर्मके मारे ? किसकी शर्म ? ऊपरी है तो क्या ? नौकर है तो क्या ? बात यह है कि आदत आदमीको खा जाती है । हम सोचें और बुरी आदसे छूट जायें ।
९-१-’४५
માણસ જાણતો છતાં સત્ય કહેતાં કેમ અચકાય
છે? શરમને માર્યો ? કોની શરમ ? ઉપરી હોય
તો શું ? નોકર હોય તો શું ? વાત એમ છે કે
આદત માણસને ખાઈ જાય છે. આપણે વિચાર
કરીએ અને બૂરી આદત છોડી દઈએ.
૯-૧-’૪૫