નિહારિકા/ખંડિતા
< નિહારિકા
← કોયલડી! | નિહારિકા ખંડિતા રમણલાલ દેસાઈ |
પધારો પિયુ ! → |
ખંડિતા
૦ ઝીંઝોટી ૦
જાઓ, જાઓ જ્યાં રાત ગુજારી;
ભૂલી પડી મદભર તમ નૈયા !
ચરણ ચલિત, તંબોલ અધર પર,
લાલ છૂપે નહીં છલબલ ચૈનાં !–જાઓ.
હારચુમ્બિત હૈયું ક્યમ ઢાંકો ?
કંકણવેલી ક્યહાં ચિતરાવી?
અંજન ડાઘથી ઓપે કપોલ !–
બધી રજની ક્યમ ત્યાં ન વિતાવી!—જાઓ.