નિત્ય મનન/૮-૩-’૪૫
← ૭-૩-’૪૫ | નિત્ય મનન ૮-૩-’૪૫ ગાંધીજી |
૯-૩-’૪૫ → |
ईश्वरका कौल है : मैं आज हूँ, कल था, भविष्यमें हूँगा; मैं सब जगहमें हूँ, सबमें हूँ । इतना जानते हुए भी हम ईश्वरसे दूर भागते हैं और [ जो ] विनाशी अपूर्ण है उसका सहारा ढूंढ़ते हैं और दुःखी होते हैं । इससे अधिक आश़्चर्य किसीमें है ?
८-३-’४५
ઈશ્વરનો કોલ છે : હું આજે છું, કાલે હતો, ભવિષ્યમાં હોઈશ; હું સર્વ ઠેકાણે છું, સર્વમાં છું. આટલું જાણતાં છતાં પણ આપણે ઈશ્વરથી દૂર ભાગીએ છીએ અને જે નાશવંત ને અપૂર્ણ છે તેનો આશ્રય શોધીએ છીએ ને દુઃખી થઈએ છીએ. આથી મોટું આશ્ચર્ય બીજું કયું ?
૮-૩-’૪૫