← પતન નિહારિકા
બાલ ઈચ્છા
રમણલાલ દેસાઈ
જીવનનાં તેજ →


બાલ ઇરછા


૦ નૃત્યગીત ૦

લય-મામ પાહી ગોપાલ બાલા કીષ્ણા

ઝીણા ઝીણા તારલિયા ટમકે ઝીણા,
ચન્દ્રીની વાગે વીણા
રમવા આકાશે ક્યાંથી જવું?―ઝીણા ઝીણા.
 
વાદળી પચરંગી ઊડે ભરી ભરી આભ !
એની પાંખે, હાં હાં રે એની પાંખે,
એ કોણ બેઠું ઝાંખે ?
રમવા વાદળીએ ક્યાંથી જવું ?―ઝીણા ઝીણા.

સાગરને સામે તીર નાચે પરી !
રમવા સાથે, ભરવા ફૂલ એને માથે,
પગલી ભરવા સંગાથે
તરતા તરતા કો ઝાઝે જવું―ઝીણા ઝીણા.