નિહારિકા/ઘટઘટમાં રમે
< નિહારિકા
← રામનામ | નિહારિકા ઘટઘટમાં રમે રમણલાલ દેસાઈ |
સૃષ્ટિસમ્રાટ → |
ઘટઘટમાં રમે
૦ રાહ-હે... જંગ જામ્યો જાગજો ૦
હે...દેવ ઘટઘટમાં રમે !
નથી એહ પૂજા માગતો,
નથી સેવના સંભારતો.
હે...દેવ ઘટઘટમાં રમે.
નથી પૂછતો તેં કેટલા ઉદ્ધારિયા;
નથી માગતો હિસાબ તેં કો તારિયા;
તું આપમાં જગ ખાપ ભાળી
કેમ ના વિ ૨ મે ?
ભલા, એ દેવ ઘટઘટમાં રમે―હે...દેવ.
તું ભાવના ભંડાર તુજ બસ ખોલી દે.
તું આંખથી આંસુ સદાયે ઢોળી દે.
શાને તને ઝોળી અને
સાધુની ટોળી ગામે ?
ભલા, એ દેવ ઘટઘટમાં રમે―હે...દેવ.