નિહારિકા
રમણલાલ દેસાઈ
૧૯૩૫


શ્રી રમણલાલ વસંતલાલ દેસાઈ જન્મ શતાબ્દી ગ્રંથમાળા સંપુટ-૩



નિહારિકા

(કાવ્યસંગ્રહ)



રમણલાલ વ. દેસાઈ,એમ.એ.








આર. આર. શેઠની કંપની

પુસ્તક પ્રકાશક અને વિક્રેતા

મુંબઈ ૪૦૦ ૦૦૨ [] અમદાવાદ ૩૮૦ ૦૦૧

શ્રી રમણલાલ વ. દેસાઈના પુસ્તકો

સંપુટ-૧

નવલકથાઓ

જયંત * શિરીષ * કોકિલા * હૃદયનાથ * સ્નેહયજ્ઞ * દિવ્યચક્ષુ * પૂર્ણિમા * ભારેલો અગ્નિ + ગ્રામલક્ષ્મી ૧થી ૪ * બંસરી * પત્રલાલસા * ઠગ * શોભના * ક્ષિતિજ * ભાગ્યચક્ર * હૃદયવિભૂતિ * છાયાનટ * પહાડનાં પુષ્પ * ઝંઝાવાત * પ્રલય * કાલભોજ * સૌંદર્ય જ્યોત * શૌર્યતર્પણ * બાલાજોગણ * સ્નેહસૃષ્ટિ * શચી પૌલોમી * ત્રિશંકુ * આંખ અને અંજન

સંપુટ-ર

નવલિકાસંગ્રહો

ઝાકળ * પંકજ * રસબિંદુ * કાંચન અને ગેરુ * દીવડી * સતી અને સ્વર્ગ * ધબકતાં હૈયાં * હીરાની ચમક


કાવ્યસંગ્રહો

નિહારિકા * શમણાં

નાટ્ય સંગ્રહો

શંકિત હૃદય * પરી અને રાજકુમાર * અંજની * તપ અને રૂ૫ * પુષ્પોની સુષ્ટિમાં * ઉશ્કેરાયેલે આત્મા * કવિદશન * પૂર્ણિમા * બેજુ બહાવરો * વિદેહી * સંયુક્તા

સંપુટ-૩

પ્રકીર્ણ

જીવન અને સાહિત્ય ૧-૨ * સુવર્ણ રજ * ગ્રામોન્નતિ * ગઈકાલ * મધ્યાહ્નનાં મૃગજળ * તેજચિત્રો * અભિનંદન-ગ્રંથ * ઊર્મિ અને વિચાર * ગુલાબ અને કંટક * અપ્સરા ૧ થી ૫ * રશિયા અને માનવશાંતિ * ગુજરાતનું ઘડતર * સાહિત્ય અને ચિંતન * ભારતીય સંસ્કૃતિ * માનવ સૌરભ * કલાભાવના * શિક્ષણ અને સંસ્કાર * ઊર્મિના દીવડા

ચિંતનમાળા

મહાત્મા ગાંધી * ન્હાનાલાલ-કલાપી * માનવી – પશુની દૃષ્ટિએ અને આત્મનિરીક્ષણ * ભારતીય કલા – સાહિત્ય - સંગીત * સમાજ અને ગણિકા * અંગત - હું લેખક કેમ થયો ?




અર્પણ


જેમના અમર સાહિત્યનો હું ભારે ઋણી છું
એ સ્વમાન અને સ્વાર્થત્યાગની જ્વલંત મૂર્તિ રૂપ

કવિવર ન્હાનાલાલ દલપતરામ કવિને

રમણલાલ

DESAI Ramanlal V.

