નિહારિકા/રસમૂંઝવણ
< નિહારિકા
← શું દઈએ ? | નિહારિકા રસમૂંઝવણ રમણલાલ દેસાઈ |
મુરલી → |
રસમૂંઝવણ
૦ લય-અટારિયાંse ગિરા ૨ે કબૂતર ૦
મોરાં ઝાંઝર ઝમકે
ઝમક ઝમક, પિયુ આજ !
મારી ઘૂઘરી છમકે
છમક છમક, આવે લાજ !
નહીં નહીં રે બોલું !
શાને રાત જાગો રસરાજ !–મોરાં ઝાંઝર.
ઝીણા ઝીણા ઘૂંઘટે મુખ શું સંતાય?
મારા રઢિયાળા રાજ!
નયનોના બાણથી બચાય ના,
૨ સ ભી ના રા જ !
પાલવડો પકડ્યાનું શું છે કાજ ?–મોરાં ઝાંઝર