નિહારિકા/જોગીને સંદેશ
< નિહારિકા
← આશા | નિહારિકા જોગીને સંદેશ રમણલાલ દેસાઈ |
વિધવા → |
જોગીને સંદેશ
૦ લયા-વનવગડામાં ભૂલી પડી ત્યાં અમૃત પ્યાલો પધો જી ! ૦
ભ્રૂકુટીને મટકાવી, ભૂરકી ભભરાવી કો જોગી ગયા !
ઘેલી કરી એક ભોળી બાળા; અંતર અગ્નિ સળગાવ્યા !
મારા નાના જોગી સંતાયા !
વન વન ભટકી પગલાં ગોતું, સાદ કરું પડછાયાને,
બાલા જોગી મૌન ધરંતા; ગાળું મારી કાયાને.
ભણકારે હું ભૂલી પડું ને ભગવે રંગે ભ્રમિત બનું.
મનમોહનની ભ્રમણા જાગી, ભડભડ બળતું કુસુમ-તનુ.
પ્યાસી ભૂખી ભાન ભૂલી હું! નયણે આંસુધાર વહે.
પરદેશી જોગીને મારી અંતરવાતો કોણ કહે ?
હસતી આંખો, મરકલડાં મુખ, ખીંટળિયાળા કેશ ઝૂલે,
તપ ઝળહળતો દેખી કહેજો: વ્હાલીને એ કેમ ભૂલે ?