NIHARIKA, Poetry
R. R. Sheth & Co., Bombay-Ahmedabad
1992

891-471


© ડૉ. અક્ષયકુમાર ર. દેસાઈ



શ્રી ૨. વ. દેસાઈ જન્મ શતાબ્દી આવૃત્તિ – મે, ૧૯૯૨


મૂલ્ય રૂ. ૪0-00




પ્રકાશક

ભગતભાઈ ભુરાલાલ શેઠ,
આર. આર. શેઠની કંપની

મુંબઈ ૪૦૦ ૦૦૨ * અમદાવાદ ૩૮૦ ૦૦૧


મુદ્રક

પ્રવીણ પ્રિન્ટરી,
ભગતવાડી,

સોનગઢ ૩૬૪ ૨૫૦





કણ કણને કાંકરે ને
પળ પળને ચોકઠે,
બાંધી મહેલાતો નાથ ન્યારી હો જી.
જુગજુગની જાતરામાં
ઝાંખી ઝગમગતી થાવા,
ઉઘાડી રાખો એક બારી હો જી.

પુનર્મુદ્રણની પ્રસ્તાવના

‘નિહારિકા’નું પુનર્મુદ્રણ પ્રસિદ્ધ થાય છે તેથી અંગત રીતે આનંદ જ થાય. આ પ્રસંગે એટલું નોંધતાં હર્ષ થાય છે કે ટૂંક સમયમાં ભાઈસાહેબનાં કાવ્યોનો બીજો સંગ્રહ પણ પ્રસિદ્ધ થશે. કવિ તરીકે એમનું સ્થાન ક્યાં આવ્યું ? એમણે કરેલા છંદપ્રયોગો, રસસર્જનના અખતરા, કવિતા અને સંગીતનાં સુભગ સમશ્રણમાંથી વિકસેલી ભક્ત-કવિઓના સમયથી ચાલી આવેલી પ્રણાલિકાને માર્ગે જ કરેલાં ગેય કાવ્યોના વિવિધ પ્રકારનાં સર્જન અને વિધ-વિધ વસ્તુની છણાવટ, મારા મત પ્રમાણે બારીક વિવેચન માગે છે. એમનું કવિ તરીકે યોગ્ય મુલ્યાંકન થાય એટલું જ ઈચ્છીશ.

૫-૧૦-૫૬
ભાગલપુર (બિહાર)
અક્ષયકુમાર ર. દેસાઈ
 


પહેલી આવૃત્તિની પ્રસ્તાવના

‘નિહારિકા’ મારાં પ્રકાશનોમાં ચોથો કાવ્યસંગ્રહ છે. ઇલા- કાવ્યો, કાવ્યમંગલા અને ગંગોત્રીને જે અપૂર્વ સત્કાર મળ્યો તેથી, કવિતાનાં પુસ્તકોનું પ્રકાશન માથે પડે છે, કવિતાસંગ્રહોનું વેચાણ બિલકુલ થતું નથી એ માન્યતા ખોટી પડી, અને ગુજરાતને માથેથી બેકદરદાનીની એટલી નામોશી ઓછી થઈ.

‘શંકિતહૃદય’ નાટકમાંનાં ગીત શિક્ષિત સમાજમાં ખૂબ લોકપ્રિય થયા છતાં શ્રી. રમણલાલની કાવ્યરચનાથી ગુજરાત કોણ જાણે કેમ, અજાણ્યું જ રહ્યું. નવલકથા અને નવલિકાના સફળ લેખક

તરીકે એમનાં લખાણો માટે પડાપડી કરનાર તંત્રીઓને શ્રી. રમણલાલ કવિ પણ છે એ ખ્યાલ સુધ્ધાં ન આવ્યો. ૧૯૩૪ની આખરે એક દિવસ વાતવાતમાં મેં સહેજ પૂછ્યું કે ‘તમે છંદોબદ્ધ કવિતા કેમ નથી લખતા ?’ એમણે તુર્ત જ મને ‘ધૂમકેતુ’ અને ‘જલિયાંવાલા’ સંભળાવ્યું. શ્રી સુન્દરમ્‌નું ‘ધૂમકેતુ’ કાવ્ય મારા મનમાં તાજું જ હતું. શ્રી. રમણભાઈનાં કલ્પના અને નિરૂપણ મને ખૂબ ગમ્યાં અને ‘જલિયાંવાલા’ ની છેલ્લી કડી તો કૅમ્પથી ઘેર આવતાં ફેરવી ફેરવીને અનેક વાર મનમાં યાદ કરી. ત્યાર પછી વચ્ચે સંજોગો બદલાયા અને હાથમાં લેવા ધારેલું પ્રકાશન છેક ૧૯૩૫ આખરે ગુજરાત સમક્ષ મૂકી શકું છું.

