નિહારિકા/અંધકાર ઊભરાય
< નિહારિકા
← શું કરું ? | નિહારિકા અંધકાર ઊભરાય રમણલાલ દેસાઈ |
નેહ → |
અંધકાર ઊભરાય
૦ રાગ-સારંગ ૦
કાજળકાળી રાતલડીમાં
અંધકાર ઊભરાય !
અં ધ કા ૨ ઊ ભ રા ય,
એમાં જગત તણાયું જાય–કાજળ
ચમકે પેલી તારક માલા;
કે શું દેવ ઉગામે ભાલા ?
હૃદય સદાય ઘવાય,
જો ને અંધકાર ઊભરાય !–કાજળ
વહેતી નયને આંસુધારા;
કે શું અગ્નિતણા ચમકારા ?
જીવન સદાય દઝાય !
જો ન અંધકાર ઉભરાય !–કાજળ