← ઈશ કે અલ્લા? નિહારિકા
મનને
રમણલાલ દેસાઈ
રામનામ →


મ ન ને


૦ લય-નાથ કેસે ગજ કે બંધ ડાળે ૦

અરે મન શાને રહે છે તું દેડી?
માયાજાળ હજી તેં ન તોડી―અરે મન૦

સંપત્તિ કાજે તું શ્રમ બહુ વેઠે
સતનાં સમરણ છોડી;
ધ્યાનમાં ધાર ભૂલ્યા મનવા
નહિ સાથે આવે એક કોડી―અરે મન૦

રૂપ રસે લલચાઈ ધાયો
ધ્યાન વિષય શું જોડી;
શેં નવ સમજે ડૂબતી ચાલી
આ પાપભરી તુજ હોડી?―અરે મન૦

અસ્થિર ભોગ જગતના ત્યાગી તું
સાર વસ્તુ લે ગોતી,
કાચ કથીરમાં મોહે નહીં,
એ તો હંસલા ચરતા મોતી―અરે મન૦