શ્રી. રમણભાઈએ છંદોબદ્ધ કાવ્યો કરતાં લયબદ્ધ સંગીત- કાવ્યો વધારે લખ્યાં છે. એમનું રુચિતંત્ર જ સંગીતપ્રિય છે અને છંદરચનામાંથી પણ કોઈ કોઈ વાર સંગીતપ્રધાન રચના તરફ ઢળી જાય છે. પરંતુ બંને પ્રકારમાં કલ્પનાની ભવ્યતા અને પ્રસાદ એકસરખાં ભર્યા છે. સુકોમળ પ્રેમાળ દિલનો ગૂઢ ચિંતનમાં પણ ઊર્મિ આવેશ તરફ વધારે ઝોક હોય છે; શ્રી. રમણભાઈ પહેલેથી જ શ્રી. ન્હાનાલાલની કાવ્યસમૃદ્ધિના પ્રશંસક હોઈને ‘નિહારિકા’માં સંગ્રહાયેલી એમની કૃતિઓમાં વિચાર કરતાં ઊર્મિનું પ્રાધાન્ય વિશેષ લાગે અને પરિણામે અત્યારની નવી કવિતાથી એ જુદી પડી આવે, એમ બનવા સંભવ છે.

પરંતુ એનો નિર્ણય અને મૂલ્યાંકન કરવાનું કામ વિવેચકોને માટે રહેવા દઈ, ‘નિહારિકા’ને ગુજરાત સમક્ષ મુકતાં મિત્રધર્મ અદા કર્યાનો આત્મસંતોષ માની લઉં છું.

મૂળશંકર સોમનાથ ભટ્ટ
 




અનુક્રમ

વિષય
પાન
નિહારિકા
વીરકાવ્યો
જંગ જામ્યો
શૂર સિપાહી ૧૦
હિંદમાતા ૧૨
ગુર્જર વીર ૧૩
સાચના સિપાહી ૧૫
ઇંધન ખૂટ્યાં હો ! ૧૬
મારો રાજવી ૧૮
હિંદુસ્તાન ! ૨૦
ધૂમકેતુ ૨૧
બુદ્ધનો ગૃહત્યાગ ૨૫
ચિંતનગીત ૩૬
જનનયને જલ ૩૭
જીવન વહેણ ૩૮
શું કરું ? ૩૯
અંધકાર ઊભરાય ૪૧
નેહ ૪૨
મૂંઝવણ ૪૩
ભસ્મીભૂત ૪૪
આંખે પડદા ૪૫

વિષય
પાન
ખાલી ઝોળી ૪૬
૧૦ તોફાન ૪૭
૧૧ રસજ્યોત ૪૮
૧૨ પ્રેમ કે કામ ? ૪૯
૧૩ એક પ્રશ્ન ૫૦
૧૪ ભાગ્યવાન ૫૨
૧૫ આખર સલામ ૫૩
કલ્પનાગીત ૫૭
માયામોહિની ૫૮
વનલીલા ૬૦
ચંદ્રને પ્રશ્ન ૬૧
મંગલ સંકલ્પ ૬૩
સુહાગી દૃશ્ય ૬૬
મુખડે ફૂલ ૬૮
નાની શી હોડી ૭૦
અભિલાષા ૭૨
વનદેવી ૭૪
૧૦ ચંદ્રીનું વિયોગગીત ૭૫
૧૧ આદર્શ મૂર્તિ ૭૬
૧૨ કવિતા ૭૭




અનુક્રમ

વિષય પાન
સ્નેહગીત ૮૦
નયનનૃત્ય ૮૧
ઘેલી ગોપી ૮૨
ઝુલાવો ધીમે ? ૮૩
યુગલ હંસ ૮૪
ભોળી કુમુદિનીને ૮૫
નીંદમાં ઝૂલો ૮૬
પનઘટ ૮૭
અંતરના સ્નેહ ૮૮
મુજ અંતર ડગમગ થાય ૯૦
૧૦ શાને વીંધો, મદનરાજ ! ૯૧
૧૧ પનિહારીને સાદ ૯૨
૧૨ કોયલડી! ૯૩
૧૩ ખંડિતા ૯૫
૧૪ પધારો પિયુ ! ૯૬
૧૫ એ તે પ્રિય વસન્ત ! ૯૭
૧૬ શું દઈએ ? ૯૮
૧૭ રસમૂંઝવણ ૯૯
૧૮ મુરલી ૧૦૦

વિષય પાન
૧૯ રસડોલન ૧૦૨
૨૦ શું ભાભો તાકી ? ૧૦૪
૨૧ જિગર ખાલી ૧૦૫
૨૨ રાતલડી ૧૦૬
૨૩ સન્દેશ ૧૦૭
૨૪ નિરાશા ૧૦૮
૨૫ ચોર ઊભા ૧૦૯
૨૬ આશા ૧૧૧
૨૭ જોગીને સંદેશ ૧૧૩
૨૮ વિધવા ૧૧૪
પ્રકીર્ણ ૧૧૭
પતન ૧૧૮
બાલ ઈચ્છા ૧૧૯
જીવનનાં તેજ ૧૨૦
ઘંટી ૧૨૧
ગુલામોનું ગીત ૧૨૨
ચાલ્યો તું તો શહેરમાં ! ૧૨૪
ગામડિયા ૧૨૬
ચીલો સમાર ૧૨૮
બાલવીર ૧૩૧




અનુક્રમ

વિષય પાન
૧૦ દેવો મજૂર ૧૩૩
૧૧ કલાપીને ૧૩૭
ભક્તિગીત ૧૪૦
પાર ઉતારો ૧૪૧
ઈશ કે અલ્લા? ૧૪૨
મનને ૧૪૩
રામનામ ૧૪૪
ઘટઘટમાં રમે ૧૪૫

વિષય પાન
સૃષ્ટિસમ્રાટ ૧૪૬
પ્રાર્થના ૧૪૮
તુંહી તુંહી ૧૫૧
ગગનનો ઘુમ્મટ બાંધ્યા ૧૫૨
જલિયાવાલા બાગ ૧૫૫
૧૦ નોંધ ૧૬૮


મુદ્રણો
પેહેલી આવૃત્તિ : ડિસેમ્બર ૧૯૩૫
પુનર્મુદ્રણ : નવેમ્બર ૧૯૫૬
ત્રીજું પુનર્મુદ્રણ શતાબ્દી વર્ષ મે : ૧૯૯૨
પ્રત: ૭૫૦


Public domain આ કૃતિ હવે સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે કેમકે આ કૃતિ ભારતમાં પ્રકાશિત થઈ હતી અને તેના પ્રકાશન અધિકારની મર્યાદા પૂરી થઈ છે. ભારતીય પ્રકાશનાધિકાર ધારા, ૧૯૫૭ હેઠળ, દરેક સાહિત્ય, નાટક, સંગીત અને કળાકારીગીરીની (છાયાચિત્રો સિવાયના) કૃતિઓ જો સર્જકના હયાતી કાળ દરમ્યાન પ્રસિદ્ધ થઈ હોય (ખંડ. ૨૨) તો તે સર્જકના મૃત્યુ પછી (એટલે કે, વર્ષ ૨૦૨૫ માટે, ઓછામાં ઓછી ૧ જાન્યુઆરી 1965 પહેલાં)ના વર્ષથી ગણતા ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે. સર્જકના મરણોપરાંત પ્રકાશિત થયેલી કૃતિઓ (ખંડ. ૨૪), છાયાચિત્રો (ખંડ. ૨૫), ફિલ્મો (ખંડ. ૨૬), અને ધ્વનિમુદ્રણો (ખંડ. ૨૭) તેના પ્રકાશનના ૬૦ વર્ષ બાદ સાર્વજનિક પ્રકાશનાધિકાર હેઠળ આવે છે.